બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ હોય છે અને જીવનની દરેક નાની-મોટી વાતો તે ફૅન્સ સાથે શેર કરતા હોય છે. આજે એટલે કે ત્રીજી જૂને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની વેડિંગ એનિર્વસરી છે. આ અવસરે અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શૅર કરી છે અને લગ્ન સાથે જોડાયેલું એક રહસ્ય પણ જણાવ્યું છે.

- Advertisement -

આજે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની 47મી વેડિંગ એનિર્વસરી છે. લગ્નની તસવીરો પોસ્ટ કરવાની સાથે અમિતાભે કૅપ્શનમાં ખુલાસો કર્યો હતો કે, મેં નક્કી કર્યું હતું કે જો ‘ઝંઝીર’ બૉક્સ ઓફિસ પર હીટ જશે તો મિત્રો સાથે લંડન જઈશ. ત્યારે પિતા હરિવંશરાય બચ્ચને પુછયું કે કોણ કોણ જાવ છો અને મેં જવાબમાં જયાનું નામ કહ્યું. ત્યારે પિતાએ કહ્યું કે, જતા પહેલા તારે એની સાથે લગ્ન કરવા જોઈએ નહીં તો ન જવું જોઈએ….અને મેં તેમની વાત માની લીધી.

બીગ બીની આ વાત સાંભળીને ફૅન્સ બહુ ખુશખુશાલ થઈ ગયા છે. એનિર્વસરીની શુભેચ્છા આપવાની સાથે સાથે તેમને લીધેલા પગલાની પ્રશંસા પણ કરી રહ્યાં છે.

ટીના અંબાણીએ અમિતાભ અને જયાને કૉનસ્ટન્ટ કપલ કહ્યાં છે. એનિર્વસરીની શુભેચ્છા આપતા ટીના અંબાણીએ કહ્યું હતું કે, દુનિયામાં પરિવર્તન કાયમ છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ જે ક્યારેય બદલાતી નથી અને એ છે તમારો પ્રેમ. હેપી એનિર્વસરી જયા બચ્ચન અને અમિતજી. તમે અમારી માટે બહુ સ્પેશ્યલ છો.

આ પણ વાંચો:-  રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૯ ના મોત તમામ અમદાવાદમાં. ગુજરાતમાં વધુ ૨૨૬ પોઝિટિવ

અમિતાભ અને જયાના લગ્ન 3 જૂન 1973ના રોજ થયા હતા. આટલા વર્ષોમાં બન્ને વચ્ચે અનેક ઉતાર-ચઢાવ આવ્યા છતા પણ આજે તેઓ સાથે છે અને તેમની લવ સ્ટોરી તેમજ લગ્ન લોકો માટે ઈન્સપિરેશન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો