હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફેમસ કન્ટ્રી સિંગર જેક ફ્લિન્ટે પોતાના લગ્નના થોડા કલાકો બાદ જ દુનિયાને અલવિદા કહી દીધું છે. સિંગરે 26 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા, ત્યારબાદ તે સૂઈ ગયો હતો અને ઊંઘમાં જ તેનું મૃત્યુ થયું હતું. ગાયકના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જેક ફ્લિન્ટ ઓક્લાહોમાના હતા.