નયના અને પલાશ બાળપણના મિત્રો… સમયની ધારાના વહેણમાં યુવાનીમાં બંનેએ સાથે પગ માંડ્યા. નયનાને બાળકો બહુ પ્રિય એટલે પલાશ કાયમ ખીજવતો,” તારા નસીબમાં ઘણા બાળકોની માતા બનવાનું લખ્યું છે.” પલાશ પ્રત્યે પ્રીતભાવથી બંધાયેલી નયનાને આ સાંભળવું ગમતુ. સમય વિસારે પડતા પલાશે વિદેશમાં સ્થાયી થઈ લગ્ન કરી લીધા. પણ નિઃસંતાન પણુ એના નસીબમાં લખાયેલું હતું. હા ખામી તો પલાશમાં જ હતી ,એટલે 10 વર્ષે પત્ની સાથે સ્વદેશ આવ્યો.એક બાળકને દત્તક લેવાના આશયથી…સ્વદેશ આવતા સાથે જ નયનાનું સ્મરણ થયું ને જાણવા મળ્યું કે એ એક બાળગૃહ ચલાવે છે. બાળગૃહમાં નયનાને અનેક બાળકોથી ઘેરાયેલી જોઈ…. જીવનના મધ્યાહ્નને અપરિણીત નયના પલાશને જોતા ઝૂમી ઉઠી, પણ પલાશના આશયની જાણ થતાં નિઃશબ્દ બનીને બાળકોનું રજીસ્ટર બતાવવા લાગી ,ને મનોમન બોલી ઉઠી,” તમે સાચું જ કહેતા હતા પલાશ, મારા નસીબમાં ઘણા બાળકોની મા બનવાનું લખ્યું છે પણ તમારી પત્ની નહીં.”

મનીષ શાહ ‘ફાગણિયો’
નડીઆદ

આ પણ વાંચો:-  રાજ્યમાં આજે વધુ 361 પોઝિટિવ કેસ સાથે 15 હજાર નજીક પહોંચ્યો આંકડો, 27 મોત

LEAVE A REPLY

Please enter your comment!