AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસીએ ગુરુવારે મુઘલ શાસક ઔરંગઝેબની કબર પર ચાદર અને ફૂલ અર્પણ કર્યા હતા. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી ઔરંગાબાદ પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમણે ઔરંગઝેબની કબર પર ચાદર અને ફૂલ ચઢાવ્યા તો ભાજપે આ મુદ્દે ઓવૈસીને ઘેરવાનું શરૂ કર્યું. શિવસેનાના નેતા ચંદ્રકાંત ખૈરેએ આરોપ લગાવ્યો કે અકબરુદ્દીન રાજકીય વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ મુદ્દા પર એક ટીવી ડિબેટ દરમિયાન ન્યૂઝ એન્કર અને મુસ્લિમ વિદ્વાન શોએબ જમાઈ વચ્ચે જોરદાર દલીલ થઈ હતી.
ન્યૂઝ18ના ડિબેટ શો ‘આર પાર’ના એન્કર અમીશ દેવગને એક મુસ્લિમ વિદ્વાનને પૂછ્યું કે શું અકબરુદ્દીન ઓવૈસીનું ઔરંગઝેબની કબર પર જવું ઠીક હતું? આ સવાલ પર શોએબ જમાઈએ કહ્યું, “મુઘલો, ઔરંગઝેબની તમામ ગાથા, આ દેશમાં લખાયેલા તમામ વખાણ ઉચ્ચ જાતિના બ્રાહ્મણ ઈતિહાસકારો દ્વારા લખવામાં આવ્યા છે. કોઈ મુસ્લિમ ઈતિહાસકારે લખ્યું નથી. ઔરંગઝેબ હોય, બાબર હોય કે અન્ય કોઈ મુઘલ, રાજપૂત પરિવાર તેમની સૌથી નજીક હતો. બ્રાહ્મણો તેમના સલાહકાર હતા.”
આના પર વાંધો ઉઠાવતા એન્કર અમીશ દેવગને શોએબ જમાઈને પૂછ્યું, “તમે ઔરંગઝેબને ફોલો કરો છો કે નહીં? મને એટલું કહો.” જો કે, શોએબ જમાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, “રાઘવેન્દ્ર શુક્લા એક ઈતિહાસકાર છે જેમણે કહ્યું કે ઔરંગઝેબે 1959માં ફરમાન બહાર પાડ્યું હતું કે વારાણસીના તમામ મંદિરોનું રક્ષણ કરવામાં આવે. બાલા-ચિત્રકૂટ માટે જમીન દાન કરો… જે ઔરંગઝેબે આપી હતી, આસામમાં મંદિર માટે જમીન દાન કરો.. આ વાતો ઇતિહાસકારો કહે છે, હું એવું નથી કહેતો.