ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે આજે વધુ 438 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 31 દર્દીના મોત થયા છે. સાથે જ 689 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 299 કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોનાં મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 2,11,1930 ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.

- Advertisement -

આજે નોંધાયેલા કેસની વિગત

આજે રાજ્યમાં 31 વ્યક્તિઓનાં કોરાનાનાં કારણે દુ:ખદ મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મોતનો આંકડો 1038 થયો છે

  • અમદાવાદ -20
  • પંચમહાલ -03
  • સુરત – 02
  • પોરબંદર – 02
  • અમરેલી -01
  • અરવલ્લી -01
  • જામનગર – 01
  • રાજકોટ -01

86 દર્દીઓ ઓક્સિજન પર

સુરતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા દર્દીઓની સંખ્યામાં સાથે મૃત્યુઆંકમાં પણ દરરોજ વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોના 70 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે રોજના ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આજે 351 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 109- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6- વેન્ટિલેટર, 17- બીપેપ અને 86 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.

સુરતમાં Coronaએ લગાવી સદી

કામરેજ તાલુકામાં કોસમાડા ગામે ૫૦ વર્ષની મહિલા અને પાસોદરા ગામના ૫૮ વર્ષના શાકભાજીના વેપારી ઉપરાંત માંગરોળ તાલુકાના કોસંબા ગામની ૫૩ વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરત જિલ્લામાં કુલ ૧૦૦ કેસ થયા છે. કામરેજ તાલુકામાં ૧૦ અને માંગરોળ તાલુકામાં ૬ કેસ થયા છે.

આ પણ વાંચો:-  અમદાવાદમાં અમિત શાહે રૂપિયા 222 કરોડના ખર્ચે 310 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યું