દેશમાં મોટાભાગના પ્રતિબંધો હટાવવા સાથે, કોવિડ -19 સંક્રમણના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે

દેશમાં મોટાભાગના પ્રતિબંધો હટાવવા સાથે, કોવિડ -19 સંક્રમણના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં લગભગ 61 હજાર કેસ વધી ગયા છે. આને કારણે શુક્રવારે ભારત કોરોના અસરગ્રસ્ત દેશોની યાદીમાં ઇટાલીથી આગળ છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ચિકિત્સા ક્ષેત્રના નિષ્ણાતો વિચારે છે કે જો પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળી જાય, તો ફરીથી લોકડાઉન લાદવું પડી શકે છે. ભારતીય તબીબી વૈજ્ઞાનિક સંસ્થા –એઈમ્સ (AIIMS) ના વરિષ્ઠ તબીબે સરકાર સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રોગચાળાને પહોંચી વળવાની વ્યૂહરચના નિષ્ણાંતોની જગ્યાએ અમલદારો દ્વારા બનાવવામાં આવી રહી છે.

- Advertisement -

તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવશે તો કોરોનાના મામલા વધી જશે

દિલ્હીના શાલીમાર બાગ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલના ફેફસાંના રોગ વિભાગના નિયામક ડો. વિકાસ મૌર્યાએ કહ્યું, જ્યારે તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવશે ત્યારે કેસોમાં વધારો થશે. મૂળભૂત રીતે લોકડાઉનનો ઉપયોગ મહામારીથી નિપટવા માટે તેમજ તેના પ્રકોપને રોકવાની તૈયારી માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે જ્યારે તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવશે તો કોરોનાના મામલા વધી જશે. પરંતુ મહત્ત્વપૂર્ણ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે પરિસ્થિતિ બેકાબૂ ન થાય અને જો એવું થાય છે તો લોકડાઉન ફરીથી લગાવવું પડશે.

કેસોમાં ઝડપથી વધારો ચિંતાજનક

ફોર્ટિસ હોસ્પિટલ વસંતકુંજ લંગ ડિસીઝિસ વિભાગના નિયામક ડો. વિવેક નાંગીયાએ પણ જણાવ્યું હતું કે, કેસોમાં ઝડપથી વધારો ચિંતાજનક છે. તેમણે કહ્યું કે મોલ્સ અને મંદિરો ખોલવાની ઉતાવળ વધારે પડતી છે. કારણ કે લોકો એકઠા થવાનું શરૂ થઈ જશે અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર નીકળી જશે.

સરકારની કોરોના પોલિસી બાબુ ચલાવે છે, નિષ્ણાંતોની નહીં

એઈમ્સના એક વરિષ્ઠ ડોકટરે કોવિડ -19 વૈશ્વિક મહામારીથી નીપટવા માટે સરકારની નીતિઓ અને સંદેશાવ્યવહારની વ્યૂહરચનાની નીંદા કરતા કહ્યું છે કે મહામારીથી નિપવટવા માટે રોગશાસ્ત્રીઓ અને જાહેર આરોગ્ય નિષ્ણાતોને બદલે અમલદારો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. એઈમ્સમાં ગેસ્ટ્રોએંટોરોલોજી વિભાગના વડા, ડો. અનૂપ સરાયા એ પોતાના ઈન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થ ના તંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે વૈજ્ઞાનિકોના કોઈપણ સલાહકાર જૂથની સફળતા ‘નિખાલસતા, સ્વતંત્રતા અને વિચારની વિવિધતા પર આધારિત છે’ તેમણે લખ્યું છે કે, કમનસીબીની વાત એ છે કે વૈશ્વિક મહામારી પર સરકારની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિઓના સંદર્ભમાં નિખાલસતાની આ સંસ્કૃતિ જોવા મળી નથી.સંભવત કારણ એ છે કે આ સમિતિઓમાં ફક્ત સરકારી કાર્યકરો જ સભ્ય છે.

આ પણ વાંચો:-  કોરોનાનાં ખૌફથી પોતાના દેશ નથી જવા ઇચ્છતા અમેરિકનો

ચાર મહત્વપૂર્ણ સિદ્ધાંતોનો અમલ કરવો જરૂરી

સુપ્રસિદ્ધ ફેફસા રોગ નિષ્ણાંત ડો.અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, લોકોએ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે લોગો સ્વયં લોકડાઉનનું પાલન કરે અને આ ચાર મહત્વપૂર્ણ સિદ્ધાંતોનો અમલ કરવો જરૂરી છે . જરૂરિયાત ન હોય તો બહાર ન નીકળવું. હંમેશાં માસ્ક પહેરો, અંતર રાખવું અને હાથ ધોવાનું ચાલુ રાખવું જરૂરી છે. તેમણે કહ્યું, હાલની સ્થિતિ એવી નથી કે ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે, પરંતુ જો પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળી જાય તો આપણે શટડાઉન પર પાછા જવું પડી શકે છે. સર ગંગારામ હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મંદિરો અને મોલ ખોલવાની મંજૂરી આપવી એ ઉતાવળનો નિર્ણય છે કારણ કે લોકો નિયમનો ભંગ કરશે નહીં તેની ખાતરી કરવી ખૂબ જ મુશ્કેલ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.