લોકડાઉન ખૂલતા જ અન્ય દેશો, રાજ્યો અને શહેરોમાં ફસાયેલા લોકો પોતાના વતન પરત ફરી રહ્યાં છે. ત્યારે ગોધરાના 26 વ્યક્તિઓ પાકિસ્તાનના કરાંચીમાં ફસાયા છે. 2 માસ અગાઉ આ તમામ લોકો કરાંચીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. પરંતુ લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં જ અટવાયા છે. ગોધરાના તેમના સ્વજનોના ઘણા પ્રયત્નો કરવા છતાં નથી પણ તેઓ વતન પરત આવી શક્તા નથી. પરિવાર વગર જ પાકિસ્તાનમાં અટવાયેલા લોકોએ રમજાન અને ઈદ પણ ત્યાં મનાવી હતી. પરત ફરવા માટે 4 જૂનની અમૃતસરથી ગોધરાની ટ્રેનની ટિકીટનું એડવાન્સ બુકીંગ કરાવ્યું હતું. પરંતુ સમયાંતરે ભારત અને પાકિસ્તાનમાં લોકડાઉનની અલગ અલગ તારીખો જાહેર થતા ગોધરાના આ નાગરિકો અટવાયા છે. ત્યારે તેઓએ એક વીડિયો જાહેર કરીને લાહોરથી વાઘા બોર્ડર ક્રોસ કરવાના પ્રશ્ન અંગે ભારત સરકાર મદદ કરે તેવી અપીલ કરી છે. આ અંગે તેઓએ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને મેઈલથી અનેક વખત જાણ કરી છે, પરંતુ તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યુ નથી. 

આ નાગરિકોએ રજૂઆત કરી કે, હાલ પાકિસ્તાનમાં રેલ સેવા બંધ છે. તો ભારતમાં 1 જૂનથી રેલવે સેવા શરૂ થવા જઈ રહી છે. અમે બધાએ 4 જૂન, 2020થી અમૃતસરથી ગોધરાની રેલવી ટિકીટ બુક કરાવી છે. તેથી અમને અમારા વતન પરત ફરવા માટેના અવરોધ દૂર કરો. માત્ર અટારી-વાઘા બોર્ડર ક્રોસ કરવું અમારુ વતન પરત ફરવા માટે બાધાજનક છે. અમે વિનંતી કરીએ છીએ કે, અમને ત્યાં સુધી પહોંચાડવામાં આવે. આશા છે કે, અમારી વતન વાપસી માટે વ્યવસ્થ કરવામાં આવે. 

આ પણ વાંચો:-  કોરોનાને લઈને ગુજરાત માટે આજે ખતરાની ઘંટી વાગી, રાજ્યમાં વધુ 10 કેસો નોંધાતા મચ્યો હાહાકાર