રામ નામ સત્ય બાકી સબ જુઠ

રામ નામ સત્ય છે
આજકાલ મુંબઈ શહેર ની ચર્ચા ખૂબ જોરે ચાલે છે મુંબઈ માયાનગરી છે મુંબઈ વિશે એવું કહેવામાં આવે છે કે જ્યાં નાના નાના માણસો ના મોટા મોટા સપના પૂરા થયા છે!

- Advertisement -

કદાચ બનારસ ની વાત સાવ અલગ છે.ત્યાં ના અંતિમ સંસ્કાર નું એટલું જ મહત્વ છે,

ત્યાના મણિકર્ણિકા ધાટ એ એક એવી જગ્યા છે જ્યાં દરેક માણસના મોટામાં મોટા સપના સળગીને માટીમાં મે ભળતા જોયા છે…

આ એ જગ્યા છે જ્યાં માણસોની લાશો નો ચિંતાનો સળગતામાં પ્રકાશ માં માત્ર સચ્ચાઈ જ દેખાડે છે .
ત્યાં એક ખૂણામાં જગ્યા લઇ ને બેસી જ્યાં ત્યાંના માણસ ના નાટકો જો તને ફક્ત સચ્ચાઈ જ દેખાશે. તું જોઈ શકીશ કે જે વ્યક્તિને પોતાના જીવનમાં બધું જ ભૂલીને ફક્ત પોતાના જ સપના પુરા કર્યા છે એ વ્યક્તિઓ પાસે કોઈની માટે ટાઈમ ન હતો ફક્ત એમના સપના પૂરા કરવામાં જ રસ હતો આજે એ અહીં લટકાયેલા મોઢે સુતો છે, લોકો એની અધુરી સળગતી ચિતા ને છોડી ને જવા લાગ્યા છે જીવતો હતો ત્યારે આને વ્યક્તિઓ માટે એની પાસે સમય ન હતો આજે અધુરી સળગતી તેની ચિંતા ને છોડીને તેઓ ત્યાંથી પાછા ફરવા લાગ્યા છે પોતાના અહંકાર ને લીધે કોઈ ની સામે નમીયો નથી આજે તે કેવી રીતે નમાલો બનીને નચે પડ્યો છે તેને ચાર ચાર માણસ પણ ઉભો કરી શકતા નથી.

આજે એ લોકોને જેને પોતાની જાત પર અભિમાન હતું પોતાની સુંદરતા પર ગર્વ હતું પોતાની સફળતા પર અપાર ઘમંડ હતું , પોતાની અપાર સફળતાના નશામાં ચૂર હતા તેઓ આજે થોડાક સમય પછી એમાનુ કંઈપણ તેમની પાસે પોતાનું કંઈક કશું જ રહેવાનું નથી એનો ખ્યાલ આવી જશે એમને

જેમને પ્રેમ કરતા હતા તેમને તેઓ ઠુકરાવીયા હતા તેઓ મોંઘી ઘડિયાળમાં સમય જોતા હતા મોંઘી ગાડીઓમાં ફરતા હતા એવા ને અપનાવ્યા હતા આજે એમને સાચા સમયની ખબર પડી કે ચિતા ઓલવાઈ ત્યાં લગી એમની સાથે બેસે એવું કોઈ ન હતું ફક્ત આજે તેમના કડકડતી હાડકાંમાંથી તેમના અવાજો કેવી રીતે આવી રહ્યા છે બસ એ જ તેમની સાથે બાકી જોશો કે અહીં જે થઈ રહ્યું છે તે બધું જ એક સત્ય હતું બાકી બધું ખોટું હતું

આ પણ વાંચો:-  અંગતડાયરી ના ચતુર્થ સપ્તાહિક વિજેતા મહારથીઓ

બળતી ચીતા જોઈને આત્માએ ચિસો પાડી , બૂમો પાડી , સળગતા હાડકા માંથી નિકળતી ચીસોદુર દુર સુધી ગુંજતી રહશે સ્મશાનમાં પણ આજે તને સાંભળનાર કોઈ નથી ,આ શરીર એક દિવસ છોડવાનું જ છે. મૃત્યુ નક્કી જ છે એ જ સચ્ચાઈ છે, તો આપણે આ અકળ મોહમાયા ઇર્ષાભાવ ને કેમ છોડી નથી શકતા.

હા આ માત્ર એક રાતની વાત છે, તું જા ત્યાં કોઈ એક દિવસ જ તને કશું જ શીખવાડ્યા વગર ઘણું બધું ત્યાં શીખી જઇશ તું ,બીજી સવારે તારી પાસે રહેલ ઘડિયાળ, ચપ્પલ ,મોબાઈલ કે તને પોતાની જાતને લઈ જવાનું મન નહીં થાય કે ત્યાંથી પાછા આવવાનું મન પણ ના થાય, કારણ કે સળગતી ચિતા ની ચીસો તારા હ્રદયમાં ઉંડે સુધી જીવનનું સત્ય ભરી દેશે જે કોઈપણ ની પીડા કે દુ: ખ ને હસતા હસતા પોતાનુ કરી લેવા માટે પૂરતું રહશે આજ છે એક સચ્ચાઈ
રામ બોલો ભાઈ રામ
રામ નામ સત્ય છે.


અમિત પટેલ ‘કૃષ્ણસાર’