Gujarati News, <a href="https://news4gujarati.com/tag/news-in-gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with News in Gujarati">News in Gujarati</a> – ન્યુઝ ફોર ગુજરાતી | ગુજરાત સમાચાર - News4 Gujarati

The postmortem report of the Hathras victim is extremely shocking

રાજકીય ગરમાવા વચ્ચે હાથરસની પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. સફદરજંગ હોસ્પિટલના આ રિપોર્ટમાં ક્યાંય પણ રેપનો ઉલ્લેખ જ નથી. રિપોર્ટ મુજબ પીડિતાના ગળા પર ઈજાના નિશાન છે અને કરોડના મણકા તૂટી ગયા હતા. પીડિતાને બ્લડ ઈન્ફેક્શન અને હાર્ટ એટેક પણ આવ્યો હતો. રિપોર્ટ મુજબ મૃત્યુનું સમય 29 સપ્ટેમ્બર સવારના 6:55 મિનિટનો હતો. આ મામલે FSLનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવવાની શક્યતા છે. 

- Advertisement -

આ બાજુ હાથરસ કેસ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ભાઈ રાહુલ ગાંધી સાથે દિલ્હીથી હાથરસ રવાના થઈ ગયા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હાથરસમાં અન્યાય થઈ રહ્યો છે. પરિવાર તપાસથી સંતુષ્ટ નથી. પ્રિયંકા વાડ્રાએ કહ્યું કે પીડિત પરિવારને યોગી સરકાર ધમકાવી રહી છે. સરકાર પરિવારને ચૂપ કરાવવા માંગે છે. આ બાજુ દિલ્હી નોઈડા બોર્ડર પર કોંગ્રેસના કાર્યકરો પ્રદર્શન કરી રહ્યા છે. DND પર ભારે પોલીસ ફોર્સ તૈનાત છે. 

હાથરસમાં પીડિતાના મોત બાદ હાલાત તણાવપૂર્ણ છે. જિલ્લામાં કલમ 144 લાગુ છે. પાંચથી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં. જિલ્લાધિકારી પ્રવીણકુમાર લક્ષકારે કહ્યું છે કે પીડિતાના અંતિમ સંસ્કાર પરિજનોની મંજૂરી બાદ થયા હતાં. તેમણે કહ્યું કે હાથરસની બધી સરહદો સીલ કરી દેવાઈ છે. કલમ 144 લાગુ છે. જિલ્લાધિકારીએ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી આવવાના હોવાની સૂચના મળ્યાનો ઈન્કાર કર્યો છે. હાથરસના એસપી વિક્રાંત વીરે કહ્યું છે કે અમને સૂચના મળી છે કે કેટલાક રાજનેતાઓ અહીં આવવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે અપીલ કરી છે કે તેઓ આમ ન કરે. તેનાથી તપાસમાં વિધ્ન પડશે. જો તેઓ આવશે તો અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. તેમણે પીડિતાના પિતાને પણ કોઈ પણ પ્રકારના ધરણા પ્રદર્શન ન કરવાની અપીલ કરી છે. 

આ પણ વાંચો:-  RBIની બોન્ડ યોજના બંધ કરીને સરકારનો જનતાને વધુ એક ફટકોઃ ચિદમ્બરમ

સમાજવાદી પાર્ટીના ચીફ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે આ ઘટના અંગે ટ્વીટ કરીને લખ્યું કે હાથરસની મૃતકાના પરિજનોને શાસનના મૂક આદેશ પર પ્રશાસને દોડાવી દોડાવીને માર્યા છે. હવે જનતા પણ આ સત્તાધારીઓને દોડાવી દોડાવીને ઈન્સાફની ચોખટ સુધી લઈ જશે. ભાજપના કુશાસનનો અસલ રંગ જનતા જોઈ રહી છે. કપટીઓના ચોલા ઉતરવામાં વાર નહીં લાગે. 

અખિલેશ યાદવ સતત ટ્વીટ કરીને યોગી સરકારને ઘેરી રહી છે. હાલમાં જ તેમણે કહ્યું હતું કે હાથરસની દીકરીના જબરદસ્તીથી દાહ સંસ્કાર પુરાવા મીટાવવાની કોશિશ છે એટલે કે ગેંગરેપ પીડિતાના જબરદસ્તીથી દાહ સંસ્કાર ભાજપ સરકારનું પાપ અને અપરાધ છે. 

આ બાજુ કોંગ્રેસના નેતા અને કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ પણ યુપીની કાયદા વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે યુપીના જંગલરાજમાં દીકરીઓ પર જુલ્મ અને સરકારની સીનાચોરી ચાલુ છે. જીવતે જીવ તો સન્માન ન આપ્યું પરંતુ અંતિમ સંસ્કારની ગરિમા પણ છીનવી લીધી. ભાજપનો નારો બેટી બચાવો નથી પરંતુ તથ્ય છૂપાવો, સત્તા બચાવો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

- Advertisement -