શાહરૂખ ખાનની નવી ફિલ્મ ‘પઠાણ’નો વિરોધ કરી રહેલા દક્ષિણપંથી સંગઠન હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓએ મંગળવારે આગરામાં ફિલ્મના પોસ્ટરો પર શાહી ફેંકી હતી અને તેને ફાડી નાંખી હતી.
ફિલ્મ ‘પઠાણ’ આજથી દેશભરના સિનેમાઘરોમાં બતાવવામાં આવશે. જો કે તેનો વિરોધ હજુ પણ ચાલુ છે. તેના રિલીઝના એક દિવસ પહેલા મંગળવારે બિહારના ભાગલપુરમાં એક સિનેમા હોલની બહાર તેનું પોસ્ટર ફાડીને સળગાવી દેવામાં આવ્યું હતું. શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મ ભાગલપુરના દીપપ્રભા સિનેમા હોલમાં પ્રદર્શિત થશે. હિંદુ સંગઠનોના યુવાનોએ સિનેમા હોલમાં લાગેલા પોસ્ટરો ફાડીને સળગાવી દીધા હતા અને ‘ફિલ્મ ચલેગા, હોલ જલેગા’ના નારા લગાવ્યા હતા.