જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા 54 વર્ષની મહિલાની તબીયત લથડતા રાજકોટ ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબોને કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લીધું હતું. 29 મેના રોજ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેમજ પાલિતાણાના દુધાળા ગામે રહેતાં રાજેશભાઇ પરશોતમભાઇ ઘામેચા (ઉં.વ.45)નો તા.29/05/2020ના રોજ પોઝિટિવ રિપોર્ટ આવતા આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ હતા. જ્યાં આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી ભાવનગર જિલ્લામાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે.

- Advertisement -

રાજકોટ જિલ્લામાં વધુ એક કોરોના કેસ નોંધાયો છે. જસદણના વીરનગર ગામમાં રહેતા 50 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસ પહેલા તેમના પતિ પુંજાભાઇ સોલંકીને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી આથી પરિવારને ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો. જસદણ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7 થઇ છે. જ્યારે રાજકોટ શહેરમાં 83 અને ગ્રામ્યમાં 33 મળી કુલ સંખ્યા 116 થઇ છે.

ભાવનગરમાં 120 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 8ના મોત, 102 ડિસ્ચાર્જ અને 10 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. ભાવનગરની સ્થિતિ હવે સુધરતી જોવા મળી રહી છે. ભાવનગરમાં ગઇકાલે એક પણ કેસ નોંધાયો નહોતો.

આ પણ વાંચો:-  અમેરિકાના તમામ 50 રાજ્યો ઇમરજન્સી ઝોન જાહેર