‘બિગ બોસ 13’ હવે પૂરી થવા પર છે. 15 ફેબ્રુઆરીના રોજ ફિનાલે એપિસોડ યોજવાનો છે. વિનરની ટ્રોફીનો ફોટો સોશિયલ મીડિયા પર લીક થયો છે. આ ટ્રોફી લાલ રંગની છે.
હોસ્ટ સલમાન ખાનના આ શોમાં હાલ શેહનાઝ ગિલ, સિદ્ધાર્થ શુક્લા, પારસ છબરા, માહિરા શર્મા, અસીમ રિયાઝ, આરતી સિંહ અને રશ્મિ દેસાઈ છે. આ સીઝન લાંબી ચાલવાને કારણે કન્ટેસ્ટન્ટને ચાર મહિના જેટલા સમય માટે બિગ બોસના ઘરમાં રહેવું પડ્યું છે.