Gujarati <a href="https://news4gujarati.com/tag/news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news">News</a>, <a href="https://news4gujarati.com/tag/news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news">News</a> in Gujarati – ન્યુઝ ફોર ગુજરાતી | ગુજરાત સમાચાર - <a href="https://news4gujarati.com/tag/news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news">News</a>4 Gujarati

Worry is misuse of imagination.
શું આપણને ખોટી ચિંતા આપનારાને દૂર કરવા આસાન છે?

મારા હોઠને મારી સમસ્યાની જાણ હોતી જ નથી આથી તે સદાય હસતા જ રહે છે-ચાર્લી ચેપ્લિનનું આ સુંદર અને મહત્વનું વાક્ય..
શું કામ એવી સમસ્યાથી આપણે પીડાતા હોઈએ છીએ, જેનું કોઇ તથ્ય હોતું જ નથી.

જયારે જીવનમાં ટીકાકારો વઘી જાય ત્યારે સમજવું કે આપણી પ્રસિદ્ધની નોંધ લેવાય છે.
જીવનમાં એવું ઘણીવાર બનશે કે ચિંતા અને પીડા સામે શ્રધ્ધા અને વિશ્વાસ એમ બે ફાંટે પડતા રસ્તા સામે આવીને ઉભા હોય.
ટીકાકારો તો મોટા ભાગે અંગત હોય છે.આ સમયે વળતા પ્રહાર રૂપે માત્ર દૂર થવું થોડા સમય માટે એજ મોટો ઉપાય.
એવા લોકો ને જે તમારા માટે ખરાબ વિચારે છે, એમને માફ કરી જીવન જીવતા રહેવું આસાનાથી એ શક્ય ખરું?
બિલકુલ નહીં, તો સરળ ઉપાય એ જ કે એવા લોકોને ગાંડા ગણવા. કારણ ગાંડા તો બોલ્યા કરે.
શું ગાંડાની સામે થવાય? બિલકુલ નહીં..એ આપણને ઇજા જ પહોંચાડે.અને એમનો ઈલાજ કરવો પણ સહેલો નથી હોતો.
પણ! હા, એમનાથી દૂર જરુર ખસી જવાય થોડા સમય માટે.
પછી ગાંડો માણસ આપો આપ જગ્યાએથી ખસી જશે. બની શકે એ પોતાનો આક્રોશ કે ગાંડપણ ઠાલવવા બીજાને શોધશે, કારણ એનું કામ એજ હશે…
જે સમયે આપણને લાગે કે આપણું સ્થાન સ્થિર કરવું છે, તો થોડા સમય માટે એ જગ્યાએથી ખસી જવું ઉત્તમ દ્રઢ નિર્ણય કરવા અને નવી યોજના સાથે પાછા ફરવા માટે.
આ સમયે જો આપણે આપણી જાત પ્રત્યે પ્રમાણિક હોઈશું તો અવશ્ય કામયાબ થઈશું.

નકારાત્મક કશું પણ વિચાર્યા વગર માત્ર સપના સિદ્ધ કરવા માટેના પ્રયત્નો જ વધારી દેવા, આપોઆપ શ્રધ્ધા અને વિશ્વાસનો રસ્તો ચોખ્ખો થતો દેખાશે.
જો આપણા પ્રયત્નો સાથે ચિંતા અને પીડાને જોડે રાખશું તો રસ્તો ધૂંધળો થઈ જશે, કદાચ આપણી દિશા અને ધ્યેય અસ્પષ્ટ થઈ જશે,
માટે શ્રધ્ધા અને વિશ્વાસ સાથે, પ્રબળ યોજના સાથે અને સાફ ચોખ્ખા વિચારોથી પ્રમાણિક પ્રયત્નોને દિલ અને દિમાગ બંનેમાં ભેળવશું તો કોઈ અગમ્ય શક્તિ આપણી સાથે જરૂર આવશે, પોઝિટિવ વિચારો થકી.
અને આ જ શક્તિ જ આપણને આપણા અંતિમ ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરશે.
કોઇપણ વ્યક્તિ દુઃખ અને પીડા પહોંચાડે ત્યારે એ વાત ને એ પરિસ્થિતિને વધુ મહત્વ આપવું જ નહીં, કારણ એવી વ્યર્થ વાતો જ આપણા પ્રયત્નોને નબળા પાડે છે.
શું ટીકાકારો ની ટીકાથી આપણું બેંક બેલેન્સ ખાલી થઈ જાય છે? નહીં ને? તો શું કામ આપણી ખુશીઓ નું બેલેન્સ ખાલી કરવાનું આપણે.
કોઈપણ પ્રકારની વાહિયાત વાત કે ચર્ચા થી આપણે એવા તો થઈ જવાનાં નથી ને.
તો દૂર કરવાના આવા સંબંધ અને આવા પ્રહાર જે આપણા સુધી પહોંચાડે એવા માધ્યમને પણ.
એક સરળ પ્રક્રિયા કહું તો એવું થિન્કિંગ રાખવાનું જેમ મહાભારતની સિરિયલમાં સામેવાળી વ્યક્તિ એક બાણ ફેંકે તો પોતે મંત્રોચાર કરી બે બાણ ફેંકે અને બંને ટકરાય, અને આ બે બાણ પેલા એક બાણના ટુકડા કરી નાંખે.
આ આખા સીન ને નજર સમક્ષ રાખવાનો જેવો કોઇ ટીકાનો પ્રહાર કરે એક હળવી સ્માઈલ વાળો મંત્રોચાર કરી ટીકા રૂપી બાણના ટુકડા કરી દેવાના.
કોઇ ઈર્ષાભાવ અને વિકૃત મગજ વાળાની વાતોથી આખે આખું જીવન અટકી પડતું નથી.
આત્મવિશ્વાસ સાથે, ગરિમા જાળવીને અને માથું ઊંચું રાખીને જીવવાનું, કોઈપણ પ્રકારની લઘુતાગ્રંથિ કે આવું કૅમ? શું કામ? મારી સાથે આવો વ્યવહાર? આવું બધું બિલકુલ વિચારવાનું જ નહીં.
દુનિયા ખુબ મોટી છે, અને તમારા સપના પણ, જે ની સામે આવા લોકો ઘણાં નાના છે.
જો તમે ખુદને પ્રેમ કરતા હશો અને જો તમારું વ્યક્તિત્વ સારુ હશે તો નસીબ સાથ જરૂર આપશે.
નેગેટિવ વાતો કરનાર માણસ ક્યારેક ભૂતકાળમાં આપણને ખુબ નજીકથી ઓળખતો હશે જ. (હા આવા કામ આવા લોકો જ કરી શકે)
પરંતુ કોઈપણ સંબંધમાં બંધાયેલી બે વ્યક્તિ અલગ પડે તો સમજી લેવું કે આખો સંબંધ જ ખોટો હતો જ નહીં,એ વ્યક્તિ જ ખોટો હતો.
ઘણીવાર સંબંધોના અંતનું કારણ સમજદારીના અભાવ કરતા આપણે કરેલો વધુ પડતો વિશ્વાસનો જવાબદાર હોય છે.

આ પણ વાંચો:-  અંગત ડાયરી ના આસ્વાદની 20-20 માણીએ

વિખરાઈ જવા માટે ઘણા બહાના મળતા હોય છે, કે મને આમ હેરાન કરે છે, મારાં વિશે આવી વાતો કરે છે, પરંતુ સપના સાથે જોડાઈ જવા માટેની તકો પણ એટલી જ મળતી હોય છે, બસ એના માટે સમય અને સંજોગ બનાવવો પડતો હોય.

ઈશ્વર પૃથ્વી પરની દરેક વ્યક્તિને રોજ ખુશ થવાનું એક કારણ, એક તક તો આપે જ છે ફક્ત આપણે એ તક કે પ્રસંગને શોધી ખુશ થવાનું હોય છે, હા એ ટીકાઓ ને પણ હાંસીમાં ઉડાડી જ શકાય, કારણ જે સત્ય છે જ નહીં એનો શોક શાનો.
ચાલો જીવનમાં એવું કંઈક કરી જઈએ કે આપણને આજે ફેસબુકમાં શોધનારા ગુગલમાં શોધે.હા આપણી સિદ્ધનું લાબું લચક લિસ્ટ જેટલી એમની ટીકા હતી એનાથી અનેક ગણું.
કોઈએ સાચું જ કહ્યું છે કે-
“પ્રશંશા થશે તારી, તું સહેજે હરખાતો નહીં, ટીકા પણ થશે તારી, તું સહેજે ગભરાતો નહીં, માણસે માણસે તારું બદલાશે મૂલ્યાંકન, તારા અનુભવોને છોડી તું બીજાના રસ્તે ચાલતો નહીં”
પારુલ અમીત’પંખુડી’

- Advertisement -