અવતાર 2:
પરંતુ આ દરમિયાન ભારતના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અવતાર 2 (અવતાર-પાની કા રાસ્તા) ભારતના કોઈપણ એક રાજ્યમાં રિલીઝ થશે નહીં. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. હકીકતમાં, કેરળ રાજ્યના થિયેટર માલિકોએ થિયેટરોમાં અવતાર 2 ચલાવવાનો ઇનકાર કર્યો છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ એક્ઝિબિટર્સ યુનાઈટેડ ઓર્ગેનાઈઝેશન ઓફ કેરળ (FEUOK) એ ફિલ્મને રિલીઝ કરવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો છે.
સમાચાર અનુસાર, આ નિર્ણય ફિલ્મના નફાને લઈને લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અને થિયેટર માલિકો વચ્ચે પ્રોફિટ શેરિંગને લઈને યોગ્ય ડીલ થઈ રહી નથી. જેના કારણે માલિકોએ અવતાર 2 રિલીઝ ન કરવાનો મોટો નિર્ણય લીધો છે.