રાજકોટનાં શાંતિનિકેતન અને ભગવતીપરા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા

આજે અમરેલીમાં 1, ભાવનગરમાં 2, ગીર સોમનાથમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 5 અને રાજકોટમાં 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. રાજકોટનાં શાંતિનિકેતન અને ભગવતીપરા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમીન માર્ગ પર રહેતા 88 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. ગત 28 તારીખે આ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગરમાં અમદાવાદથી આવેલા 2 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ ગીર સોમનાથમાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  જેથી ગીર સોમનાથ જિલ્લામાં કુલ 46 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 

- Advertisement -

જસદણ તાલુકાના શિવરાજપુરમાં એક જ પરિવારના 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુરમાં એક જ પરિવારના 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પરિવારના 3 પુરૂષ અને 2 મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી રાજકોટ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ આંક 42 પર પહોંચી ગયો છે. આ પરિવાર અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી બે દિવસ પહેલા જ શિવરાજપુર આવ્યા હતા. લાલજીભાઈ દેહાભાઇ પરમાર (ઉંમર 51), શારદાબેન લાલજીભાઈ પરમાર (ઉંમર-46), રાહુલ લાલજીભાઈ પરમાર (ઉંમર-26), જીજ્ઞેશ લાલજીભાઈ પરમાર (ઉંમર-26) અને નીકીતા લાલજીભાઈ પરમાર (ઉંમર 24)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

કોરોના પોઝિટિવ વૃદ્ધાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી

ગઈકાલે મોડી સાંજે 62 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ વૃદ્ધાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા લોકોને ટ્રેસીંગ કરવાની કામગીરી તેમજ દર્દીના રહેણાંક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ એક કેસ પોઝિટિવ આવતા અમરેલી જિલ્લામાં કુલ 13 કેસ નોંધાયા છે. જેમાંથી 5 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. હાલ અમરેલી જિલ્લામાં કુલ 7 કોરોનાના એક્ટિવ કેસ છે

આ પણ વાંચો:-  સિવિલ અને SVP હોસ્પિ.ના ફોન જ બંધ અને વ્યસ્ત, કોઈ જવાબ જ નથી આપતું

ભાવનગરમાં અમદાવાદથી આવેલા 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. પાલિતાણાના અનીડા ગામમાં રહેતા લાલજીભાઈ નરશીભાઈ રાઠોડનો અને  ગાયત્રીનગર કમલ સોસાયટીમાં રહેતાં સંજયભાઈ રાજુભાઈ રાઠોડ (ઉંમપ-26)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લાલજીભાઈ છેલ્લા 20 દિવસથી અમદાવાદ ખાતે હતા જ્યાં નિમોનીયાના લક્ષમો જણાતા તેઓ સારવાર હેઠળ હતા. જે બાદ તેની તબિયતમા સુધારો ન થતાં તેમને ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.

જેનો કોરોના રિપોર્ટ આજે પોઢિટિવ આવ્યો છે. જ્યારે સંજયભાઈ પણ અમદાવાદથી આવ્યા હતા. જે બાદ તેમને પણ ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ આજે ભાવનગર હોસ્પિટલમાંથી બે દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.  ભાવનગરના વરતેજ નિરમા કોલોનીમાં રહેતા મોદીત નિમેશભાઇ પુરાણી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.