સંયુક્ત આરબ અમીરાત દુબઈ (UAE)માં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી.
સરકારી સંલગ્ન અખબાર ‘ધ નેશનલ’ એ દુબઈ મીડિયા ઑફિસ દ્વારા આપવામાં આવેલા ‘દુબઈ સિવિલ ડિફેન્સ’ના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે આ ઘટનામાં 16 લોકોના મોત થયા હતા અને નવ ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું કે શનિવારે દુબઈના અલ રાસ વિસ્તારમાં આગ લાગી હતી. દુબઈનું મસાલા બજાર અલ રાસમાં આવેલું છે, જે દુબઈ ક્રીક નજીક એક મુખ્ય પ્રવાસી કેન્દ્ર છે. સત્તાવાળાઓએ હજુ સુધી ઘટના પર ટિપ્પણી માટે એસોસિએટેડ પ્રેસની વિનંતીનો જવાબ આપ્યો નથી.
આગ લાગવાના કારણ વિશે હાલમાં કોઈ માહિતી નથી.
સરકારના નિવેદનમાં આગ લાગવાનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી, પરંતુ સંકેત આપ્યો છે કે પાંચ માળના એપાર્ટમેન્ટમાં કોઈ સમસ્યાને કારણે આગ લાગી હતી.