મારી ઉંમર 45 વર્ષ છે. લગ્નને 15 વર્ષ થયાં છે અને હવે ઉત્તેજના લાંબો સમય ટકાવવામાં મુશ્કેલી પડે છે. પત્નીને પણ અસંતોષ રહેતો હોવાથી હાલમાં ડેપોક્સિટિન (dapoxetine) ગોળી સમાગમ પહેલાં લેવાનું શરૂ કર્યું છે.
પ્રશ્ન : મારી ઉંમર 45 વર્ષ છે. લગ્નને પંદર વર્ષ થયાં છે અને હવે ઉત્તેજના લાંબો સમય ટકાવવામાં મુશ્કેલી પડે છે. પત્નીને પણ અસંતોષ રહેતો હોવાથી હાલમાં ડેપોક્સિટિન (dapoxetine) ગોળી સમાગમ પહેલાં લેવાનું શરૂ કર્યું છે. મારાં ફૅમિલી ડૉક્ટરને પૂછ્યું ત્યારે તેમણે જ મને આ ગોળી લખી આપી હતી. તેમણે મને સાંજે ગોળી લેવાનું કહ્યું હતું જેથી રાતે અસર સારી રહે. જોકે એવું જોયું છે કે ગોળી લીધા પછી મને ખૂબ બગાસાં આવે છે ને આખી સાંજ સાવ જ સુસ્તીભરી જાય છે. કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું હોય તો એમાં મગજ કૉન્સન્ટ્રેટ નથી કરી શકાતું. બીજું, આ ૬૦ મિલીગ્રામની ગોળી લીધા પછી સમાગમ ખૂબ લાંબો ચાલે છે. શું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન (Premature ejaculation) આ ગોળીને કારણે ડીલે થઈ જાય? શું દવા લેવાની અસરને કારણે આવું થાય?
જવાબ : સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે ડેપોક્સિટિન એ પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશન (Premature ejaculation) માટેની દવા છે. જો ઉત્તેજના પૂરતી આવતી હોય પણ વહેલું સ્ખલન થઈ જતું હોવાથી સમાગમ સંતુષ્ટિ સુધી ન પહોંચી શકાતું હોય તો આ ગોળી લેવાય. આ ગોળીની આડઅસર રૂપે સુસ્તી અને બગાસાં આવે છે. જોકે તમે રાતની તૈયારી રૂપે છેક સાંજે જ આ ગોળી લઈ લો છો એવું કરવાની જરૂર નથી. સમાગમ (Sex) ના એક કલાક પહેલાં આ ગોળી લેવામાં આવે એ જરૂરી છે. બીજું, જો તમને ૬૦ મિલીગ્રામની દવાથી ઇજેક્યુલેશન વધુપડતો લંબાઈ જતો હોય અને સ્ખલન થવામાં વધુ સમય લાગતો હોય તો દવાનો ડોઝ ઘટાડી દેવો જોઈએ.
આઇડિયલી કોઈ પણ દવાની શરૂઆત હંમેશાં ઓછા ડોઝથી જ કરવી જોઈએ. તમે ૩૦ મિલીગ્રામ લેશો તોપણ કામ ચાલી જશે. અલબત્ત, જો દવા લેવાથી તમને સ્ખલન મોડું થતું હોય તો નિયમિતપણે આ ગોળીની આદત પાડવાની પણ જરૂર નથી. ઘણી વાર ઍન્ગ્ઝાયટીને કારણે વહેલું સ્ખલન (Ejaculation)થઈ જતું હોય તો કૉન્ફિડન્સ પાછો મેળવવા માટે આ દવાનો સહારો લેવો પડે છે. એક વાર આત્મવિશ્વાસ પાછો આવી જાય પછીથી રોજ આ દવા લેવાની જરૂર નથી.