દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12,438 થઈ ગઈ છે. બુધવારે મહારાષ્ટ્રમાં 232 નવા દર્દી મળ્યા હતા. દિલ્હી, તમિલનાડુ અને રાજસ્થાનમાં પણ સંક્રમિતોની સંખ્યા 1 હજારથી વધુ થઈ ગઈ છે. તો બીજી તરફ ગુજરાતમાં 116, મધ્યપ્રદેશમાં 197, રાજસ્થાનમાં 71 અને ઉત્તરપ્રદેશમાં 75 નવા લોકોમાં સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર તરફથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સાંજે 5 વાગ્યા સુધી દેશમાં 11 933 સંક્રમિત મળ્યા હોવાની માહિતી આપી હતી. જેમાંથી 10 હજાર 197ની સારવાર ચાલી રહી છે. 1343 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 392 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રના પાલધરમાં બે ટ્રેની ડોક્ટર્સ સહિત 10 નવા દર્દી કોરોના વાઈરસથી સંક્રમિત
રાજસ્થાનમાં કોરોના વાઈરસથી સંક્રમિત 25 નવા દર્દીઓની પુષ્ટી કરાઈ
લોકડાઉન વચ્ચે કર્ણાટકમાં 14 વિભાગોના કર્મચારીઓને કામ પર પાછા આવવાનો આદેશ