અંગત ડાયરી ના આસ્વાદ ની રમઝટ

<a href="https://news4gujarati.com/tag/gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati">Gujarati</a> News, News in <a href="https://news4gujarati.com/tag/gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati">Gujarati</a> – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

મારા વહાલા મિત્રો,

આજે અંગત ડાયરી ના પ્રણેતા બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ ,પ્રણય કાવ્યના મહારથી પારુલ અમિત “પંખુડી” ની ભાવુકતા પ્રગટાવતી પંક્તિઓનું આસ્વાદ લેખન હૃદયને ભીનાશ અર્પણ કરતું ગયું.યૌવન થી માંડીને વૃદ્ધાઅવસ્થાના તબક્કા દરમિયાન પરીવર્તન આપણે મહેસૂસ કરીયે છીએ.તન ભલે જીવનના તબક્કા પ્રમાણે અલગ અલગ અનુભવ કરે પણ મન પોતાની ચંચળતાથી વિમુખ કયારેય થતું નથી.અહીં કવયિત્રી સુવર્ણકાળ અને સંધ્યાકાળ બંનેને પોતાના અરીસામાં જોઈ વિહ્વળતા અનુભવે છે.સોનેરી સમયને પોતાના મન મસ્તિષ્ક માં રમતો મૂકીને ભવ્ય ભૂતકાળમાં સરી પડતી કવિયત્રી “પંખુડી” કાવ્યપંક્તિઓને મોકળાશ ભર્યા મને પ્રસ્તુત કરતા સહેજ પણ ખચકાતી નથી ને સત્યને સ્વીકાર કરે છે.

આસ્વાદ લેખનમાં ભાગ લેનાર તમામ સુજ્ઞજનોને તેમજ એમના ઉચ્ચ વિચારોને મારા ભાવભીના પ્રણામ..

સાહિત્ય સફર માં અંગત ડાયરી ઉચ્ચ શિખર શોભે એ જ અભિલાષા..

આપનો સહૃદયી
જયેશ કેલર

યાદ આવે છે એ જ્યારે હસતી.

રહી હતી હું એ દરેક યુવાન પર.

કેવી હતી ગઇકાલ ને હશે આવતીકાલ,

એક વૃદ્ધ,દયામય ને યાતનાગ્રસ્ત જીવન.

એકલું અટવાયું મારું વૃદ્ધત્વ ને હું,

યાદ કરું છું એ નીખારને અરીસો.

જેનું અભિમાન હતું એજ ઓસરી ગયું,

યાદ છે તારું મારા પર મરવું ને તારા પર હસવું.

       ઉપરોક્ત પંક્તિઓમાં ગઝલકાર ” પંખૂડી” પોતાના યુવાની ના દિવસોનાં મીઠા સંસ્મરણો વાગોળતા પોતાના સૌંદર્ય ની સાથે તેના મીઠા મધુરાં હાસ્યને યાદ કરે છે.યુવાની ભર જોબને છલકાય છે .અને વળી તેમાં પણ કોલેજના એ દિવસો …..જ્યારે તે કોલેજમાં હતી એ દિવસોમાં તેના એક ચેહરાના એક દીદાર માટે યુવાનો કોલેજના દરવાજે લાંબી કતાર લગાવી ઉભા રહેતા. તેમાંના ઘણા એવા હતા કે જેની સાથે મારે કોઈ મેળ ખાય તેમ ન હતો છતાં મારા એક હાસ્ય થી તેઓ ઘાયલ થઈ જતાં. એ મીઠા સંભારણા આજે યાદ આવી ગયા છે.

       બીજા શેરમાં ગઝલકાર મીઠા સંભારણા ને યાદ કરતા ભૂતકાળના એ દિવસો કેવા મધુર હતા તે યાદ કરતા સાથે આવનારાં દિવસોમાં ખોવાઈ જાય છે.ઈશ્વરે આપેલું આ સૌન્દર્ય કાયમ રહેતું નથી.તેમજ બધા દિવસો સરખા હોતા નથી.ઉંમરની સાથે શરીર પણ ધીરે ધીરે પોતાનું નિખાર ઓછું કરતું જાય છે.વળી યુવાનીમાં જે કાર્ય ઉત્સાહ અને આનંદ થી કરતા તે વૃદ્ધાવસ્થામાં કરી શકાતું નથી.વળી જીવનનો આ એક પડાવ ઘણો કઠિન હોય છે.લોકો આપણને દયામય રીતે જોતાં હોય છે.અને તે અવસ્થા વિવધ યાતનાઓથી ટળવળતી હોય છે.

       ત્રીજા શેરમાં ગઝલકાર જીવનના અંતિમ પડાવમાં આવી પહોંચ્યા છે.વૃદ્ધાવસ્થા એક આનંદની સાથે અનેક યાતનાઓ લઈને આવે છે.સમાજ તેને આદર અને સન્માન સાથે નિહાળે છે.પણ તેની યાતના તો જેણે ભોગવી હોય તેજ જાણે!…..એકલું અટવાયું જીવન જીવવું…તમામ શોખ પર પ્રતિબંધ…આવવા જવા નું ઓછું… ખાવાનું આપે તેજ ખાવાનું ….બધા ફરવા જાય … અને આપણે ઘરે રહેવાનું..એક માત્ર સાથ આપનારું ..હું અને મારું વૃદ્ધત્વ..ભૂતકાળમાં ડોકિયું કરતા યાદ આવે છે પોતાનું એ મનમોહક સ્મિત અને સૌન્દર્ય…! યુવાનીના એ દીવસોમાં અરીસા સામે  તૈયાર થતાં કલાકો નીકળી જતા.અને આજે વૃદ્ધાવસ્થામાં ચહેરા પરની કરચલીઓ જાણે  ખાવાં દોડી આવતી હોય તેમ લાગે છે.

       ચોથા શેરમાં ગઝલકાર પંખૂદિ જીવનના એ કડવા સત્યને ઉજાગર કરતા જણાવે છે કે માણસે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ.પછી તે રૂપિયા,પૈસા,હોદ્દો,કે શરીર સૌન્દર્ય કેમ ના હોય.સમય ને બદલતા કે પલટાતા જરા પણ વાર લાગતી નથી.ક્યારે પણ કોઈની મજાક ઉડાવી ન જોઈએ.કોણ જાણે કાલે આપણાં ઉપર જ તે આવી પડે ?…..નાયિકાને પોતાના સૌન્દર્યનું જે અભિમાન હતું તે આ વૃદ્ધાવસ્થામાં ઓગળી જાય છે.જે લોકો તેના એક હાસ્ય માટે પડાપડી કરતા હતા તે આજે પોતાનું મુખ ફેરવી રહ્યા છે.અને આજે એ દિવસો યાદ આવી રહ્યા છે જ્યારે તમે મારા પર મરી રહ્યા હતા અને હું તમારા પર હસતી હતી.

અતુલ ડામોર” ધૈર્ય”

કેવી હતી ગઈકાલ ને હશે આવતી કાલ,

એક વૃદ્ધ, દયામય ને યાતનાગ્રસ્ત જીવન.

એકલું અટકવાયું મારુ વૃદ્ધત્વ ને હું,

યાદ કરું છું એ નિખાર ને એ અરીસો.

જેનું અભિમાન હતું એજ ઓસરી ગયું,

યાદ છે તારું મારા પર મરવું ને તારા પર હસવું.

        – પારૂલ અમિત “પંખુડી”

           પ્રથમ પંક્તિમાં કવિયત્રી કહે છે કે હું ઉંમરના અંતિમ પડાવ પર ઊભી રહીને વિચારું છું કે મારી એ વીતી ગયેલી કાલ કેવી હતી.. શું ભવ્ય મારો ભૂતકાળ હતો! ને હવે આવનારી કાલ કેવી હશે? શું વૃદ્ધત્વને વશ થઇ, યાતનાઓથી ગ્રસ્ત થઇને દયાના પાત્ર બનીને મારે શેષ જીવન વીતાવવું પડશે?

         દ્વિતીય પંક્તિમાં “પંખુડી” કહે છે કે આજે વૃદ્ધત્વના પર્યાય સમી એક્લતાને ઓઢીને બેઠેલી હું મમળાવી રહી છું મારા યૌવનના સ્મરણો.. રોજેરોજ નિખાર પામતો એ ચહેરો હજી યાદોમાં અકબંધ છે.. અને સાથે યાદ કરૂં છું એ ચહેરો બતાવતો અરીસો.. પણ અત્યારે ક્યાં એ અરીસો કે એ ચહેરો!!

          તૃતીય પંક્તિ માં કવયિત્રી કહે છે કે હું ભર્યાભાદર્યા રૂપ ને યૌવનનો જે અહંકાર આંખોમાં આંજીને ફરતી હતી એ તો સમયની થપાટો સાથે ક્યાંય ઓસરી ગયો.. બસ હવે તો યાદ છે માત્ર તારા ને મારા શાશ્વત પ્રેમની ક્ષણો.. તારું મારા પર ફના થવું અને મારું તારી એ દીવાનગી પર હસવું.. બસ હવે તો એટલું જ  યાદ છે..

હેતલ મકવાણા “હેતદીપ”   નડિયાદ.

☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆

આ પણ વાંચો:-  અંગત ડાયરી ના આસ્વાદ ના તારલાઓ.....

યાદ આવે છે એ જ્યારે  હસતી.

રહી હતી હું એ દરેક યુવાન પર.

કેવી હતી ગઈકાલ ને હશે આવતી કાલ,

એક વૃદ્ધ, દયામય ને યાતનાગ્રસ્ત જીવન.

એકલું અટકવાયું મારુ વૃદ્ધત્વ ને હું,

યાદ કરું છું એ નિખાર ને એ અરીસો.

—પારુલ અમિત ‘પંખુડી’

યૌવન એટલે જીવનનો સુવર્ણકાળ, એક અલ્લડ પણું , પોતાની જ મસ્તીમાં જીવવાનું ટાણું. કવિયત્રી પંખુડીજી કહે છે કે તેમની યુવાનીમાં તેમની સૌંદર્ય પ્રતિભાથી આકર્ષાઈને કેટલાય યુવાનો તેમની પાછળ દેવદાસ થઈને ફરતાં પણ એ તો પોતાની જ મોજમાં એ યુવાનોની દિવાનગીને હસી નાખી મુક્ત ગગનનું પંખી બની વિહરતી.

કવિયત્રીને જીવનનાં સંધ્યાકાળે વિતેલાં સમયની સુંદર પળો ઘેરી વળે છે જ્યારે તેમનું જીવન તેમની મરજીનું માલિક હતું પણ એ સુવર્ણકાળ અવિનાશી નથી. હવે વૃદ્ધાવસ્થા સમયે શરીર સાથ નહીં આપે, રોગો ઘેરી વળશે અને બીજાની દયા પર જીવવું પડશે. શારિરીક અને માનસિક યાતનાઓ ભોગવવી પડશે.

કવિયત્રી કહે છે કે યૌવનનાં મદમાં હું આયનામાં મારું  નિખરેલું રુપ જોઈને મોહી પડતી અને આયનાને પૂછતી કે મારા જેવું કોઈ સુંદર છે ખરું અને આયનો પણ મને જોઈને હસી ઉઠતો. ત્યારે મારા રુપ સૌંદર્યનાં હજારો દિવાના મારી આગળ પાછળ ફરતા હતા અને આજે વૃધ્ધાવસ્થામાં રુપ , સૌદર્ય બધું ચાલ્યું ગયું છે ત્યારે પડછાયો પણ સાથ છોડી ગયો છે.

ભારતી વડેરા  મુંબઈ

☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆

કેવી હતી ગઈકાલ ને હશે આવતી કાલ,

એક વૃદ્ધ, દયામય ને યાતનાગ્રસ્ત જીવન.

એકલું અટકવાયું મારુ વૃદ્ધત્વ ને હું,

યાદ કરું છું એ નિખાર ને એ અરીસો.

જેનું અભિમાન હતું એજ ઓસરી ગયું,

યાદ છે તારું મારા પર મરવું ને તારા પર હસવું.

        – પારૂલ અમિત “પંખુડી”

          ઉપરોક્ત પંક્તિઓમાં કવિ પારૂલ ‘પંખુડી’ જીવનના વીતેલા સમયની યાદો વાગોળે છે.દરેકના જીવનના જે સ્તર છે તે વધતી ઉંમર સાથે કેવા બદલાય છે તે ખુબજ સરસ રીતે વર્ણન કરે છે.જવાનીમાં આપણે કોઈના પર નિર્ભર હોતા નથી,અને જવાનીના જોશને આપણે ક્યારેક સમજીને તો ક્યારેક સામેનાને સમજ્યા વીના જ લઈ એ છીએ.પણ જ્યારે આપણે વૃધ્ધત્વમાં પ્રવેશ કરી જઈએ છીએ ત્યારે જીવન દયનીય બની જાય છે, ક્યારેક તો જીવન આપણને યાતના,દુઃખોથી ભરેલું  લાગે છે.

      અને જ્યારે આપણે વૃદ્ધ બની એક ઓરડામાં ની સહાય,બીજાને આશરે જીવતા હોઈએ ત્યારે આપણે આપણી જવાની અને તેની ચંચળતા,લટકા મટકા,અરીસાની સામે જોઈ જોઈને તૈયાર થયેલી તે વાતો યાદ આવે છે.કે જ્યારે આપણે જવાનીના જોશમાં કોઈને ગાઠતાં ન હતાં, અને અભિમાન કરતાં ફરતા હતાં.

        કવિ જવાનીની એક એવી વાત યાદ કરે છે કે જ્યારે તેમની જવાની ની બોલ બાલા હતી અને કોઈ તેમની અદાઓ પર વારી જતા હતા ત્યારે તેઓ તેને હાસ્યાસ્પદમાં  ખપાવી દેતા હતા,કોઈ તેમનો પ્રેમ પામવાને હોઠ માલકાવતા હતા અને તે હસી કાઢતાં હતા.

      આમ કવિ જીવનની જવાની અને તેના બનાવો વૃદ્ધાવસ્થામાં યાદો કરી રહયા છે.