અંગત ડાયરી નાં 22/07/20 અનલોક 2 ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

વોટ્સએપ ગૃપ અંગત ડાયરી’અનલોક ૨’ નાં એડમીન પેનલ પારુલ અમીત’પંખુડી’, અમીત પટેલ ‘કૃષ્ણસાર’, અને મનીષભાઈ શાહ ‘ફાગણીયો’નાં સંયુક્ત ઉપક્રમે બુધવારે તા :22/07/2020. ના રોજ કવિ શ્રી રમેશના કાવ્યની પંક્તિ ની ચકલી તું મારા ભાગ્યનું પરબીડિયું ઉપાડ, હું નીકળ્યો છું શહેરમાં ગુલમહોર શોધવા ન હતી ખબર કે શહેરનાં લોકો છે સાવ અંધ આવ્યો તો હું ‘રમેશ’ અરીસાઓ વેચવા આસ્વાદ તથા લેખ માટેની માટે સ્પર્ધા યોજાઈ.

- Advertisement -

સ્પર્ધામાં કુલ 25 રચનાઓ આવી. જેના નિર્ણાયક હતાં નીરવ રાજાણી’ સાદ ‘

મિત્રો કોઈ કાવ્ય માં ખૂબ ટૂંક માં ઘણું બધું કહેવાયું હોય છે, જ્યારે ચર્ચા ની એરણ પર તેને અર્થપૂર્ણ શબ્દો ને વિસ્તારી મૂળ કાવ્ય ના ગહન અર્થ ને સમજીએ છે ત્યારે તે વધુ રોચક બની જાય છે ,ને તેનો મહિમા વધુ સમજાય છે છે.આવી જ કેટલીક લીલીછમ્મ વિજેતા કૃતિઓ અહીં પ્રસ્તુત છે.

પ્રથમ ક્રમાંક વિજેતા : રમેશ પારેખ

ચકલી તું મારા ભાગ્યનું પરબીડિયું ઉપાડ, હું નીકળ્યો છું શહેરમાં ગુલમહોર શોધવા ન હતી ખબર કે શહેરનાં લોકો છે સાવ અંધ આવ્યો તો હું ‘રમેશ’ અરીસાઓ વેચવા.

ચકલી એ લક્ષ્મીનું પ્રતીક છે. ગ્રામ્ય પરિવેશમાં પોતીકા સ્વજનોની સાથે જીવતા કવિ શહેરીજીવનની ઝંખના કરે છે. પરિશ્રમથી પૈસા કમાવવાની આકાંક્ષા તેમને શહેર તરફ જવા માટે પ્રેરે છે. શહેરનાં જાહોજલાલીભર્યા જીવનમાં પોતાનું ભાગ્ય ખીલી ઉઠશે એવી આશા તેમના મનમાં જન્મે છે. આથી કવિ કહે છે કે પરિશ્રમથી સંપત્તિ પ્રાપ્ત થતાં ભાગ્યનો ઉદય થશે.

ચકલી તું મારા ભાગ્યનું પરબીડિયું ઉપાડ ,
હું નીકળ્યો છું શહેરમાં ગુલમહોર શોધવા
ન હતી ખબર કે શહેરના લોકો છે સાવ અંધ
આવ્યો તો હું ‘ રમેશ ‘ અરીસાઓ વેચવા .

સંગીતાબેન જી. તળાવિયા ( સુરત ).

ગુલમહોરરૂપી શીતળ આશ્રય શોધવા કવિ શહેરનાં વિશાળ રાજમાર્ગ પરથી પસાર થાય છે. જેમ ગ્રીષ્મૠતુમાં સૂર્યના પ્રખર તાપથી તપતો ગુલમહોર માર્ગમાં છાંયડો ફેલાવી પુષ્પો વેરે છે અને વટેમાર્ગુને ઠંડક આપે છે તેમ શહેરમાં વસતા શહેરીજનોમાં પણ આત્મીયતાનું સુખ મળશે એવી આશા કવિ સેવે છે. પરંતુ બાહ્યાડંબર અને મિથ્યા અહમ્ માં રાચતા શહેરીજનો સંપત્તિ મેળવવાની લાલસામાં સ્વાર્થી અને અંધ બની જાય છે. અરીસો એ બાહ્ય સૌંદર્યનું પ્રતીક છે. બાહ્ય સૌંદર્ય અને બાહ્ય વ્યક્તિત્વ પ્રત્યે આકર્ષિત થઈ સ્વાર્થી મોહમાં રાચવું એ અંધ બરાબર છે. આમ, સદ્વૃત્તિઓને બદલે દુર્વૃત્તિઓ દ્વારા સંપત્તિ પ્રાપ્ત કરવાના મિથ્યા પ્રયાસ તરફ કવિએ નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચો:-  અંગત ડાયરી નાં 20/07/20 અનલોક 2 ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

દ્વિતીય ક્રમાંક વિજેતા : રીટા મેકવાન ” પલ”, સુરત..

પ્રકાર : લેખ..
વિષય : આજનું શિક્ષણ

આપણી અત્યારની ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા સામે કેટલાક પ્રશ્નો ઉઠ્યા છે.
અને હું મારા વિચાર જણાવું તો આજની શિક્ષણ પદ્ધતિ થી વિરુધ્ધ છું.
શિક્ષણ નો મૂળ અર્થ શું?

જે ક્ષણ થી તમને શિષ્ટાચાર મળે, જે જીવન માં ઉપયોગી નીવડે એ શિક્ષણ.
આજનું શિક્ષણ વ્યક્તિ નો વિકાસ નથી કરતું કારણ કે તે સ્પર્ધાત્મક બની ગયું છે.બીજું એ કે તે અતિ ખર્ચાળ છે. શિક્ષણ સ્પર્ધાત્મક બન્યું હોવાથી હંમેશા ફાયદો જોવાની માનસિકતા વધી છે.

ઓનલાઇન શિક્ષણ..

જુનિયર કે. જી. માં ભણતું બાળક મોબાઈલ સામે બેસી ને ભણતું હોય…જેને કંઈ જ સમજ નથી…એને મોબાઈલ આપવો શું ઉચિત છે ?
જૂન થી ઓન લાઈન ભણતા બાળકો ની ફરિયાદ છે કે કઈ સમજ નથી પડતી..
બીજું હવે શિક્ષકો વિડિયો તૈયાર કરી વાલીઓ ને મોકલી આપે.અને ઘરે વાલીઓ એ બાળકોને તૈયાર કરાવવાનું…એટલું ઓછું હોય એમ હવે આજ મહિના થી પરીક્ષાઓ પણ લેવાઈ રહી છે…

શું આ યોગ્ય છે?

પહેલું સત્ર ..જે જૂન થી શરૂ થઈ ઑક્ટોબર સુધી હોય…જ્યારે સ્કૂલ ચાલુ જ નથી થઈ તે છતાં ઘણી સ્કૂલ માં ફી ફરજિયાત લઈ લીધી છે અને સ્કૂલમાંથી પાઠ્યપુસ્તકો અને નોટ બુક આપવામાં આવી ને એના પણ પૈસા લીધા છે…

આ તો શિક્ષણ છે કે વ્યાપાર???

આજ રીત નું શિક્ષણ હશે તો બાળમાનસ માનસિક વિકલાંગ બનશે..કારણ કે ઓનલાઇન શિક્ષણ માં બાળકો ને કંઈ સમજ પડતી જ નથી.. પ્રથમ ક્રમાંક લાવતું બાળક ..પણ કંઈ સમજાતું નથી એવી ફરિયાદ કરે છે તો શું એ બાબત વિચારવા જેવી નથી?
હમણાં જ એક ન્યૂઝ પેપર માં હતું કે ઓનલાઇન શિક્ષણ માં સમજ ન પડવાથી આઠમા ધોરણ માં ભણતી વિદ્યાર્થી એ આત્મહત્યા કરી લીધી…
બીજો એક સવાલ એ છે કે ગરીબ વર્ગના વાલીઓ..કે જેમની પાસે મોબાઈલ એક જ હોય..અને ઘરમાં બે બાળકો એક જ સમયે ભણતા હોય
તો ????

આ પણ વાંચો:-  અંગત ડાયરી ના આસ્વાદ એટલે તાજગી મળ્યા નો અહેસાસ

ક્યા બાળકના ભણતરનો ભોગ લેવાનો???
સરકાર ને વિનંતી છે કે ભલે એક વરસ બગડે..પણ..બાળકો ની માનસિકતા પર પ્રહાર ન થવો જોઈએ .
વાલીઓ જાગો..
એક થઈને અવાજ ઉઠાવો…
ઓન લાઈન શિક્ષણ ના નામે લુંટવાનો વ્યાપાર બંધ થવો જ જોઈએ…

તૃતીય ક્રમાંક વિજેતા: પ્રકાશ કુબાવત.ઝીકિયાળી, મોરબી

કોઇ પણ વ્યક્તિ સુખ માટે ગમે તે કરી છૂટવા તૈયાર હોય છે. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ સુખ મેળવવામાં તે સફળ થતો નથી ત્યારે ,તે ઝાંઝવાના જળ પીવા પણ ઉત્સુકતા બતાવે છે.સફળતા ન મળતા ઘણા લોકો જ્યોતિષ પાસે પણ જાય છે. ચકલી કે પોપટ દ્વારા પતા ઉપડાવીને પોતાની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરે છે. બધાના ભાગ્યના પરબીડિયા એક સરખા હોતા નથી.કોઇને બાવળ તો કોઇને ગુલમહોર મળે છે.
ગુજરાતીમાં એક કહેવત છે.ભેંસ પાસે ભાગવત ન વંચાય. ભેંશ પાસે ભાગવત વાંચવાથી તેનો કોઇ અર્થ સરતો નથી.આપણી બધી મહેનત નકામી જાય છે. હિમાલયની બાજુમાં ફ્રીઝ વેંચવાનો વ્યવસાય ન જ ચાલે.આપણે જે કઈ કરીએ ,એ એવી જગ્યાએ કરવું જોઇએ કે જ્યાં આપણું કાર્ય દીપિ ઉઠે. આપણે હતોત્સાહ કરનાર જો કોઇ કાર્ય હોય તો તે એ કે ,ક્યારે અને કઇ જગ્યાએ ક્યુ કાર્ય કરવું તે આપણે વિચારતા નથી.અંધ વ્યક્તિ પાસે તમે અરીસાના ગમે તેટલા વખાણ કરો તો પણ એ નિરર્થક જ જશે.
ખરેખર આપણા ભાગ્ય સાથે સાચી દિશામાં કરેલ પ્રયત્નો જ જોડાયેલા છે.

એહવાલ રિપોર્ટ અમિત પટેલ ‘કૃષ્ણસાર’
[email protected]

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

આ પણ વાંચો:-  અમેરિકાએ એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટ્સ પર મૂક્યો પ્રતિબંધ