તાજેતરમાં, શાહરૂખે તેના ચાહકો માટે ટ્વિટર પર #AskSRK સેશન રાખ્યું હતું, જેમાં તેના ચાહકો તેને રમુજી પ્રશ્નો પૂછતા જોવા મળ્યા હતા. આવો જ એક સવાલ તેના આ ફેન્સે પણ પૂછ્યો હતો.
ઘણા વિવાદો બાદ આખરે શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જ્યારથી ફિલ્મનું ટ્રેલર અને ગીતો બહાર આવ્યા છે ત્યારથી શાહરૂખ ખાન અલગ-અલગ કારણોસર ચર્ચામાં છે. અને દરેક જગ્યાએ કિંગ ખાન પણ જોરદાર ઉત્સાહ સાથે પોતાની ફિલ્મનું પ્રમોશન કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન, શાહરુખે સોશિયલ મીડિયા પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશન પણ રાખ્યું હતું, જ્યાં ચાહકો તેને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછતા જોવા મળ્યા હતા, જેના તેણે ફની જવાબો પણ આપ્યા હતા.