(GNS),18
અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે બાયડ વિસ્તારની અનેક સ્લમ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નદી અને તળાવના પાણી સાથે વરસાદના પાણીથી અનેક વિસ્તારો ભરાઈ ગયા હતા. બાયડમાં શ્રીનાથ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે સમસ્યા સર્જાઈ હતી. એનડીઆરએફની ટીમ દ્વારા પાણી ભરાયેલા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. લગભગ 200 લોકોને પાણીમાં ફસાયેલી પરિસ્થિતિમાંથી બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોડાસા નગરપાલિકા દ્વારા ગત રાત્રે પણ 15 લોકોને બચાવી લેવાયા હતા.