અંગત ડાયરી નાં 21/07/20 અનલોક 2 ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

વોટ્સએપ ગૃપ અંગત ડાયરી અનલોક ૨ નાં એડમીન પેનલ પારુલ અમીત’પંખુડી’, અમીત પટેલ ‘કૃષ્ણસાર’, અને મનીષ શાહ ‘ફાગણિયો’નાં સંયુક્ત ઉપક્રમે મંગળવારે તા :21/07/2020 તુર્તીય સપ્તાહ કાવ્ય: ગીત, ગઝલ, અછાંદસ્, લઘુકાવ્ય સ્પર્ધા યોજાઈ. સ્પર્ધામાં કુલ 42 રચનાઓ આવી. જેના નિર્ણાયક હતાં હેતલબેન મકવાણા ‘હેતપ્રીત’

કાવ્ય,ગીત ,ગઝલ કે અછાંદસ ની કે અન્ય સ્વરૂપે રજૂ કરવાની કલા કસબી ને કવિ કહેવાય, ભર્યા ભીતર નો તરવરાટ શબ્દો ના માધ્યમે રજૂ કરવાની આવડત એક કવિ સૂપેરે જાણે છે,
આવી જ ઉન્માદ, પ્રેમાળ ને વિશિષ્ટ અભિવ્યક્તિઓ ધરાવતી કેટલી વિજેતા કૃતિઓ અહીં પ્રસ્તુત છે

પ્રથમ ક્રમાંક વિજેતા:- જયેશ કેલર

શીર્ષક: હું કવિ…

કિરણ કવિતા ના લઈ નીકળ્યો હું કવિ,
પ્રગટાવી શાબ્દિક પ્રકાશ,ઝાંખો પાડીશ હું રવિ.

છે ભરપૂર આત્મવિશ્વાસ મુજ કલમ થકી,
બદલી નાખીશ હું સાહિત્ય જગત ની છવિ.

શબ્દો એટલે મારે મન પૌષ્ટીક ભોજન,
આપીશ હું મરોડ એ શબ્દો ને પચાવી.

બાંધીશ હું સંબંધ આત્મીયતા ભરેલો,
કોમળ હૃદયમાં નિઃસ્વાર્થ લાગણીઓ વહાવી.

જીવન પુસ્તક ના પાને-પાને, એ પાનાને હર શબ્દે,
વિહરી વિહરી ને બનવું છે મારે અનુભવી.

સેતુરૂપ બનાવીશ મારી કલંપ્રસાદી ને,
વંચાવીશ જગત ને,જીવંત બનાવી .

દ્વિતીય ક્રમાંક વિજેતા:(૧) દક્ષા રંજન , અમદાવાદ

રચના : ગીત (સાયબો),

સાયબો સોહામણો આવ્યો
સખી રે જોને સાયબો સોહામણો આવ્યો
ભવભવની પ્રિતડી લાવ્યો
સખી રે મારો સાયબો સોહામણો આવ્યો.

વાટ્યુ જોતી’તી હું તો જનમો જનમથી
મલકાઈ જાતી એના શમણે સ્મરણથી
એવો મનનો માણીગર આવ્યો
સખી રે મારો સાયબો સોહામણો આવ્યો.

હરખે છે આજ મારા હાથનો ચુડલો
ચમકે છે આજ મારા ભાલનો ચાંદલો
મારા સોળે શણગાર સાથ લાવ્યો
સખી રે મારો સાયબો સોહામણો આવ્યો.

જીવનની વાટમાં, હાથ લઈ હાથમાં
રહેવું છે મારે સખી એના સંગાથમાં
મારું જીવતર મહેંકાવવા આવ્યો
સખી રે મારો સાયબો સોહામણો આવ્યો.

આ પણ વાંચો:-  સુરતમાં કોરોનાના લીધે સીનિયર નર્સનું નિધન.

દ્વિતીય ક્રમાંક વિજેતા:(૨) નમ્રતા જોશી ઓઝા, ‘સુરભિ’ ,અમદાવાદ

શીર્ષક-ગુમાન

ક્ષણનું જીવન ,ઉધારના શ્વાસો લઈ ફરે છે,
માનવી તો પછી ગુમાન શા માટે કરે છે?

હોય વાસ્તવિકતાનો પ્રકાશ સમક્ષ,
તો પણ કલ્પનાની પટ્ટી બાંધી અંધકારમાં વસે છે.

ચહેરા પાછળ ચહેરો રાખે હરપળ,
હૃદયમાં રાખી ખંજર ,બહાર ફૂલોની ભેંટ ધરે છે.

અજ્ઞાની હંમેશા એ ભ્રમમાં ફરે છે,
ગંગા સ્નાને સૌ પાપો ,પુણ્યમાં ભળે છે.

ના કરીશ અભિમાન સમય કોઈનો નથી,
આજનો ધનવાન કાલે એક કણ માટે તરસે છે.

કૃપા ઈશ્વર તણી,મળ્યું છે માનવ જીવન ,
કરી પરમાર્થ જન્મ સફળ કરી લે જે.

તૃતીય ક્રમાંકમાં વિજેતા: અમર, સુનિલ કઠવાડિયા, વડોદરા

છંદ :- ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા

શોધો છો શા માટે તમે ઈશ્વર ગગન સુધી,
શ્રદ્ધા ધરી ફેંકો જશે પથ્થર ગગન સુધી,

રસ્તા નથી મળતાં અહીં ધરતી ઉપર અને,
માનવ હજું શોધે સીડી નક્કર ગગન સુધી,

બસ યાદ તારી આવતા ફોરમ ફરી વળી,
છાંટી ગઈ જાણે હવા અત્તર ગગન સુધી,

હૈયું વલોવી જોઈ લો સાચું શું છે અહીં,
કાપો નહીં ખોટા તમે ચક્કર ગગન સુધી,

આખી ગઝલ બનશે “અમર” જો નામ આપશો,
માનો તમે સાચે જશે અક્ષર ગગન સુધી,

અહેવાલ રિપોર્ટ અમિત પટેલ ‘કૃષ્ણસાર’
[email protected]

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.