પત્ની ગર્ભવતી હતી અને ત્રણ દિવસ પહેલા બિમારીના કારણે મોત થયુ હતું, કરંટ લાગતા યુવક દાઝી ગયો અને નીચે પટકાતા પડોશીઓએ હોસ્પિટલ પહોંચાડયો
શહેરના ગોરવા, લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતો એક યુવક આજે સવારે ઘર નજીક વીજ થાંભલા પર ચઢી ગયો હતો અને વીજ વાયર પકડી લેતા તેને કરંટ લાગ્યો હતો અને તે નીચે પટકાયો હતો. પડોશીઓએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.લક્ષ્મીપુરા ગામમાં રહેતો ભરત પરબતભાઇ પરમાર (ઉ.૨૮)ની પત્ની મયૂરી ગર્ભવતી હતી અને બે દિવસ પહેલા તેનું કોઇ કારણથી મોત થયુ હતું. આથી ભરતને લાગી આવ્યુ હતુ ઉપરાંત ૭ વર્ષની પુત્રીની જવાબદારી પણ આવી જતાં ભરતે ટેન્શનમાં આજે સવારે ઘર નજીકના વીજ થાંભલા પર ચઢી વીજ વાયર પકડીને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો જો કે વીજ કરંટથી તે દાઝી ગયો હતો પરંતુ બચાવ થયો છે. હાલમાં તેની હાલત ગંભીર છે અને સારવાર હેઠળ છે.