અંગત ડાયરી નાં 26/07/20 અનલોક 2 ના સપ્તાહ મા માઈક્રોફીકશન તેમજ વાર્તાનાં પરિણામ

સન્ડે સ્પેશિયલ ટાસ્ક અંગત ડાયરી’અનલોક 2′ વોટ્સએપ ગૃપનાં એડમીન પેનલ પારુલ અમીત’પંખુડી’, અમીત પટેલ ‘કૃષ્ણસાર’, અને મનીષભાઈ શાહ ‘ફાગણીયોનાં સંયુક્ત ઉપક્રમે રવિવારે તા :26/07/2020 ના રોજ અંતર્ગત સન્ડે સ્પેશ્યિલ ટાસ્કમાં હાસ્ય વિષે અંગત ડાયરી ગ્રુપના સભ્યોના પોતા ના શબ્દો માં વિશેષ ટાસ્ક આયોજિત કરવામાં આવ્યો.

આવો જાણીએ સભ્યોના હાસ્ય અંગે ના અભિપ્રાય

ટેલર કૃણાલ શાંતિલાલ#kt, સુરત

હાસ્ય:

હાસ્ય એક અનમોલ રત્ન છે.
બધા ગમોને મટાડવા માટે હોય છે

રડતાં આવ્યાં ભલે આ દુનિયામાં.
એક નિખાલસ હાસ્યથી લોકોને હસાવતા હોય છે.

હસવા પર ક્યાં કોઈ કર હોય છે.
હસો અને હસાવો આ તો રીત હોય છે.

લોકો ભલે કહે હસવું મનાઈ છે.
હાસ્ય ખોઇને બેસવું ક્યાં મનાઈ હોય છે.

મન થાય તો ખુદ પર હસી લે “કૃણાલ”
બીજા પર હસવાની ક્યાં કોઈ જરૂર હોય છે.

પીના પટેલ “પીન્કી”, (વિસનગર)

વિષય – હાસ્ય
ઉતાવળ કોઈ દિવસ કરવી નહીં
મારી ઘરવાળી સાથે છેલ્લા ત્રણ દિવસથી મારા અબોલા ચાલતા હતા…
છેવટે કંટાળીને ઘરવાળી એ કહ્યું ….
જો હવે હું દસ સુધી ઘણું છું
જો તમે મારી સાથે વાત નહીં કરો
તો હું પિયર જતી રહીશ…
તેણે ગણવાનું ચાલુ કર્યું…
ઘરવાળી- 1 .. 2 .. 3… 4…
હું- ખામોશ
ઘરવાળી- પાંચ છ . 
હું- શાંત
ઘરવાળી- સાત …આઠ…
હું –  ખૂબ જ ખુશ
પણ શાંત
ઘરવાળી -9 ..
હું- મનમાં ખુશ ખુશાલ
ઘરવાળી -શાંત. ….. શાંત….
પછી મારાથી ઉત્સાહથી ગેલમાં આવીને બોલાઈ ગયું ગણતિ કેમ નથી.. 
ઘરવાળી હાશ તમે બોલ્યા.   ….
બાકી તો હું જતી જ રહેવાની હતી….
  (સ્ત્રી ઓ હંમેશાં ધીર ગંભીર ને ચતુર હોય છે, અને પુરુષો ઉતાવળીયા)

-જાની સોનલ”અવની” અમદાવાદ
શીર્ષક :- હાસ્ય

માતા ના ઉદરે થી વસવાટ કરી જન્મેલુ બાળક સુતુ હોય અને બંધ આંખે હોઠ મલકાવે એ હાસ્ય,

આ પણ વાંચો:-  ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગે 6.87 લાખ ગ્રાહકો ગુમાવ્યા

વિકટ પરિસ્થિતિ મા ગુમ સુમ બેઠેલા મિત્ર ને ખુશ કરવા કરેલી મસ્તી થી હળવાશ પથરાઈ જાય અે હાસ્ય ,

કોઈજ એધાંણ ના હોય અને અચાનક કોઈ પ્રિય જન ના મળવા થીગાલ પર પથરાઈ આવે એ હાસ્ય,

વ્યસ્ત રહેતા આ જીવનમાં અચાનક કોઈ સરપ્રાઈઝ મળી જાય અને મુખ પર લાલીમા છવાઇ જાય એ હાસ્ય,

કાગ ડોળે વાટ જોતા વાદળો વિખેરાઈ જાય અને વર્ષા ની બુંદો સ્પર્શતા અનુભવાય એ હાસ્ય,

બાળપણ માં વિતાવેલ પળો ને યાદ કરતા મસ્તી થી તરબોળ યાદો મા ગરકાવ થઇ જવાય એ હાસ્ય,

પ્રેમી કેરી મીઠી નજર થી આંખો અને ગાલ કેરી ગુલાબી છટા માં છવાઈ જાય એ હાસ્ય,

જીદ કરતા ના મળેલી વસ્તુ મા લઇ આપે ત્યારે મન પર છવાઈ જાય એ હાસ્ય,

સરહદે વર્ષો સુધી પોતાની ડ્યુટી નિભાવતા સૈનિકો ઘર જઇ પોતાના સ્વજનો ને નિહાળતા મુખ પર પથરાઈ જાય એ હાસ્ય,

બાળક બની શિક્ષક જ્યારે રમત કે સંગીત ના તાલે ઝુમી ઉઠે અને મન પ્રસન્ન થાય એ હાસ્ય,

બાળકો કેરી નટખટ વાતો વચ્ચે ખડખડાટ હસાવી જાય એ હાસ્ય,

મેલો એક કોર આ હુ અને તુ ને
ભેગા મળી ને સફળતા ને પંથે છવાઈ જાય એ હાસ્ય,

નદી,ઝરણા,સરોવર,પહાડો ,પક્ષી, વૃક્ષો અને દરિયો જોઇ પ્રકૃતિ પ્રેમે લોભાઈ જવાય એ હાસ્ય,

વર્ષો બાદ આપણા ખાસ મિત્રો ને મળવાનો મોકો ગોઠવાઈ જતા મુખ મંડલ પર છવાઈ જાય એ હાસ્ય,

કલ્પના પણ ના કરી શકાય મારા વગર એવો મારો પ્રતાપ જીવન મા વર્તાય જાય હુ એ હાસ્ય

નરમ

એક ભાઈ નવાનવા લગ્ન કરી ને આવેલા, તેની પત્નીને કોબીજ નો દળો શાક બનાવવા લાવી આપ્યો.
અને શાક રોટલા બનાવી દેજે તેમ કહી ખેતરે ગયા.
બપોરે ભાઈ તો આવ્યા,
કહે કેવું જમવાનું, રેડી ને ?
પીરસ, હું હાથમો ધોઈ લવ.
પત્ની શુ રેડી…?
આ તમે જે લાવ્યા તેમાંથી કશું નીકળ્યું જ નહિ. એક પાંદ ખોલ્યું, બીજું,…ત્રીજું ..,જુઓ આ પડયા બધા પાંદડાઓ ખુણામાં.
મહીં થી કશું નીકળે તો બનાવું ને..

આ પણ વાંચો:-  મધ્યાહ્નન ની વેદના

પારુલ અમીત’પંખુડી’

મારી નજાકતની કરોડરજજુ
એટલે મારૂ સાહિત્ય …
એના શબ્દો માં હું હોઈશ…
ચા પીતા તું ફૂંક મારીશ એમાં પણ
હું હોઈશ..
સૂર્યના પહેલા કિરણ માં,
કુંડા માં ઉગતા એ ફૂલોની
મહેકમાં પણ હું હોઈશ..
વરસી પડશે આંસુ એકધારા
એની બૂંદો માં પણ હોઈશ,
ને ખડખડાટ તારા એ હાસ્યમાં
પણ હું જ હોઈશ,
વાર્તા ના અધ્યાહારમાં,
ગઝલના શેર માં, લેખ ના કટાક્ષમાં
કવિતાના લયમાં, ને નવલિકાના
પાત્રો માં હું હોઈશ.
હા હું હોઈશ જીવંત
શબ્દોમાં, વાક્યોમાં
એક એક મૂળાક્ષરોમાં…

મનીષ શાહ ‘ફાગણિયો’, નડીઆદ
વિષય: “હાસ્ય”*

હાસ્ય નામ પડતા જ ખિલખિલાટ ના શસ્ત્રે જાણે સઘળા દુઃખ નું નિર્મૂલન થતું હોય એ હદે શાતા વળે.
હસવું સ્વાભાવિક છે.
જન્મતા વેંત માનું મુખ જોતા જે ખુશી આવે તે હાસ્ય .
પ્રિયતમ ના સંદેશ કે મિલન મેળાપ વખતે અંતર ઊર્મિ રેલાય ને મુખડા પર હાસ્ય છલકાય.
મિત્રો ના મેળાવડે મળાય ને આનંદ છલકે ને ને સ્ફુરે હાસ્ય.
મિત્રો હાસ્ય એ ઈશ્વરીય વરદાન છે.
નિખાલસ હાસ્ય એ દરેક દુઃખ ને ઓછા વત્તા અંશે દૂર કરે છે એ સનાતન વાત છે
આજના depression યુગ માં લોકો કેટલીય બીમારી નો ભોગ બને છે, laughter therapy ને laughing club આની જ દેન છે.
હસવું એ કઈ કેટલાય રોગો નું ઔષધ છે એ હવે સમજાતું થયું છે
જે વ્યક્તિ મુક્ત હાસ્ય નથી વેરતો નથી એના જેવો ગરીબ કોઈ નથી એ કહેવું અતિશયોક્તિ નથી.
હસવા થી શરીર ને મન તંદુરસ્ત રહે છે
એટલે મિત્રો હસો ,પેટ પકડીને હસો, ફેફસા ફાળ હસો, નિર્દોષ હસો.
મનીષ શાહ ‘ફાગણિયો’
નડીઆદ

અહેવાલ રિપોર્ટ અમિત પટેલ ‘કૃષ્ણ સાર’
[email protected]

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

આ પણ વાંચો:-  ભક્તો અવ્યવસ્થા કરશે તો સોમનાથ મંદિર બંધ કરવુ પડશે, ટ્રસ્ટી પી.કે.લહેરીનું મોટું નિવેદન

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.