28.3 C
Gujarat
Sunday, May 22, 2022

Latest Posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટિકિટ કૌભાંડ ઝડપાયું, રાજકોટની ટ્રાવેલ્સ એજન્સી દ્વારા છેતરપિંડી કરાઈ

  • ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ
  • 8 પ્રવાસી પાસે 380ની ટિકિટના 420 રૂપિયા લેવામાં આવ્યા હતા

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટિકિટ કૌભાંડ ઝડપાયું હતું. 8 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 16 ફેબ્રુઆરી 2020ના રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રાજકોટની એક ટ્રાવેલ્સ એજન્સી દ્વારા 8 પ્રાવસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પીએસઆઈ કે.કે. પાઠકે ટિકિટ કૌભાંડ ઝડપી પાડ્યું

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં છેતરપિંડી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે 8 પ્રવાસી સાથે છેતરપિંડીનો કિસ્સો હાલ સામે આવ્યો છે. 380 વ્યુ ગેલેરીની ટિકિટમાં 420 રૂપિયા કરી 8 પ્રવાસીઓ પાસેથી વધુ પૈસા લેવામાં આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએસઆઈ કે.કે. પાઠકે ટિકિટ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. તપાસ કરતા રાજકોટની એક ટ્રાવેલ્સ એજન્સી દ્વારા પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. હાલ કેવડિયા પોલીસ સ્ટેશને ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પૈસા નહીં, પ્રસિદ્ધિ નહીં.. આનાથી જ પ્રભાવિત થઈ 25 વર્ષની યુવતીએ 71 વર્ષના વૃદ્ધને દિલ આપ્યું

અજબ પ્રેમ કહાની: તમે ક્યારે, કોના, કોના પ્રેમમાં પડો તે કંઈ કહી શકાતું નથી. તમે તમારી આસપાસ ઘણી વિચિત્ર લવ સ્ટોરીઝ વિશે સાંભળ્યું...

કેન્સ 2022: હિના ખાને બોડીકોન ડ્રેસમાં તેનું ફિગર ફ્લોન્ટ કર્યું, ચોથા લુકએ આવતાની સાથે જ તબાહી મચાવી દીધી

હિના ખાને કાન્સ સાથે સંબંધિત ચોથો લૂક શેર કર્યો છેકાન્સ 2022: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી હિના ખાન આ દિવસોમાં 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022'માં ખૂબ જ...

રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ: અધીર રંજને શું કહ્યું, ટ્વીટ ડિલીટ કરવી પડી, મામલો FIR સુધી પહોંચ્યો

આજે સમગ્ર દેશ ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કોંગ્રેસના તમામ...

Latest Posts

Don't Miss