Gujarati News, <a href="https://news4gujarati.com/tag/news-in-gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with News in Gujarati">News in Gujarati</a> – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

અંગત ડાયરી પરિવારમાં તોફાની તાંડવ પરિવાર ના સથવારે આસ્વાદ નું આયોજન દર ગુરુવારે કરવામાં છે.જેમાં શ્રી જયેશ કેલરના માર્ગદર્શન હેઠળ અંગત ડાયરી માં આજે ખ્યાતનામ શાયર સૈફ પાલનપુરી ની શાનદાર પંક્તિઓનો સરસાસ્વાદ માણ્યો. પ્રેમસંબંધમાં યુગલ જયારે વિરહના કાળમાંથી પસાર થાય છે પણ ભાંગેલા હૃદયને એક ઊંડો વિશ્વાસ હોય છે. શાયર પોતાના શેર માં પોતાની પ્રિયતમ વિના હૃદય પર ઉમટી પડેલ વેદનાને સુપેરે રજૂ કરી છે.

- Advertisement -


લેખકો એ આ પંક્તિઓનું સરસ રસાસ્વાદ કર્યું છે. દરેક લેખક ઊત્તમ શૈલીમાં લખી રહયા છે.મારા મતે આપ સર્વની કલમ શબ્દ ને શૃંગાર આપવામાં પાવરધી થઈ ગઈ છે. વિજેતાઓ ની યાદી માં આપનું નામ ના હોય તો આપ સહેજ પણ નિરાશ ના થતા..મેન ઓફ ધ મેચ ભલે કોઈ એક હોય પણ આપણી ટિમ અંગત ડાયરી આપ સર્વેના પ્રયાસોથી વિજેતા છે.આપ તમામ લેખકો અને એડમીન પેનલ સાહિત્ય જગત માટે મથામણ કરી રહ્યા છો એ મથામણનો નિચોડ અંગત ડાયરી છે.

તમામ લેખકો ને અમારા પ્રણામ..


કોઈ ઉછીની ઊંઘ નો મોહતાજ છું હવે,
લાગે છે સ્હેજ આંખ ને જાગી જવાય છે!

તારી મીઠી યાદમાં સરી જતા મારું ઊંઘણશી ઓશીકું મને વળગી પડતું. પણ આજ એ મીઠી યાદોની સાથે એક વિરહની વેદનાનું બુંદ જો ને ભળી ગયું છે! હું એ વેદના પાસે મારી મીઠી યાદોના ઘરેણાં પાછા માંગુ છું. પણ રાતના અંધકારમાં એક બુંદ વિરહનું અડતા જ આંખમાં ભીનાશ ઝળહળી ઊઠે છે. મારા ઊંઘણશી ઓશીકાંને કેમ કરી સમજાવું!!

મેં લખેલો દઈ ગયા, પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

બસ તે તો કહી દીધું કે હવે આપણી વચ્ચે કોઈ સંબંધ નથી! તારા – મારા રસ્તા અલગ થયા. મીઠું ઝરણું બની વહેતી મારી આંખડી મૃગજળ બની વેરાન રણમાં તરફડવા લાગી. પણ પ્રિયે તારી લાગણીની ભીનાશના સ્પંદનો મે મારા દિલના એક ખૂણામાં અકબંધ રાખ્યા છે. તારે જવું હતું તો તું મારી પાસે શા માટે આવી? મતલબ તારા દિલમાં હજી પણ મારા સ્પંદનો સળવળે છે. તારી મૌનથી છલકાતી આંખોને વાંચી શકું છું.

છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ?

શું ફક્ત શબ્દોથી સબંધ મૃત્યુ પામે છે? તને પામવું મારી દુનિયાની શ્રેષ્ઠ ક્ષણ હતી. તારી સાથે હું ખરા અર્થમાં જીવતો હતો. અને તું!!! બે શબ્દ બોલી મારી લાગણીના સ્પંદનો મને પાછા આપી ગઈ??? પ્રિયે, પ્રેમ પૂછીને નથી થતો, તેમ જ પ્રેમ શબ્દોથી નથી મરતો. પણ વ્યર્થ છે હવે તને મનાવવી. તું ક્યાં સમજે તેમ છો! તારી વગર જિંદગી જીવવાનો હવે કોઈ મતલબ નથી. મારી જિંદગીના બધા જ રંગો તારી હાજરીમાં છે. શું મારો અંત હવે નજીક છે? મારો શ્વાસ રુંધાય છે હવે. શું હવે ઈશ્વરને શરણ થવાનો સમય આવી ગયો છે?

ચેતના રાઠોડ ગોહેલ”ઝાકળ”
ભાવનગર

કોઈ ઉછીની ઊંઘ નો મોહતાજ છું હવે,
લાગે છે સ્હેજ આંખ ને જાગી જવાય છે!

મેં લખેલો દઈ ગયા, પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

ઉપરોકત પંક્તિમાં કવિશ્રી કહેવા માંગે છે કે પ્રેમી જોડે થયેલાં ઝઘડા પછી વધી ગયેલી વાતોને રાત્રે એની યાદોમાં સૂવાની તૈયારી કરે છે પણ દિલ તૂટ્યા પછી એની યાદમાં ઉંધ નાં આવતાં આ ઉંધ એમની થઈ ગઈ છે એવું લાગે છે. જે એમને અડધી રાત્રે પણ જગાવી જાય છે. પ્રેમમાં દિલ તૂટ્યા પછી આવું થતું હોય છે.
બીજી પંકિતમાં કવિશ્રી પ્રેમ કર્યા પછી એમની માટે લખેલા પ્રેમપત્રો ની વાત કરે છે જે પ્રેમ તૂટ્યા પછી જ્યારે મળીને એમની પ્રેમિકાએ લખેલાં પ્રેમપત્રો એમની પાસેથી લઈ ગયા અને પ્રેમિકા માટે લખેલાં પ્રેમપત્રો આપી ગયા.પણ કવિશ્રી ને હજું પણ વિશ્વાસ થતો નથી કે અહીં એમનો પ્રેમ પૂરો થઈ ગયો છે.એટલે જ આગળ કહે છે કે આ સંબંધ અહીં પૂરો સમજવો કે પ્રેમ હજું એવો જ છે માત્ર પ્રેમપત્રો જ બદલાવી ગયા છો.

ટેલર કૃણાલ શાંતિલાલ#kt
સુરત

કોઈની ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે,
લાગે છે સ્હેજ આંખને જાગી જવાય છે!

ભાવોના કવિ સૈફ પાલનપુરીની રચનાઓમાં શબ્દ કારીગરી જોવા મળે છે .ઉપરની પંક્તિમાં એક પ્રેમમાં સમર્પિત પ્રેમીની લાગણીઓનું વર્ણન છે.તેની પ્રેમ પીડા તેને નિંદ્રાધીન થવામાં વિક્ષેપ લાવી રહી છે અને પીડાનો અનુભવ તેને અનંત ઉજાગર આપી રહ્યો છે.

“મેં લખેલો દઈ ગયા,પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.”

આ પંક્તિઓમાં એક પ્રેમી અને પ્રેમિકા વચ્ચે થયેલી તકરાર અને ફરિયાદ છે,છતાં પ્રેમની લાગણી તો છે જ.એક બીજાના પત્રવ્યવહાર ચાલુ છે.બાહ્ય રીતે દેખાડવામાં આવતો તિરસ્કાર ભીતરના સ્નેહને છુપાવી ના શકે.

“છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગલાચરણનો અર્થ?

પ્રીતમાં કરુણતા એ જ કે બંને વચ્ચે કોઈ વિચારોનો મતભેદ થાય અને તેનો ઉકેલ ના આવે.અહીં પણ પ્રેમી પ્રેમિકાને મનાવવાના પ્રયાસો કરે છે તે પણ નિષફળ નીવડે છે.તેની વિનંતી કરવા છતાં પ્રેમિકાને તેની ક્ષમા પણ સ્વીકાર નથી અને તૂટતા સંબંધોની દોર ક્યાં સુધી પ્રેમી જાળવી શકે?તે હવે હતાશ બની ગયો છે.

પ્રેમની ઉત્કૃષ્ટ રચના પાલનપુરીજી શબ્દોમાં ઢાળી છે .

નમ્રતા જોશી ઓઝા
‘સુરભિ’
અમદાવાદ

કોઈની ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે,
લાગે છે સ્હેજ આંખને જાગી જવાય છે!

પ્રેમીનાં વિરહમાં તેની યાદ આંખોમાં ઉજાગરાનું અંજન આંજી દે છે. તરસતી આંખો સતત ચાતકની પેઠે પ્રેયસીની રાહ તાક્યા કરે છે.આવી પરિસ્થિતિમાં ઊંઘ ક્યાંથી આવે ? એટલે કવિ શ્રી સૈફ પાલનપુરી કહે છે કે કોઈની ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે .જરાક આંખ લાગે ન લાગે ત્યાં એ આવવાનાં ભણકારા થાય એટલે જાગી જવાય છે.

“મેં લખેલો દઈ ગયા,પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.”

આ પંક્તિઓમાં કવિ કહે છે કે તેમનાં પ્રેમ સંબંધમાં કોઈ કારણસર પડેલી તિરાડને કારણે મેં લખેલો પ્રેમપત્ર એ દઈ ગયા અને પોતે લખેલો લઈ ગયા . અગર સંબંધ પૂરો જ થઈ ગયો હોય તો એ પત્ર ફાડી નાખે પરત કરવા ન આવે.હ્રદયની સુકી થઈ ગયેલી ધરા હેઠળ હજી યે ઉંડે ઉંડે ક્યાંક પ્રેમનું પાવક ઝરણું વહી રહ્યું છે .જેને કારણે આ સંબંધ હજી ટકી રહ્યો છે એમ લાગે છે.

“છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગલાચરણનો અર્થ?

પ્રેમ સંબંધમાં એકબીજા પ્રત્યે પ્રેમ સાથે વિશ્વાસ,સ્નેહ,સમજણ અને સમર્પણનો ભાવ હોવો ખુબ જરૂરી છે. જે તેમનાં સંબંધને જાળવી રાખે છે. કવિ કહે છે આ સંબંધ ને ટકાવવા નાં સઘળા પ્રયાસો નિષ્ફળ ગયા.જે ખૂબ સુંદર, મંગળ પ્રેમનો ભાવ હતો એ પણ ક્યાંય ખોવાઈ ગયો. બધું ખતમ થઈ ગયું.

ભારતી વડેરા
મુંબઈ

**કોઈ ઉછીની ઊંઘ નો મોહતાજ છું હવે,
લાગે છે સ્હેજ આંખ ને જાગી જવાય છે!

મેં લખેલો દઈ ગયા, પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

છેવટ નો અંત આવી ગયો સૌ પ્રયાસ નો,
મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ?

  • ‘સૈફ’ પાલનપુરી**
    ➖➖➖➖➖➖➖➖➖

શાયર, ગઝલકાર સૈફ પાલનપુરીની આ રચના પ્રેમિકા સાથેનાં સંબંધોમાં આવેલાં બ્રેક અપની વાતને દર્શાવે છે.

પ્રેમિકા સાથે બ્રેક અપ થતાં કવિની ઊંઘ હરામ થઈ જાય છે. કોઈ ઉછીની આપે તો જ ઊંઘ આવે એટલાં વિહ્વળ અને પરાધીન બની ગયાં છે કવિ. ઉછીની ઊંઘમાં પણ તરત જ જાગી જાય છે એટલી હદે કવિને પ્રેમિકા તરફથી મળેલી બેવફાઈ કનડે છે.

પ્રેમિકા કવિને એમનાં લખેલાં પ્રેમપત્રો આપી જાય છે અને પોતે લખેલાં પાછા લઈ જાય છે, એમાં પણ પ્રેમિકા સાથે એટલો તો લેવાદેવાનો સંબંધ છે એમ મન મનાવી કવિ ખુશ રહેવા મથે છે !

પ્રેમને ભૂલવા માટે કવિ અથાગ પ્રયાસ કરવા છતાં ભૂલી શકતાં નથી. છેવટે કવિને લાગે છે કે એમની સૌથી નજીક હોય તો તે એમની પ્રેમિકા જ છે, કેમકે સવારે ઠાકોરજીનાં સૌપ્રથમ મંગળાનાં દર્શન મંગળાચરણ ગાઈને કરવામાં આવે છે, એમ કવિની સવાર પણ પ્રેમિકાને યાદ કરતાંની સાથે જ થાય છે. પ્રેમિકાને ભૂલવાના બધા પ્રયાસોનો અંત આવી ગયો એવું કવિને લાગે છે.

“નિજ” ડો. વિરેન્દ્ર ડોલાસિયા રાજકોટ.

કોઈની ઉછીની ઉંઘનો મોહતાજ છું,હવે.
મળે છે સહેજ આંખને જાગી જવાય છે.

કવિ સૈફ પાલનપુરી ગાળાડુંબ પ્રેમ માં પાગલ પ્રેમીની વ્યથા વર્ણવતા પ્રેમની સાચી પરિભાષા શીખવી જાય છે.દિવસ રાત પોતાના પ્રિય પાત્ર નું રટણ રાત્રે પણ નિંદ્રામાં આવી જગાવે છે એટલુ જ નહિ,સહેજ આંખો ઘેરાય,આંખ મળે ન મળે ને વળી પાછી એજ યાદ અને જાગી જવાય છે.ઉંઘ પણ નસીબ નથી,હા એ આવે તો પ્રેમની આ પીડા કાયમ ને માટે શાંત થઈ જશે અને એની પાસેથી થોડીક ઉંઘ ઉછીંની મળી જશેની કલ્પના કવિના હદયને આશ્વાસન આપે છે.

મેં લખેલો પત્ર દઈ ગયા,પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે પછી એ પત્ર બદલાવી ગયા.

આ પંક્તિઓમાં બે પ્રેમી પાત્રો વચ્ચે થયેલા પ્રેમ પત્રોની આપ-લે અને ગાઢ સંબંધની વચ્ચે બેઉ ની વચ્ચે થયેલ અણબનાવ કે ઝગડામાં પ્રેયસી પોતાનો પત્ર પાછો લઈ જાય છે,અને પોતાને મળેલો પત્ર આપી જાય છે.અહીં કવિને શ્રધ્ધા છે કે ભલે પત્રો બદલાઈ ગયા પણ સંબંધો અકબંધ છે,એ ક્યારેય નહી બદલાય.

છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસ નો,
મારી નજીક એજ છે મંગળાચરણનો અર્થ?

કવિ સૈફ પાલનપુરી સાચા પ્રેમને પામવાના પ્રયત્નો અને એમાં મળેલી નિષ્ફળતાની દુ:ખદ વાત કરે છે.એ પોતાની પ્રિયતમા ને ઉદ્દેશી ને કહે છે કે “પ્રિયે,તને પામવાના મારા શમણાં હવે ચકનાચૂર થવા જઈ રહ્યા છે,થાકીને હારી ગયો છું.પ્રયત્નો માં કઈ કમી નહોતી.બની શકે ઈશ્વરને કડાચ મંજુર નહી હોય,મારી તને મેળવવાની તમામ મહેચ્છાઓ મારા શુભ ચિંતક પરમાત્માના ચરણોમાં સમર્પિત કરુ છું,કાશ..!ફળી જાય!”

જગદીશકુમાર ડામોર
મહિસાગર

કોઈની ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે,લાગે છે સ્હેજ આંખને જાગી જવાય છે!

મુશાયરા માટે અગ્રેસર તરીકે ઓળખાતા સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા ઉર્ફે ‘સૈફ પાલનપુરી” ઓળખાય છે.

આ પણ વાંચો:-  બિહારથી ગુજરાતમાં બાળમજૂરો લાવવામાં આવતા, CID ક્રાઇમે ઓપરેશન પાર પાડી 32 બાળકોને છોડાવ્યાં

ઉપરોક્ત પંકિતમાં પ્રેમની લાગણીનું વર્ણન કરતા કહે છે પ્રેમિકા અને તેમની વચ્ચે કોઈક કારણસર તકરાર થઈ છે .પ્રેમમાં પડેલી ભંગાણને લીધે તેમની ઊંઘ એ કોઈ બીજાની મોહતાજ બની ગઈ છે.કંઈ પણ યાદ આવતા તેમની આંખોની ઊંઘ વેરણ બની ગઈ છે.

“મેં લખેલો દઈ ગયા,પોતે લખેલો લઈ ગયા,છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.”

ઉપરોક્ત પંક્તિઓમાં એક પ્રેમી અને પ્રેમિકા વચ્ચે થયેલા ઝઘડાને લીધે પ્રેમિકા તેમની પાસે આવે છે અને પ્રિયતમાને લખેલા પત્ર આપી ગયા અને પોતે લખેલા પત્ર લઈ ગયા.પત્રની સાથે સાથે જે સંબંધ હતો તે પણ આજથી બદલાય ગયો.

“છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,મારી નજીક એ જ છે મંગલાચરણનો અર્થ?

પ્રેમી અને પ્રિયતમા વચ્ચે કોઈ મતભેદ થતા તેમની વચ્ચે લાગણી દુભાય છે.પ્રેમમાં એકબીજાને સમજાવવાનો પ્રયાસ કરે છે.છેવટે સમજાવવાથી પ્રેમિકા માની