Sunday, July 25, 2021
More

  Latest Posts

  બોર્ડ પરીક્ષામાં CCTV મૂકવાની સુપરવાઇઝર્સને તાલીમ અપાશે

  • પરીક્ષા દરમિયાન CCTV રેકોર્ડિંગને લગતી ખામી નિવારવા પ્રયાસ
  • બેઠક વ્યવસ્થા, ચાર્ટ યોગ્ય રીતે દેખાય તેમ CCTV ગોઠવવા સૂચના

  5 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં સીસીટીવી અંગે સુપરવાઇઝર અને ઓપરેટરોને તાલીમ અપાશે. સીસીટીવી ગોઠવતી વખતે બેઠક વ્યવસ્થા, બ્લોકમાં વિદ્યાર્થીઓના નંબરનો ચાર્ટ આવે તે તમામ વસ્તું ધ્યાન રાખવાની સૂચના અપાશે. બોર્ડ દ્વારા ગેરરીતિ અટકાવવાના ભાગરૂપે પરીક્ષામાં સીસીટીવી રેકોર્ડિંગ થાય છે. રેકોર્ડિંગને લગતી ખામી દૂર કરવાના ભાગરૂપે આ વર્ષે બોર્ડ દ્વારા સીસીટીવી રેકોર્ડિંગ બાબતે જિલ્લા નોડલ ઓફિસર, ટેક્નિશિયન અને સીસીટીવી ઓપરેટરની તાલીમ ગોઠવાઈ છે. જેમાં તમામ વિદ્યાર્થીઓ કવર થાય અને બ્લોક ક્લીયર રીતે દેખાય તેમ સીસીટીવી ગોઠવવા, 3 બ્લોકનું ડીવીડી રેકોર્ડિંગ આપવું, ડોટ ઇવીઆઇ ફોર્મેટમાં જ ડીવીડી આપવી સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો:-  વડોદરા સ્વીટી પટેલ કેસ ક્રાઇમ બ્રાન્ચની ટીમને PI દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા