માઈક્રોફિક્શન અને ટૂંકી વાર્તા
શીર્ષક-પુરસ્કાર

- Advertisement -

બોસના કહ્યા પ્રમાણે હંમેશા કામ કરતાં પરિશ્રમની કંપનીમાં એન્યુઅલ ફંકશન હતું.જેમાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કાર્ય કરતાં કર્મચારીને સન્માની તેને શ્રેષ્ઠ કર્મચારીનો પુરસ્કાર આપવાના હતાં. જ્યારે પુરસ્કાર મેળવનાર શ્રેષ્ઠ કર્મચારી તરીકે બોસની આગળ પાછળ ફરનાર મધુકર નું નામ જાહેર થયું,તે સાંભળી સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં.
પરિશ્રમને આશ્વાસન આપી તેના અન્ય સહકાર મિત્રો ભોજન ગ્રહણ કરી છુટા પડ્યા.

હેતલ પટેલ

નંબર – ૨

શીષૅક. : પૂરપ્રકોપ

વરસાદની મોસમ આવી રઘુ અને તેની પત્ની રામી અતિઆનંદિત બની ખેતરે જઈ પાક વાવવા માટે જમીન તૈયાર કરે છે,બન્નેએ સખત મહેનત કરી બીજ વાવ્યા અને ચાર મહિના પછી કરેલી મહેનત રંગ લાવે છે,પાક ખેતરમાં પાકીને ઘરે લાવવા સમય આવે છે,પતિ પત્ની ફુલ્યાસમાતા નથી.
પણ “ભાદરવો ભરપૂર” એ કહેવતે વરસાદ વરસવાનો ચાલુ થાય છે અને સતત પાંચ દિવસ વરસાદ પડે છે,બધે પાણી જ પાણી.રઘુ અને રામી વીસેક દિવસ પાછી ખેતરે જાય છે અને આ શેઢા થી સામેના શેઢા સુધી નજર કરે છે….!!!અને ફસડાઈ પડે છે.

નગીનભાઈ મકવાણા ‘નરમ’-બોદાલ

નંબર – ૩

શીર્ષક: સુચના.

“સાયેબ આ લાલ પેનથી હું લયખું છે?”

“તને વાંચતા આવડે છે કે નથી આવડતું?”

“આવડે છે ને સાયેબ પણ તમે લખેલું ઉકલતું જ નથી?”

“માંકણ ને આંખો ફૂટી એમ? એક મિનિટ! મેઘા બેટા અહીં આવ તો! પેલ્લો નંબર લાવે છે આ છોકરી. છેલ્લી પાટલીવાળા, તને આ છોકરી વાંચી બતાવશે.”

“હાં સાહેબ, હું વાંચી જોઉં. લાવજે રોહિત. વં.. ચા… પ્..આ.. મને પણ તમારા અક્ષરો વ્યવસ્થિત નથી દેખાતા. કદાચ એટલે જ રોહિત પણ વાંચી શકતો નથી.” મેઘાના આ જવાબથી સાહેબનો પિત્તો સાતમાં આસમાને પહોંચી ગયો.

” અરે! સાવ ડફોર છો બંને જણા. જાઓ જગ્યાએ બેસો.”

“વંચાય એવા અક્ષરે વ્યવસ્થિત લખાણ લખો.”  રોહિતની નોટમાં પોતે લખેલી આ સૂચના, પોતાના માટે લાગુ ન પડી જાય એ હેતુથી સાહેબે એ વાક્યને શરમના માર્યા કરેકશન પેન નીચે સંતાડી દીધું.

ભાવના.’વલસાડી વાદળ’

(3)
શીર્ષક : સંસ્કાર

“અલ્યા શામજી! શું હાલ ચાલ છે દોસ્ત? કોરોનાએ તો આપણો રવિવાર પણ છીનવી લીધો. આખો દિવસ ઘરમાં બેઠા બેઠા મગજ ખરાબ થઈ ગયો.” વેલજી શામજીને ત્રણ મહિના પછી મળ્યો, ને મળતા જ શામજીને ભેટી પડ્યો.

“અરે વેલજી કાકા તમે! આવો આવો! આજ તો પપ્પાની ખુશી ડબલ થઈ જશે. સાચું ને પપ્પા? અને હા વેલજી કાકા તમારી તબિયતનું ધ્યાન રાખો છો ને! જો જો બહુ બહાર ના નીકળતા હજી. વેલજી કાકા તમને ખબર છે….. આજ મેં તમારા ફેવરિટ દાળવડા બનાવ્યા છે. તમે નિરાંતે વાતો કરો. હું હમણાં જ ચા- નાસ્તો લઈ આવું” પ્રિયલ રામજીની દીકરાની વહુ… બધાની લાડલી… નામ એવા જ ગુણ હતાં.

“શામજી એક વાત કહું તને? તે તારી વહુને બહુ છૂટ આપી છે. વહુ હમેંશા સાડીમાં જ શોભે. અને તારી વહુને વડીલોની કોઈ મર્યાદા જ નથી. બધા સાથે વાતો કરવા બેસી જાય. મને તો ઠીક ના લાગે” વેલજીએ મોઢું બગાડતાં કહ્યું.

“વેલજી કાકા…. ચલો ગરમા-ગરમ દાળવડા ને નાસ્તો તૈયાર છે.” પ્રિયલ કેટલી ખુશ હતી!

“પ્રિયલ દિકરા… આવ અહીં બેસ મારી પાસે. ચાલ અમારી સાથે તું પણ દાળવડાની મજા લે. તને પણ બહુ ભાવે છે ને!”

“વેલજી , પ્રિયલ મારી વહુ નથી. દીકરી છે. શું થઈ ગયું જો એ સાડી ના પહેરે તો? સંસ્કારી છે મારી દીકરી. અમારું બહુ જ ધ્યાન રાખે છે. સંસ્કાર દેખાવ કે પહેરવેશથી નક્કી નથી થતા. સંસ્કાર લાગણી અને વાણીથી નક્કી થાય છે.”

“તું તારા સંસ્કાર રાખ તારી પાસે. મને તો ના પરવડે.” આટલું બોલી વેલજી મોં મચકોડી ત્યાંથી ઊભો થઈ ગયો.

થોડા દિવસ પછી શામજી, વેલજીને મનાવવા તેના ઘરે ગયો. પણ થોડે દૂર થી જ તેના ઘરના સંસ્કાર ઘૂંઘટમાં પણ છતા થઈ ગયા. શામજીને જોતા જ વેલજીએ બે હાથ જોડી માફી માંગી.

ચેતના રાઠોડ ગોહેલ”ઝાકળ”
ભાવનગર

ગીત ગઝલ

શિર્ષક : હજ છે

સાવ ભૂલી જાવું તારે મન સહજ છે,
રોજ રહેવું યાદમાં મારી સમજ છે.

છે શું કાશીને શું આ મક્કા મદીના?
બસ, સફર તારી ગલીની મારી હજ છે.

ચાંદની આપે દિલાસો રાતે નભને,
ક્યાંક ભીની પાંપણો વચ્ચે સૂરજ છે

આ પણ વાંચો:-  પાસા એક્ટ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મહત્વપૂર્ણ નિવેદન

છે અધિરો શબ્દ પણ એ ચુમવાને,
હોઠ પર તારી જે વાસંતી તરજ છે.

સ્પર્શ તારો પામવા માથે ચડાવી,
તવ ચરણની કંકુવરણી લાલ રજ છે..

શૈલેષ પંડ્યા…નિશેષ
(2)

અમે તાે આ લાગણીને જાે ગઝલમાં ઢાળી છે
ત્યાર પછી જેા આખી જાતને અમે બાળી છે

અમારૂ દુ:ખ દદૅ કાશ તમને નહી સમજાય
જુઓ આખી રાત અમે વેદનામાં ગાળી છે

આ ઇચ્છાઓ તાે રાેજ રાેજ જન્મે છે ને મરે છે
આમ ઇચ્છાઓને પણ અમે ક્યાં પંપાળી છે

હવે આ જિંદગીમાં હાર જીતનાે રંજ નથી
એટલે જિંદગીની બાજી ખુદ સંભાળી છે

કે જે કહેશે એ તાે અમ ગઝલ જ કહેશે
તે પછી અમે લાગણીને ક્યાં પાછી વાળી છે

કવિ જાન .
(૩)

શીર્ષક-ઘર

આ ઘર,
ઘરની વસ્તુઓ,
અરે! ઘરનો એક-એક ખૂણો ,
તારો પણ એને લાગણીથી
સજાવવાની !
જવાબદારી મારી.

આ ઘર,
ઘરના લોકો,સંબંધો
બધાંજ તારા પણ ,
એને પ્રેમથી સાચવવાની
જવાબદારી મારી.

અરે! હદ તો ત્યારે થઈ !
જયારે મારી જાત પર ,
અધિકાર તારો,
પણ એને સજાવીને ,
શો પીસ બનાવવાની,
જવાબદારી મારી.

બસ! બહુ થયું,
હવે મારો સવાલ ,
જો હું ન હોત તો ?
આ મકાન ઘર હોત?

પારુલ ગોહેલ
અમદાવાદ

  • લેખ અને આસ્વાદ*

(1)
આસ્વાદ માટેની પંક્તિઓ

મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે,
જગતના લોકનું ડહાપણ અને દીવાનગી મારી.

આ દુનિયા માનો તેટલી ક્યાં સહેલી છે! ડગલે ને પગલે જિંદગી પરિક્ષા લેતી જ રહે છે. હું તો મારી આવનારી ખુશીના સપના જોવા લાગ્યો, પણ જિંદગી એટલી સરળ નથી. મને બરબાદ કરવામાં આ દુનિયા ક્યાં પાછળ છે! બીજાની ખુશી છીનવી તેને બરબાદ કરતા લોકો મારી આજુબાજુ જ છે. દીવાનગીની હદમાં હું આંધળો જ થઈ ગયો. બસ હું અને મારી દીવાનગી. ચાલતા જ ગયા. ક્યાં ખબ હતી કે મારી મંજિલ મારી બરબાદી છે!!

સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો,
હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

ખબર હતી મને કે હું વિશાળ પાણીના વહેણમાં ડૂબી જ જઈશ. ક્યાં કદી તરતા શીખ્યું છે મેં! સિકંદર તો નાદાન હતો. દુનિયાથી બેખબર હતો. એટલે જીતની રાહ ઉપર દોડી પડ્યો, પણ હું તો સમજદાર હોવા છતાં વિશાળ સમુદ્રના ઉછળતા મોજાની સાથે કૂદી પડ્યો. થોડે સુધી તો પાણીએ પણ મને સાથ આપ્યો, પણ મધદરિયે પહોંચતા જ શું થયું! સાથ છૂટી ગયો મારો ધીમી લહેરો સાથે. અને હતા ફક્ત ભયાનક ઘૂઘવાટ કરતા ઉછળતા મોજા.

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.

આ દુનિયામાં જ્યારે મારો શ્વાસ આનંદથી હિલોળા લેતો હતો ત્યારે ખૂબ સતાવ્યો મને એ જિંદગી. મારી દરેક નાનકડી રાહ ઉપર તે કંટકોની ચાદર પાથરી દીધી. મારી ખુશીના દરેક રસ્તા વચ્ચે મોટા પથ્થરો ખડકી દીધા. મારા શ્વાસના અહેસાસને મારાથી છીનવી લીધો તે. મારી દીવાનગીને ઠોકર મારી ફેંકી દીધી એક વેદનાથી લથબથ ખૂણામાં. જ્યાં કારમી ચીસ સાંભળવા માટે હું અને મારું એકાંત બસ બે જ હતા. હવે શ્વાસ લેવાની ક્યાં જગ્યા રહી છે? બસ એક ઉપકાર કરી દે. મારા મર્યા પછી મારી કબર ઉપર ફૂલ ચડાવી મારો મજાક ના બનાવતી. હવે હું જાણી ગયો છું તારા દંભને. મર્યા પછી મને શાંતિથી સુવા તો દેજે!

ચેતના રાઠોડ ગોહેલ”ઝાકળ”
ભાવનગર

(2)

આસ્વાદ માટેની પંક્તિ

મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે, જગતના લોકનું ડહાપણ અને દીવાનગી મારી

ઉપરોક્ત કાવ્યકણિકામાં કવિ શ્રી ‘બેફામ’ સર્જકની વ્યથા વર્ણવે છે. કવિ કહે છે કે મારા જેવા સર્જકની નિષ્ફળતા/ બરબાદી માટે બે પરિબળો સરખાં જવાબદાર છે. સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ પણ ક્ષેત્રમાં, ચીલા બહાર જઈ કૈક નવું વિચારે કે નવું સર્જનાત્મક કરવા ચાહે ત્યારે દુનિયાના કહેવાતાં ડાહ્યા લોકો સ્થાપિત ધોરણોની દુહાઈ દઈ, નિષ્ફળતાનો ડર બતાડી તેમ કરતાં રોકે છે. વળી સર્જકો પોતે પણ ખૂબ ધુની હોય છે. પોતાની વિચારધારાને પાગલની જેમ પ્રેમ કરીને તેમાં ખુવાર થવામાં પાછી પાની કરતાં નથી.

સિકંદર તો હતો નાદાન કે એ જીતવા નીકળ્યો, હું તો પહેલેથી જાણું છું કે આ દુનિયા નથી મારી.

આ સતત પરિવર્તનશીલ જગત ક્યારેય કોઈનું થતું નથી. કવિ કહે છે કે મને ખબર છે કે હું દુનિયાને ક્યારેય મારા ઢાળમાં ઢાળી શકીશ નહીં. સિકંદર આખી દુનિયાને ફતેહ કરવા નીકળ્યો હતો પણ ભારતનાં પ્રવેશદ્વારે જ મેલેરિયાનો શિકાર બન્યો.
અધૂરાં સ્વપ્ને અને ખાલી હાથે જગતમાંથી જ વિદાય થયો. હું એ નાદાન સિકંદર જેવા ભ્રમમાં રાચતો નથી.

આ પણ વાંચો:-  રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં તહેનાત જવાનોનો ઉત્સાહ વધાર્યો અને રાઈફલથી ફાયર પણ કર્યું

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ, કબર પર ફૂલ મુકીને ન કરજો મશ્કરી મારી.

વળી કવિ કહે છે કે મારું ખુદ્દાર જીવન, વિરોધ અને સંઘર્ષો વચ્ચે વીત્યું છે. પોતાની શરતોએ જીવવાની મથામણમાં આખું જીવન ઉપહાસ, તિરસ્કાર અને અપમાનના કાંટાઓથી લોહીલુહાણ થયું છે. જ્યારે ધરતીના ખોળામાં પરમ શાંતિથી સૂતો હોઉં ત્યારે મારી કબર પર લાગણીનાં પુષ્પો મુકવાનો દંભ કરી મને કનડશો નહીં.

કૌમુદી સોની

(2)

પ્રકાર – લેખ
વિષય — આપઘાત એક ઉકેલ કે ખુદની સામે પરાજય

આપઘાત એ આપણને મળેલા અમૂલ્ય માનવ અવતારનો અંત છે.માણસના મન ઉપર કોઈ પરિસ્થિતિ કે ઘટનાના કારણે ડિપ્રેશન સવાર થઈ જાય છે ત્યારે વ્યક્તિની હકારાત્મક વિચારવાની શક્તિ હણાઈ જાય છે, પરિસ્થિતિથી એ નાસીપાસ થઈ જાય છે, જીવન આકરું લાગે છે,જીવન જીવવાની હિંમત હારી જાય છે, એકલતા અનુભવે છે અને આપઘાત કરવા પ્રેરાય છે.
ખરેખર દરેક માણસે પોતાની આદતો કેળવવાની જરૂર છે.સહુની વચ્ચે રહીને એકલા રહેતા શીખવું જોઈએ જેથી ક્યારેક એકલા જીવવાનું આવે તો હિંમત હારી ના જઈએ.એકલા પડવાનું નથી, એકલતાને જીરવતા શીખવાનું છે કારણકે સમય ખરાબ હોય, પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે આપણે આપણી નજીક કોઈને ય અનુભવતા નથી અને એકલા પડી જવાની બળવત્તર લાગણી આપઘાત કરવા પ્રેરે છે.ક્યારેક આપણે આપણી સમસ્યાને પંપાળી પંપાળીને મોટી કરીએ છીએ અને દુઃખી થઈએ છીએ. કોઈને કહી ના શકાય એવી સમસ્યા ડિપ્રેશન લાવે છે.દરેક વ્યક્તિ આગળ અંગત સમસ્યા કહી શકાતી નથી ત્યારે એકલતાને જીરવીને, સમય પસાર કરવાની ખેવના રાખીને, પોતાની નબળાઈઓનો વ્યક્તિએ સામનો કરવો જોઈએ.આપણું નબળું પાસું કયું છે એ જાણીને એને હરાવીશું તો આત્મહત્યા કરવાનો વારો નહીં આવે.
મૃત્યુ તો મળી જશે, જીવન મળવું અઘરું છે.માનું છું કે હારી જવાય એટલું અઘરું જીવન છે, રહસ્યમય છે.આપણને શું પજવી જાય છે એ સમજાતું નથી ત્યારે જિંદગી સાથેની લડતમાં વ્યક્તિ હથિયાર હેઠા મૂકી દે છે અને મૃત્યુને વહાલું કરવાનું મન થાય છે.
આપઘાત એ પલાયનવૃત્તિ છે.પડકારોને ઝીલવાની અક્ષમતા છે.સમસ્યા માનીએ છીએ એટલી વિકરાર હોતી નથી. જીવનમાં આવતી મુશ્કેલીઓ આપણને પાઠ ભણાવી જાય છે.દરેકે પોતાના સુખ અને દુઃખને જીરવતા શીખવું જોઈએ.
જીવનમાં બધું જ આપણી ઈચ્છા કે અપેક્ષા પ્રમાણે નહીં પણ સંજોગો અને લાયકાત પ્રમાણે મળતું હોય છે.બીજાની સતત ઈર્ષ્યા અને સતત હરીફાઈ વ્યક્તિને મોતના કુવા તરફ દોરી જાય છે.આપઘાત એ કોઈ સમસ્યાનો અંત નથી પણ સ્વજનો માટે સમસ્યાઓનો આરંભ બની જાય છે.પ્રત્યેક માણસ પાસે એક સક્ષમ અને સહૃદયી મિત્ર કે હિતેચ્છુ સ્વજન હોવો જોઈએ જેની પાસે વ્યક્તિ પોતાનું હૈયું ઠાલવી શકે અને માર્ગદર્શન મેળવી શકે.

પ્રફુલ્લા”પ્રસન્ના”
અમદાવાદ

(3)

મને બરબાદ કરવામાં એ બંને એકસરખાં છે,
જગતના લોકનું ડહ