<a href="https://news4gujarati.com/tag/gujarati-news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati News">Gujarati News</a>, <a href="https://news4gujarati.com/tag/news-in-gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with News in Gujarati">News in Gujarati</a> – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

- Advertisement -

.

મારા વ્હાલાઓ,
શબ્દરસને જે મુગ્ધ થઈને પીવેને એનું મન મસ્તિષ્ક પરમ આનંદ ને પામે છે.એ પરમાનંદ ની સુખદ ક્ષણો મને મિસ્કિન સાહેબ ની કાવ્યકણિકાઓમાં ટપકતા ભાવો ને આપણા અંગત ડાયરીની ઉમદા લેખનશૈલીએ અર્પિત કરી છે.
સંબંધની સાર્થકતા માટે લાગણી જ્યારે મુખ્ય ભૂમિકા અદા કરે છે ત્યારે અપેક્ષા અને અહમ એ લાગણીને વિમાસણમાં મૂકી ગૂંગળામણ પેદા કરે છે ત્યારે સંબંધ પોતાના જ અસ્તિત્વ સામે પ્રશ્નચિન્હ ઉભુ કરે છે?

આસ્વાદ અને લેખ નું વાંચન મનને શાતા અને નવું ચિંતન આપી ગયું.તમામ લેખકોનો ખૂબ ખૂબ ધન્યવાદ..
નિર્ણાયક તરીકે હું વાત કરું તો નિર્ણય આપ્યા પછી પણ એટલુ જરૂરથી વિચારીને વિહ્વળ બનું કે મનના કોઈ એક ખૂણે એવો નાનકડો પણ અફસોસ ના રહે કે મારાથી કોઈના લેખન સાથે અન્યાય થાય.

સાહિત્યના ઉમદા સેવા કાર્ય માટે અંગત ડાયરી ના એડમિન પેનલ આપશ્રીઓનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે.આપ સર્વ હંમેશા આ પરમ આનંદમાં અવિરત અલિપ્ત રહો એ જ મંગલ કામના…
મને સહભાગી બનાવવા માટે આપનો ઋણી રહીશ..
આભાર
નમસ્કાર

આપનો સ્નેહી
જયેશ કેલર

તારું કશું ન હોય તો છોડીને આવ તું,

તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,

હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.

‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,

રાજેશ વ્યાસ

એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

પ્રથમ પંક્તિ માં કવિ શ્રી  તેમની પ્રેમિકાને કહે છે કે  ત્યાગનું બીજું નામ જ પ્રેમ છે. એટલે આ દુનિયામાં તારું કંઇ નથી તો છોડીને તું મારી પાસે આવીજા.અહીં જો બધું તારું જ હોયતો  પ્રેમની ખાતર તું એ બધું છોડીને આ દુનિયાને બતાવીદે.

બીજી પંક્તિમાં કવિશ્રી તેમની પ્રેમિકાને કહે છે. મારા હૈયામાં તારા નામનું રટણ છે. હું ત્યાં જ રહું છું. એટલે તું આવીજા મારા આ ઘરમાં આ ઓરડામાં તારાનામનું જ અજવાળું છે.

ત્રીજી પંક્તિમાં કવિશ્રી કહે છે કે પ્રેમ એ સાત દરિયા પાર કરતાં મળે છે. પ્રેમ મેળવવો ઘણો અઘરો છે. જો તું નસીબમાં માનતી હોય તો તારા હાથમાં મને મળવાની રેખા નથી. તો તે રેખા તારા હાથમાં બનાવી દે પરંતુ તું મારી પાસે આવીજા.

પીનાપટેલ”પિન્કી”વિસનગર

   મારી દ્રષ્ટિએ અહિં એવાં ભક્તજનો પર સ્વયં ભગવાને આક્ષેપ કર્યો છે કે જેઓ કહે છે કે આ સુખ , સંપત્તિ , ભોગવિલાસ બધું જ ઈશ્વરની દેન છે… મારું કશું જ નથી પણ જ્યારે એમાંની એક પણ વસ્તુનો લોભ કે મોહ છૂટતો નથી તેથી ઈશ્વર કહે છે તારું કશું જ નથી બધું જ છોડીને મારાં શરણે આવ તું…અને જો તું એમ માને છે કે તારી મહેનતથી ઉભી કરેલી બધી તારી જ દુનિયા છે તો તો ખાસ છોડીને મારાં શરણે આવીને બતાવ કે તું મારો સાચો ભક્ત છે…

   ‌બીજી પંક્તિમાં કહે છે કે તું માન કે ન માન અંતે તો મારાં જ અસ્તિત્વમાં તું સમાયેલો છે . મારાં જ અસ્તિત્વમાં તારે વીલિન થવાનું છે … હું જ તારું સાચું ઘર છું તો પ્રેમેથી મને જ સ્વીકારી આવ તું…

     અંતે કહે છે કે જન્મમરણનાં ફેરામાંથી તારાં કર્મ જ તને બચાવી  શકશે.. તારાં કર્મો થકી તારાં ચારિત્ર્યને એટલું ઉજળું બનાવ કે મને પામવાની રેખા તારાં નશીબમાં ન હોવાં છતાં તું મને મેળવી શકે…

નિશા દવે ‘રાત’ મોરબી

પ્રથમ પંક્તિમાં મિસ્કીન સાહેબ નાયક અને નાયિકાના રૂપક દ્વારા આત્મા અને પરમાત્મા ના મિલનની આડે આવતા અવરોધો ને દૂર કરી એકમેકમાં લીન થવા કહે છે.જગતની મોહ માયા માં સપડાઈને તું મારી પાસે આવી શકતો નથી.બીજી બાજુ કહે છે – ” બ્રહ્મ સત્ય જગત મિથ્યા” જો આ જગત સાથે તારે કંઇજ લેવા દેવા ન હોય તો બધું જ છોડીને આવીજા.અને જો તું મને પામવાની અભિલાષા રાખતો હોય તો તારું બધું જ છોડી મારા શરણે આવી જા.આમ ભક્ત માટે બેવડી કસોટી છે.

             બીજી પંક્તિમાં કહે છે કે જે ખોળિયામાં રહી પ્રકાશ પથરાવે છે .શરીરરૂપી ઓરડાને તું અજવાળે છે.તેનું મુખ્ય સ્ત્રોત હું જ છું.તું મારો જ અંશ છે.સમય આવ્યે તારે મરામાજ સમાવવાનું છે.હું જ તારું ઘર છું.તો પછી મૃત્યુથી ડરવાનું શું?મારા ઘરના બારણાં તારા માટે હંમેશા ખુલ્લા છે.તેવું જણાવે છે.

             ત્રીજી પંક્તિમાં મિસ્કીન સાહેબ જણાવે છે કે – જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવી સહેલી નથી તેના માટે સારા કર્મો થકી આ ચક્રમાંથી મુક્તિ મળે છે.અને તે સાત સમંદર પાર કરવા જેવી વાત છે.તારા આયુષ્યના દિવસોમાં સારામાં સારાં કાર્ય કરીશ તો જ તું પાર કરી શકીશ.દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય – નસીબ લખાઈને આવ્યો હોય છે.તારી હસ્તરેખામાં સારા કાર્યોની રેખા નાં હોય તો તું તારા સારા  કાર્ય વડે હથેળીમાં તે પડાવી દે.ત્યારેજ તું મારામાં લીન થઈશ.

અતુલ ડામોર

             અતુલ ડામોર

મોહમાયાથી પર રહેવા, શ્રધ્ધા  અને વિશ્વાસ રાખવા, નસીબ ભરોસે બેસી ના રહેતા મહેનત કરવાનો મહિમા દર્શાવે છે.

આ પણ વાંચો:-  અમદાવાદ: રથયાત્રા ચેકિંગ દરમિયાન મળી આવ્યો મોટી માત્રામાં ગાંજો...

અહીં ગુરૂજી પોતાના શિષ્યને સંસારની મોહ માયામાંથી છૂટવા કહે છે કે આ દુનિયામાં તારું કશું જ ના હોય તો એ મૂકીને મારી પાસે આવ.જો આ દુનિયામાં બધું જ તારું હોય તો એ એકવાર તજીને મારા શરણમાં આવે તો મોક્ષ પામવા માટેનો રસ્તો બતાવું. જ્યાં સુધી સંસારની માયામાં જીવ ચોંટેલો રહેશે ત્યાં સુધી મોક્ષ મળવો દુર્લભ છે.

ગુરૂજી આગળ કહે છે કે તારાં નામનું અજવાળું જે ઓરડે ઝળહળે છે તે ઘર એટલે કે આત્મા હું જ છું. મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ભલે તું નિશ્ચિંત આવજે.

મહેનતથી સાત સમુદ્ર પાર કરી શકાય છે તો તને મોક્ષ પ્રાપ્તિ પણ શ્રધ્ધા અને મહેનતથી થશે જ. હસ્તરેખામાં મોક્ષ લખેલો ના હોય તો શું થયું? ફક્ત ભાગ્યના ભરોસે બેસી ના રહેતાં પરિશ્રમ કરી એવી રેખા પડાવીને મોક્ષ મેળવવા જણાવે છે.

*”નિજ” ડો. વિરેન્દ્ર ડોલાસિયા

        ઉપરોક્ત પંક્તિઓમાં કવિ શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાહેબ પોતાની પ્રેમીકાને સંબોધીને લખે છે કે…

          જો તને લાગે કે તારું આ સમાજમાં, આ પરિવારમાં કે પછી આ દુનિયામાં કોઈ નથી, કે કોઈ તારા માટે કાંઈ પણ કરતો નથી, તો તું શા માટે ખોટી અપેક્ષા રાખી બેઠી છો? મારી પાસે આવી જા હું છું જ ને! અને જો તને લાગે કે આ ઘર આ સમાજ આ પરીવાર આ સંપત્તિ બધું જ મારું છે, એને મુકીને હું કેમ આવું? તો પછી એ બધાનો ત્યાગ કરીને આપણાં બંનેની પ્રીત અનમોલ છે, તેનો જગને પુરાવો આપ તું.