
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૮.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૩૫૦.૫૩ સામે ૫૮૫૭૧.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૫૭૭.૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૩૫.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧.૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૨૯૮.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૦૭.૧૫ સામે ૧૭૪૫૬.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૧૭૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૭.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૭૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ તાઈવાન મામલે અમેરિકા અને ચાઈના વચ્ચે ટેન્શન વધતાં ચાઈનાની તાઈવાન પર હુમલાની શકયતાએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં આરંભમાં ભારે બે તરફી અફડાતફડી સાથે સ્થાનિક સ્તરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષા પર નજર અને આ વખતે ૦.૫૦ બેઝિઝ પોઈન્ટ જેટલો વ્યાજ દર વધારો જાહેર કરીને આશ્ચર્ય સર્જાયતો નવાઈ નહીંના અમુક વર્ગના અંદાજોએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જો કે ચાઈના પર અમેરિકાના વધુ અંકુશોની સ્થિતિમાં એડવાન્ટેજ ઈન્ડિયાને થવાની અપેક્ષાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ઘટાડે ખરીદીની તક ઝડપતા નીચા મથાળેથી રિકવરી જોવા મળી હતી.
તાઈવાન મામલે અમેરિકા-ચાઈના વચ્ચે ટેન્શન વધતાં ચાઈનાએ તાઈવાનને થતી સેન્ડ સહિતની નિકાસો પર ત્વરિત અમલથી પ્રતિબંધ મૂકતાં આગામી દિવસોમાં ફરી જીઓપોલિટીકલ ટેન્શન વધવાની શક્યતાએ આજે સાવચેતીમાં આજે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો અને બીએસઇ સેન્સેક્સ ૫૧ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૭ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, રિયલ્ટી, બેન્કેક્સ, યુટિલિટીઝ, પાવર, ફાઈનાન્સ, એનર્જી અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૨ અને વધનારની સંખ્યા ૧૫૫૩ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફુગાવાજન્ય દબાણ તથા નબળી માગને પરિણામે જુલાઈ માસમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ઘટીને ચાર માસની નીચી સપાટીએ રહી હતી. એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સર્વેસિઝ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ ગત માસે ઘટી ૫૫.૫૦ રહ્યો હતો, જે જુનમાં ૫૯.૨૦ હતો. જુન માસનો ૫૯.૨૦ પીએમઆઈ અગિયાર મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો જ્યારે જુલાઈ માસનો ઈન્ડેકસ માર્ચ બાદનો નીચી સપાટીએ આવ્યો છે. આમછતાં પચાસથી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
જુલાઈ માસમાં વેપાર પ્રવૃત્તિમાં વધારો જળવાઈ રહ્યો હતો. નવી સેવાઓની ઓફર તથા વેચાણ માટેના પ્રયાસોના પરિણામો મળી રહ્યા છે. સ્પર્ધાત્મક દબાણો, ઊંચા ફુગાવા તથા પ્રતિકૂળ હવામાનને કારણે ભારતની સેવા ક્ષેત્રની માગની ગતિમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કરવાની સાઈકલ શરૂ કરી છે અને ગઇકાલથી શરૂ થયેલી આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ બેઠકમાં રેપો રેટમાં વધુ વધારો થવાની ધારણાં રાખવામાં આવી રહી છે, ત્યારે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.