સાદગીથી આજે રથયાત્રા ( Rathyatra 2020) પહેલાની જળયાત્રા નીકળી 

દર વર્ષની જેમ ધામધૂમથી નહિ, પરંતુ અત્યંત સાદગીથી આજે રથયાત્રા ( Rathyatra 2020) પહેલાની જળયાત્રા નીકળી હતી. જગન્નાથ મંદિર દ્વારા આ મહત્વની વિધિનું અત્યંત સાદગીભર્યું આયોજન કરાયું હતું. વિધિમાં તમામ લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. પરંતુ સાદગી છતાં કોરોના મહામારીમાં વિધિમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મહંત દિલીપદાસજીએ સમગ્ર પૂજા કરાવી હતી. ડેપ્યુટી સીએમ હાજર રહ્યા હતા. જળયાત્રા (Jal yatra) ની વિધિ તેમના હસ્તે કરવામાં આવી હતી.

- Advertisement -

કોરોના મહામારીને કારણે આ વિધિ સાદગીથી કરાઈ

નીર કળશમાં ભરીને ભગવાન જગ્નાથના મંદિરે લઈ જવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ નહોતા આવવાના, પરંતુ અંતિમ ઘડીએ તેઓ આવી પહોંચ્યા હતા. દર વર્ષે ધામધૂમથી આ વિધિ કરાતી હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વિધિ સાદગીથી કરાઈ હતી. જળ ભર્યા બાદ પૂજા કરવામાં આવી હતી. ગંગા પૂજનનો અનેરો અવસર સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળ્યો હતો. તો જળ ભર્યા બાદ નદીના મધ્યમાં જઈને પૂજા કરાઈ હતી. દિલીપદાસજી અને નાયબ મુખ્યમંત્રીએ બોટમાં નદીમાં મધ્યમાં જઈને સાબરમતીના નીરને કળશમાં ભર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એકસાથે 8 પોલીસકર્મી કોરોનાથી સંક્રમિત, એક જ શિફ્ટનું મોટું કનેક્શન