પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલે કોંગ્રેસના સંગઠન પર જ ગંભીર આક્ષેપો કર્યા હતા.

રાજીનામું આપ્યા બાદ પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલે કોંગ્રેસના સંગઠન પર જ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેઓએ પૈસા લઇને રાજીનામું આપ્યું હોવાના આક્ષેપોને પણ ફગાવ્યા હતા.

- Advertisement -

કોંગ્રેસનું સંગઠન કોઈ પણ સંજોગે ચાલે તેમ નથી

પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પહેલા તો કોંગ્રેસનું સંગઠન કોઈ પણ સંજોગે ચાલે તેમ નથી. પ્રદેશના નેતા પણ ચાલે તેવા નથી. આજે અવારનવાર આમારી રજૂઆત કરવા છતાં પણ બીજી પાર્ટીમાંથી લડેલા હોય તેમને કોંગ્રેસના મહામંત્રી બનાવી દે કે, મંત્રી બનાવી દે. ધારાસભ્યને વિશ્વાસમાં લેવાના નહીં, પ્રભારી આવે ત્યારે ધારાસભ્યોને પૂછ્યા વગર બહાર બેસાડીને નિર્ણય લે.

આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસની અંદર મને એવું લાગ્યું કે, આજે 25 વર્ષથી હું કોંગ્રેસની અંદર હોવ અને અમારે ધારસભ્ય તરીકે ચૂંટાયા પછી પણ બહાર બેસવાનું તો અમારે બહાર રહેવું તેના કરતા કોંગ્રેસમાંથી રાજીનામું આપવું શું ખોટું. એટલે હું રાજીનામું આપીને મેન્ડેટ અને જીત કોંગ્રેસને પાછી આપું છુ.

હું પ્રજાની જોડે રહીશ

પ્રદેશ સમિતિની અંદરે જે કઈ પણ અંધાધુંધી છે તે બધી મને ખબર છે. પરેશભાઈ મારી સાથે પ્રદેશ સમિતિના પ્રમુખની પાસે આવ્યા હતા કે, આનું કઈ નિરાકરણ લાવો પરંતુ આજ દિન સુધી સંગઠનની માંડીને મારા જે મુદ્દા હતા તે મુદ્દામાંથી એક પણ મુદ્દાનું નિરાકરણ નહીં આવતા માટે છેલ્લે આ નિર્ણય લેવો પડ્યો છે. પ્રજાનો વિશ્વાસ મારા પર છે. હું પ્રજાની જોડે રહીશ. પ્રજા જો આદેશ કરશે તો હું વિધાનસભા લડીશ, કઈ પાર્ટીની અંદર જવું તે મેં હજુ નક્કી નથી કર્યું. આવનારા દિવસોની અંદરે જનતા, મારા કાર્યકરો અને મારા આગેવાનો સાથે ચર્ચા કરીને આગળ વધીશ.

આ પણ વાંચો:-  લગ્નના પ્રથમ છ મહિના દરમિયાન અમે માત્ર 21 જ દિવસ સાથે રહ્યા હતાઃ અનુષ્કા શર્મા

અમે ચોખ્ખા છીએ અને કોઈ આક્ષેપ કરીને સાબિત કરીને બતાવે.

જિલ્લા પંચાયતની અંદર મારા નિવેદનને ધ્યાને ન લીધું ત્યારથી જ મને એવું થયું કે, પાર્ટીની અંદર સંગઠનની અંદર ધારાસભ્યનું આવું અપમાન થતું હોય તો મારે રાજીનામું આપી દેવું જોઈએ. પણ કોરોનાના કારણે અઢી ત્રણ મહિનાનો ટાઈમ ખેંચાયો છે. આમાં કોઈ મારી લોભ લાલચ નથી. હું છાતી ઠોકીને કહું છું કે, અમે ચોખ્ખા છીએ અને કોઈ આક્ષેપ કરીને સાબિત કરીને બતાવે. મારા પર જે કેસ મૂકવામાં આવ્યા છે તેમના પર હું બદનક્ષીનો કેસ કરવાનો છું.

તો હું તેમની સાથે માથું ટેકવા માટે તૈયાર છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૈસાની ઓફર પહેલા પણ થતી હોય છે કાર્યકર્તાઓ દ્વારા વાતો આવતી હોય છે પરંતુ હું એ ધંધામાં આજ સુધી પડ્યો નથી અને આજે પણ પડ્યો નથી. મેં મારી માન, મર્યાદા અને પતિષ્ઠા જળવાઈ તે રીતે મારા કાર્યકર્તાઓને કહીને આપણે આગળ વધવાનું છે. કોઈ કહેતુ હોય તો સાબિત કરીને બતાવે કે, અક્ષયભાઈએ લેવડ-દેવડ કરી છે, તો હું તેમની સાથે માથું ટેકવા માટે તૈયાર છું.

બીજા હજુ ધારાસભ્યો જશે તેની હું ચોક્કસ ખાતરી કરું છું

અક્ષય પટેલે કોંગ્રેસના ધારાસભ્યો બાબતે જણાવ્યું હતું કે, ઘણા બધા ધારાસભ્યો નારાજ છે, પાર્ટીના સંગઠનથી નારાજ છે, કેટલાય ધારાસભ્યો બોલી શકતા નથી. મને ખબર છે કોણ કેવી પરિસ્થિતિ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે ઘણું દુખદ છે કે, મારી જેવા ધારાસભ્યો આજે પાર્ટી છોડીને ગયા છે અને બીજા હજુ ધારાસભ્યો જશે તેની હું ચોક્કસ ખાતરી કરું છું. રાજ્યસભાની ચૂંટણી પહેલા કેટલાય ધારાસભ્યો જઈ શકે તેવી પરિસ્થિતિ છે. પહેલા તો ઉમેદવાર કોણ છે તે પાર્ટી નક્કી કરી શક્તી નથી અને ધારાસભ્યોને જણાવી શક્તી નથી. તો એ પાર્ટીનું સંગઠન આવનારા દિવસોમાં આગળ વધવાનું નથી.

આ પણ વાંચો:-  અમદાવાદ : ફાયર કર્મીઓથી લઈ મામલતદાર પણ કોરોનાની ઝપેટમાં, એક જ દિવસમાં 310 કેસ નોંધાયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.