એ મિત્ર વૃક્ષ થોડાક પ્રશ્નો પૂછું તને?

- Advertisement -

આમ તને એક જ જગ્યાએ ઉભા રહી ને કંટાળો નાં આવે?
રસ્તા પર જતાં આવતાં લોકોની જેમ તને ચાલવાનું મન થાય?
આ તારી થોડેક દુર ઉભેલું બીજું વૃક્ષ તને મળવા કદી બોલાવે?
કે ત્યાંથી જ કેમ છે? મિત્ર શું ચાલે? એમ કહીને સ્માઈલ આપે?

ઠંડી રાતે પવનનાં સુસવાટા વાગે કુતરા બાખડે ત્યારે તને બીક લાગે?
ઉનાળાનાં ધોમ ધખતા તાપમાં તને સુરજદાદા પર ગુસ્સો આવે?
વરસાદ પડે ને તું આખુંય ભીંજાય તો તને કોરા થવાનું મન થાય?
પવન જોરથી વાય ડાળીઓ આમ થી તેમ થાય તો પડવાની બીક લાગે?

આંબા જેવી કેરી ગુલાબ જેવાં ફૂલ પીપળ જેવા પાંન મને કેમ નાં આવે?
વૃક્ષોમાં પણ માણસો જેવું થતું હશે? તમારામાંય ઈર્ષ્યાનાં ભાવ જાગે?
લીમડાને ગુલમહોર ને ગુલમહોરને કદંબ જેવા થવાનાં સપનાં આવે?
આવા વ્યર્થનાં વિચારો અમારી જેમ શું વૃક્ષના મનમાં પણ આવે?

જનાવર કોઈ પીઠ એની થડ ઉપર ઘસે ત્યારે તને વ્હાલું વ્હાલું લાગે?
વાંદરાઓ કુદાકુદ કરે પાંદડાંઓ ડાળીઓ તોડે ત્યારે ગુસ્સો આવે?
એ તું સાંજ પડે ને બધાં પક્ષીઓનાં પાછા આવવાની રાહ જોવે?
ને જો એકાદ પક્ષી સાંજે પાછું નાં આવે તો પાંદડાં તારા થરથરે?

કંઇક જુનું યાદ આવે ને મનડુ મલકાય અને તમને ય ડૂમો ભરાય?
સંધ્યા ટાણે પવનનાં ખોળામાં માથું મૂકી હૈયું ઠાલવવું તને ફાવે?
સુનુંસુનું લાગે તો તું શું કરે? તને અમારી જેમ વાતો કરવાનું મન થાય?
ઝાકળ કેરું ડાયમંડ પર્ણ પર બાજે ત્યારે આભુષણ પહેર્યા જેવું લાગે?

આમ તને એક જ જગ્યાએ ઉભા રહી ને કંટાળો નાં આવે?

દીપક પંડયા

આ પણ વાંચો:-  અંગત ડાયરી નાં 26/07/20 અનલોક 2 ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ