હિન્દુ પંચાગનો અંતિમ મહિનો ફાલ્ગુન માસ હોય છે. તેને ફાગણ મહિનો પણ કહેવામાં આવે છે. આ મહિના બાદ હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થઇ જાય છે. હિન્દુ પંચાગ અનુસાર, નવા વર્ષનો પહેલો મહિનો ચૈત્ર અને અંતિમ ફાગણ હોય છે. આ વર્ષે ફાગણ મહિનો 10 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. જેની સમાપ્તિ 9 માર્ચે થશે. આ દરમિયાન ઘણા મોટા તહેવાર અને તિથિઓ હશે જેમા દેવી-દેવતાઓની આરાધના કરવામાં આવે છે. તો આવો જોઇએ કઇ રાશિ માટે શુભ છે ફાગણ મહિનાનો પહેલો દિવસ…
મેષ
સ્વાસ્થ્યથી તમે પરેશાન રહી શકો છો. વાદ-વિવાદ થઇ શકે છે તેમજ ધનને લઇને ઘણી મુશ્કેલી પડી શકે છે.
વૃષભ
સંપતિને લઇને સારા સમાચાર આવી શકે છે. મિત્રો, સંબંધીઓનો સહયોગ મળશે સાથે જ ધન લાભ થશે.
મિથુન – આજના દિવસે તમને ભાગમદોડ રહેશે. નોકરીમાં સુધારાના યોગ છે. ધનપ્રાપ્તિનો મજબૂત યોગ છે.
કર્ક
મહત્વ પૂર્ણ કામ પુરુ થશે. રોકાયેલા કામ પૂરા થશે, વાણી અને સ્વભાવ પર નિયંત્રણ રાખો.
સિંહ
સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ઉતાવળમાં કોઇ કામ ન કરવું , કરિયરને લઇને પણ કોઇ બેદરકારી રાખવી નહીં.
કન્યા
સ્વાસ્થ્ય સારુ થઇ જશે, આકસ્મિક રીતે ધન લાભ થશે. સંબંધોમાં ખુબ સાવધાની રાખવાની જરૂર છે.
તુલા
નવું વાહન ખરીદી શકો છો. વેપારમાં તમને ફાયદો થશે. પરિવારમાં મંગળ કાર્ય થશે.
વૃશ્વિક
વેપાર ધંધામાં સુધારો થશે. ધનની સ્થિતિ સારી રહેશે. પ્રેમ સંબંધને લઇને ધ્યાન રાખો.
ધન
તમે વ્યસ્ત રહેશો. સંતાનના કારણે તમારું મન પરેશાન રહેશે, પરિવારનો સહયોગ રહેશે.
મકર
ધન પ્રાપ્તિમાં અનેક મુશ્કેલી આવશે, જીવનસાથી સાથે મતભેદ થશે, સામાન ખરાબ થઇ શકે છે.
કુંભ
કરિયરમાં સફળતા મળી શકે છે. ધનનો મોટો લાભ થશે. વિદેશ યાત્રાનો યોગ પણ બનશે.
મીન
કોઇ નવી સંપતિનો લાભ થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. નોકરીની નવી તક મળશે.