રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ અને ઝારખંડથી રાજ્યસભાના સંસદસભ્ય પરિમલભાઇ નથવાણી હવે આંધ્ર પ્રદેશથી રાજ્યસભામાં જશે. આંધ્રના શાસક પક્ષ વાયએસઆર કોંગ્રેસ દ્વારા તેમની ઉમેદવાર તરીકે વરણી કરવામાં આવી છે.
શ્રી પરિમલભાઈ નથવાણીએ પોતાની પસંદગી બદલ વાયએસઆરકોંગ્રેસના વડા અને આંધ્રના મુખ્યપ્રધાન વાય.એસ. જગન રેડ્ડીનો આભાર માન્યો હતો અને આંધ્ર પ્રદેશના લોકોની સેવા કરવા પોતે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.