Saturday, August 9, 2025
ગુજરાત

નિફટી ફ્યુચર ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

\"\"

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૭.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૭૧૨ સામે ૮૩૬૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૩૮૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૫૩૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૬૧૧ સામે ૨૫૫૯૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૫૨૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૫૫૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૪ દેશો સાથે અમેરિકાના વેપારમાં એકંદર જાપાન, દક્ષિણ કોરિયા સહિતના દેશો માટે આકરાં ટેરિફ દરો જાહેર કરતાં અને બાંગ્લાદેશ માટે પણ ટેક્સટાઈલ પર ૩૫% ટેરિફ જાહેર કર્યાના સમાચાર સામે ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ-ટેરિફ જાહેર થતાં પૂર્વે એડવાન્ટેજ ઈન્ડિયા બની રહેવાની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેબજારમાં શરૂઆતી તબક્કામાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળો જોવા મળ્યો હતો, જો કે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત વિલંબિત થવાની શક્યતા અને અમેરિકા સહિત અન્ય દેશોના મજબૂત નફો-વસૂલીના કારણે વૈશ્વિક બજારોમાં નરમાઈ, તાજેતરમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થતા અને રૂપિયાની કિંમતમાં ઘટાડો થતા ભારતીય અર્થવ્યવસ્થાને દબાણમાં મુકવાની શક્યતા, વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી વેચવાલી, રોકાણકારો આગામી કંપનીનાં પરિણામો અને મહત્ત્વના આર્થિક ડેટાની રાહ જોઈ રહ્યા હોવાને લીધે તેઓ સાવચેતીપૂર્વક રોકાણ કરી રહ્યા છે જેના પરિણમે આજે સ્થાનિક બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પે તેના કેટલાક વેપાર ભાગીદાર દેશો સાથે વેપાર કરારની મુદત લંબાવતા અને કેટલાક દેશો પર ઊંચી ટેરિફ જાહેર કરતા, ઉપરાંત બ્રિક્સ જૂથનો ભાગ હોવાથી ભારત પર ૧૦% વધારાના ટેરિફનો પુનરોચ્ચાર કરતા ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે ટેરિફને પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર નેગેટિવ અસર પડવાનું જોખમ ઉભું થતા વૈશ્વિક સ્તરે માંગ ઘટવાની ધારણાએ ક્રુડઓઈલમાં ભાવમાં નરમાઈ જોવા મળી હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, સર્વિસીસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, યુટિલિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, પાવર, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને ઈન્ડસ્ટ્રીયલ્સ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૬ અને વધનારની સંખ્યા ૨૦૭૬ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૧.૪૦%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૨૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૬૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૫૯%, એશિયન પેઈન્ટ ૦.૫૭%, આઈટીસી લિ. ૦.૫૫%, એચડીએફસી બેન્ક ૦.૪૫% અને ઈટર્નલ ૦.૩૬% વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેકનોલોજી ૨.૦૩%, ટાટા સ્ટીલ ૧.૮૨%, ટેક મહિન્દ્રા ૧.૩૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૮%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૧.૦૧%, લાર્સેન લિ. ૦.૭૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૭૦%, ટીસીએસ લિ. ૦.૬૫% અને ભારતી એરટેલ ૦.૬૧% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રેડીમેડ ગારમેન્ટસ તથા એપરલની નિકાસમાં ભારતના મોટા હરિફ બાંગ્લાદેશ પર અમેરિકા દ્વારા ૩૫% ટેરિફ લાગુ કરવાના નિર્ણયથી ભારતના એપરલ તથા રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકો માટે હાલમાં સ્થિતિ સાનુકૂળ બની છે. જો કે નવા ટેરિફનો અમલ ૧લી ઓગસ્ટથી થવાનો છે ત્યારે બાંગ્લાદેશ પણ અમેરિકાને આ મુદ્દે સમજાવવાના પ્રયાસમાં હોવાન પ્રાપ્ત અહેવાલો જણાવે છે. વિયેતનામ સાથેના વેપાર કરારમાં અમેરિકાએ ૨૦% ટેરિફ લાગુ કર્યા છે ત્યારે હવે ભારત સાથેના કરારમાં ટેરિફ નીચા રહે તે જરૂરી છે. હાલમાં ભારતની ટેકસટાઈલ નિકાસ પર ૧૦% ટેરિફ વસૂલવામાં આવે છે પરંતુ પ્રોડકટ કલાસીફેકશન તથા દરમાં વિવિધતાને કારણે કેટલાક સેગમેન્ટસ પર ૨૬% ડયૂટી લાગુ થાય છે.અમેરિકા સાથે હાલમાં ચાલી રહેલી વેપાર વાટાઘાટમાં જો સ્થિતિ ભારત તરફ વળશે તો ભારતને સ્પર્ધાત્મકતાનો લાભ મળી રહેશે.

ભારતની  ટેકસટાઈલ નિકાસને ભાવમાં સ્પર્ધાત્મકતાનો લાભ મળી રહેશે તો અમેરિકા ખાતે નિકાસ હિસ્સામાં વધારો થવાની પણ અપેક્ષા છે. સસ્તા લેબરને કારણે બાંગ્લાદેશ રેડીમેડ ગારમેન્ટસમાં ભારતની સ્પર્ધા સામે ટકી શકે છે, પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી દેશના ગારમેન્ટસના નિકાસકારોએ અમેરિકાના ખરીદદારોને ડિસ્કાઉન્ટ ઓફ કરવાનું  આ અગાઉથી જ શરૂ કરી દીધું હતું. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં અમેરિકા ખાતે ભારતની એપરલ નિકાસનો આંક પાંચ અબજ ડોલર રહ્યો હતો. સૂચિત વેપાર કરારમાં ભારતના હિતોના રક્ષણ માટે દરેક આવશ્યક પગલાં લેવામાં આવશે ખાસ કરીને ટેકસટાઈલ તથા એપરલ જેવા ક્ષેત્રોને ધ્યાનમાં રખાશે એવી સરકાર દ્વારા આ અગાઉ ખાતરી ઉચ્ચારવામાં આવી છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in