દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ રાહતની વાત એ છે કે, સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાનો રિકવરી દર 48.07 ટકા પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. દરમિયાન, દેશમાં પરીક્ષણ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં દરરોજ 1 લાખ 20 હજારથી વધુ પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 95,527 લોકો કોરોનામાંથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 3708 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. આપણો સાજા થનારો રિકવરી રેટ 48.07% ટકા છે. 15 એપ્રિલના રોજ દેશમાં કોરોનાનો રિકવરી દર 11.42 ટકા હતો. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાથી મૃત્યુ દર 2.82% છે. તે વિશ્વનો સૌથી નીચો મૃત્યુ દરમાંનો એક છે.

સમગ્ર દેશમાં લોકડાઉનથી લોકોને પહેલાની અપેક્ષા થોડી રાહત આપવામાં આવી છે. બીજી તરફ ICMR એ ગત્ત બે મહિનામાં સૌથી વધારે ફોકસ ટેસ્ટિંગ કેપેસિટી વધારવા પર કર્યુ છે. આજે 681 લેબ સમગ્ર દેશમાં સેમ્પલ ટેસ્ટિંગ કરી રહી છે. ICMR તરફથી હાજર નિવિદા ગુપ્તાએ જણાવ્યું કે, અમે ટેસ્ટિંગની ક્ષમતા ઘણી વધારી છે. ઇન્ડિયન ટેસ્ટિંગ કિટ્સ મોટા પ્રમાણમાં છે. અમે શરૂઆતમાં ગ્લોબલ ક્રાઇસિસ ફેસ કર્યો હતો પરંતુ હવે કોઇ સમસ્યા નથી.

ICMRનું કહેવું છે કે, આપણે પીકથી હજી ઘણા દુર છીએ. પ્રિવેંશ મેજર લઇ રહ્યા છીએ। એક અઠવાડીયામાં તેની અસર દેખાવાની શરૂ થઇ જશે. બીજી તરફ સ્વાસ્તય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, જ્યારે કેસ વધે છે ત્યારે વ્યવસ્થા કરવી પડે છે. આ સ્ટેટની ઉપર નિર્ભર કરે છે કે તેઓ શું નિર્ણય લેશે.

આ પણ વાંચો:-  અમદાવાદમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં વાહન લઈ જવું નહીં.

રેમિડિસિવર દવાનાં ઉપયોગ અંગે અગ્રવાલે કહ્યું કે, ઇમરજન્સી યુઝ માટે તેની પરમિશન આપવામાં આવી છે. લવે જણાવ્યું કે, 15 એપ્રીલે રિકવરી રેટ 11.42 ટકા હતો અને મૃત્યુ દર 3.30 ટકા હતો. 3 મેનાં રોજ રિકવરી રેટ 26.59 ટકા હતો અને મૃત્યુદર 3.25 ટકા હતો. 18 મેનાં રોજ રિકરી રેટ 38.29 ટકા હતો અને મૃત્યુ દર 3.15 ટકા હતો. બીજી તરફ 2 જુને રિકવરી રેટ 48.70 ટકા છે અને મૃત્યુદર 2.82 ટકા છે.

આંકડાઓ અનુસાર 60થી 74 વર્ષની ઉંમરના લોકોનાં મોતનું પ્રમાણ 38 છે. 75 વર્ષથી ઉપરની ઉંમરનાં લોકોનાં મોતનું પ્રમાણ 12 છે. 73 ટકા મોત એવા થયા છે જેમાં દર્દીઓનાં બાકી રોગ પણ હતા. 27 કા મોત એવા છે જેમાં દર્દીઓને માત્ર કોરોનાને કારણે જ મોત નિપજ્યાં હોય.

મંત્રાલયના અનુસાર કોરોનાને કારણે મોટી ઉંમરના લોકો મોટા પ્રમાણમાં રિકવર થઇ રહ્યા છે. આયુષ મંત્રાલય તરફથી ભલામણ કરવામાં આવેલા ઇમ્યૂનિટી બૂસ્ટિંગ પર કામ કરવાની જરૂર છે. જે પણ હાઇ રિસ્ટવાળા લોકો છે. તેઓ વધારે સતર્કતા વરતે. રિકવરી રેટમાં ઘણો વધારો થઇ રહ્યો છે. મંત્રાલયના અનુસાર અમે કહીએ છીએ કે અમારો દેશ સાતમાં નંબર પર છે. જે ખોટી સરખામણી છે. અમારા દેશની વસ્તી ઘણી છે. અને તે તુલના વસ્તીનાં હિસાબથી કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.