અંગત ડાયરી કાવ્યોત્સવ સ્પર્ધા પરીણામ.

સૌ પ્રથમ તો અંગત ડાયરીનો હ્રદયથી આભાર માનું છું કે જેમના દ્વારા મને અનેક તક મળી મારી કળાને નિખારવાની.. આ સ્પર્ધા દ્વારા ઉત્સુકતા વધે છે જેના દ્વારા સારામાં સારું લખાતું રહે છે અને કાર્ય શક્તિ અને કલ્પનાશક્તિ નો વિકાસ થાય છે..મને આ સ્પર્ધા દ્વારા મારી કળાને આગળ વધારવાની એક અનેરી તક મળી છે જેથી હું અંગત ડાયરી ટીમની ખૂબ જ આભારી છું.

સ્પર્ધા વિશેનું મંતવ્ય
આ કાવ્યસ્પર્ધા દ્વારા મારી કૃતિનું પઠન કરી લોકો સમક્ષ મારા વિચારો મારા જ સ્વરમાં ભાવ સાથે રજૂ કરવાની તક મળી. એની સાથે અન્ય સુજ્ઞ કવિગણ/ કવયિત્રીઓને પણ માણવાનો લહાવો મળ્યો.
~ પ્રકૃતિ શાહ ‘પ્રીત’

- Advertisement -

અંગત ડાયરી કાવ્યોત્સવ અંતર્ગત મારું મંતવ્ય :
અંગત ડાયરી ઉગતાં કવિ લેખકો માટે આ ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. મારા જેવા ઘણા છે જે ટેકનોલોજીથી અજાણ હતાં. પોતાનાં વિચારો, કાવ્ય અને તેની પ્રસ્તુતિ ઘરે બેઠાં કરી આત્મનિર્ભર બની શક્યાં, અને જીવનમાં પોતાની છૂપી ઈચ્છાઓ આ રીતનું કાર્ય કરવાની પૂરી કરી શક્યાં. સાચેજ ખૂબ સરસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. હું અંગત ડાયરીની મનથી ઋણી અને આભારી છું 🙏
કિરણબેન બી શર્મા
વડોદરા.

મને સાહિત્ય પ્રત્યે રુચિ પહેલેથી જ પરંતુ સાહિત્યમાં લખવાની મારી શરૂઆત થઈ લોકડાઉનથી .જીવનમાં અમુક પરિસ્થિતિ એવી આવે છે જે પરિવર્તનમાં મહત્વનો ભાગ ભજવી જાય છે.

  "અંગત ડાયરી સાહિત્ય ગૃપ " એ મારુ પ્રથમ સાહિત્ય ગૃપ છે.જેમાં હું પ્રથમ જોડાયો હતો.

આજે અંગત ડાયરીનું સહિયારું સાહિત્ય પુસ્તક મારા હાથમાં આવી પહોંચ્યું.હું આજે ખૂબ જ ખુશ છું અને ધન્યતા અનુભવું છું.જેમાં મારી પ્રથમ પુસ્તકની બે કવિતા અને એક લઘુકથા છપાઈ છે.

    સૌથી પહેલાં મારા ગામમાં આવેલા હનુમાન દાદાના ચરણોમાં આ પુસ્તકને અર્પણ કર્યું.અંગત ડાયરી ગૃપ હંમેશા સાહિત્યમાં આગળ વધે અને અંગત ડાયરીના પરિવારની સાંકળ વધુ મજબૂત બને અને પ્રેમ હંમેશા જળવાઈ રહે એવી શુભેચ્છાઓ સહ.

સુરેન્દ્ર ગામીત
વ્યારા જિ.તાપી

- Advertisement -

Leave a Reply