ગુજરાતમાં આજે 498 નવા કેસો સામે આવ્યા છે અને 29 લોકોના મરણ થયા છે

ગુજરાતમાં આજે 498 નવા કેસો સામે આવ્યા છે અને 29 લોકોના મરણ થયા છે, જ્યારે 313 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 19617 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાં 61 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 5013 સ્ટેબલ છે. 13324 દર્દીઓને અત્યારસુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1219 લોકોના મોત થયા છે. આજે 29 લોકોના મોત થયા છે, જેમાંથી 26 લોકો અમદાવાદના છે, જ્યારે સુરતમાં 2 નિધન થયા છે. વડોદરા ખાતે 1 નિધન થયું છે. ગુજરાત સરકારે અત્યારસુધીમાં 245606 ટેસ્ટ કર્યા છે.

- Advertisement -

હાલમાં ગુજરાતમાં કુલ 216130 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે, જેમાંથી 209391 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે, 6739 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે.

આજની નવા કેસોની જિલ્લાવાઇઝ વિગત…

અમદાવાદ 289 કેસ

સુરત 92 કેસ

વડોદરા 34 કેસ

ગાંધીનગર 20 કેસ

રાજકોટ 8 કેસ

વલસાડ 7 કેસ

મહેસાણા 6 કેસ

પાટણ 6 કેસ

સાબરકાંઠા 5 કેસ

કચ્છ 5 કેસ

બનાસકાંઠા 4 કેસ

પંચમહાલ 4 કેસ

ભરૂચ 3 કેસ

છોટા ઉદેપુર 3 કેસ

ભાવનગર 2 કેસ

અરવલ્લી 2 કેસ

આણંદ 2 કેસ

ખેડા 2 કેસ

ગીર સોમનાથ 2 કેસ

નવસારી 2 કેસ

અત્યારસુધીમાં દેશમાં 6642 લોકોના મોત થયા છે

દેશની વાત કરીએ તો 6 જૂન સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં આજે નવા 9887 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 236657 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 6642 લોકોના મોત થયા છે. જ્યારે 115942 એક્ટિવ કેસ છે અને 114073 સાજા થયા છે. આજે 4611 લોકો સાજા થયા છે. જ્યારે 294 લોકોના મોત થયા છે. દેશમાં કુલ 4524317 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં આજે 137938 ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:-  વડોદરામાં કોરોનાથી વધુ 3 દર્દીના મોત, કાલોલ તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો

તામિલનાડુમાં 232 મોત થયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 80229 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 28694 કેસ છે. દિલ્હીમાં પણ 26334 કેસ છે. આજે મહારાષ્ટ્રમાં 2436 નવા કેસ આવ્યા છે, જ્યારે તામિલનાડુમાં 1438 નવા કેસ અને દિલ્હીમાં  1330 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 2849 મોત થયા છે, જ્યારે તામિલનાડુમાં 232 મોત થયા છે.

જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 6,663,304 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 392,802 લોકોના મોત થયા છે. આજે દુનિયાભરમાં 118,526 નવા કેસ સામે આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.