28.3 C
Gujarat
Sunday, May 22, 2022

Latest Posts

પ્રજાસત્તાક દિને વાંસદાના ગ્રામ્ય વિસ્તારોમાં 3.2ની તિવ્રતાનો ભૂકંપ


એ.પી સેન્ટર વણારસી ગામ પાસે 9 કિ.મી ઊંડે

વાંસદા, રાણી ફળિયા, ઉપસળ,
ચિકટિયા, દુબળ ફળિયા, લીમઝર
ગામામાં આંચકા અનુભવાયા

વાંસદા

વાંસદા
તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
બુધવારે પ્રજાસત્તાકિ દને બપોરે ૧૨ઃ૪૬
કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

વાંસદા
તાલુકાના વણારસી ગામ પાસે ૨૦.૭૬ લેટિટયુડ અને ૭૩.૩૩ લોંગીટયુડ પર એપી સેન્ટર
હોવાનું સરકારી વેબસાઈટના માધ્યમે જાણવા મળ્યું હતું. આ ભૂકંપમાં વાંસદા
, રાણી ફળીયા, ઉપસળ, ચિકટિયા, દુબળ ફળીયા,
લીમઝર જેવા ગામોમાં ઝાટકાનો અનુભવ થયો હતો. ભૂકંપની ડેપ્થ ૯
કિલોમીટર અને તીવ્રતા ૩.૨ નોંધાઇ હતી.

ઉલ્લેખનીય
છે કે
, ભૂકંપના
આંચકાની તીવ્રતા વધતી જઈ રહી હોવાનું ડેટા દ્વારા જણાય રહ્યું છે. વારંવાર આવતાં ભૂકંપથી
લોકોમાં દહેશત સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી વાંસદા પંથકમાં
ટૂંકા અંતરે વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવા છતાં પ્રશાસનિક અધિકારીઓ દ્વારા
આજ સુધી કોઈપણ જાતના તકેદારીના પગલાં ન લેવાતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી
હતી.આ ૨૬ મી જાન્યુઆરી એ આવેલ ભૂકંપ ના આંચકા એ ૨૨ વર્ષ પહેલાં ૨૬ મી જાન્યુઆરી એ આવેલ
ભુકંપની યાદ અપાવી દીધી હતી.

આ પણ વાંચો:-  આસામમાં પૂરઃ 500થી વધુ પરિવારોને પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારોમાં રેલ પાટા પર રહેવાની ફરજ પડી, 8 લાખનું જનજીવન પ્રભાવિત

બે-ત્રણ વર્ષથી વારંવાર આંચકા, કેલીયા ડેમ ભરાયા બાદ આંચકા શરૃ થાય છેઃ કારણોની તપાસ કરવા માંગણી

વાંસદા પંથકમાં છેલ્લા ૨-૩ વર્ષથી વારંવાર ભૂકંપના આંચકા
અનુભવાઈ રહ્યા છે
, કેલીયા ડેમ ભરાય ગયા બાદ આ વિસ્તારમાં
ભૂકંપના આંચકા આવવાનું ચાલુ થઈ જાય છે
, સાચું કારણ ભૂસ્તરશાી
દ્વારા તપાસ કરવામાં આવે તો જ ખબર પડશે. જવાબદાર પ્રશાસનિક અધિકારી દ્વારા ભૂકંપ
આવવાના કારણો જાણવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે એ જરૃરી બન્યું છે. એવું
સ્થાનિક નેતાઓ કહે છે.

.

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:​​​​​​​આજથી પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂ.7નો ઘટાડો, અમદાવાદની મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી નીકળતા રેસ્ટોરન્ટ સીલ

નમસ્કાર,આજે રવિવાર છે, તારીખ 22 મે, વૈશાખ વદ- સાતમ (કાલાષ્ટમી)આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર1) આજથી પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા...

ભોપાલની જામા મસ્જિદ, 11મી સદીના ભોજશાળા સ્મારકને લઈને મુશ્કેલી ઉભી થઈ

ભોપાલ: ઉત્તર ભારતના બે પડોશી રાજ્યો, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ, છેલ્લા કેટલાક દિવસોમાં તેઓ જે હેડલાઈન્સ બનાવી રહ્યા છે તે જ હોડીમાં સફર...

સનાતન ધર્મ તેમના માટે શક્તિ છે, ભગવાન પણ તે શોધે છે, અનુરાગે ભાજપ પર વરસાવ્યો, અને પ્રમોદ કૃષ્ણમનો ઉલ્લેખ કરીને સંબિતે લીધો આવો ટોણો

જ્ઞાનવાપી સર્વેની વચ્ચે સપા પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા હિંદુ ધર્મને લઈને આપેલું નિવેદન ચર્ચામાં છે. તેમણે ભૂતકાળમાં અયોધ્યામાં કહ્યું હતું કે 'આપણા હિંદુ...

Latest Posts

Don't Miss