જેઠ મહિનાની પૂર્ણિમાએ સત્યનારાયણની કથા કરો, જરૂરિયાતમંદ લોકોને દાનમાં ધન અને અનાજ આપો

- Advertisement -

શુક્રવાર, 5 જૂન એટલે આજે રાતે ચંદ્રગ્રહણ થશે, આ ગ્રહણ મંદ રહેશે. અમેરિકા સ્પેસ એજન્સી નાસા પ્રમાણે આ ગ્રહણ યૂરોપ, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે. ભારતમાં આજે રાતે લગભગ 11.15 વાગ્યાથી આ ગ્રહણ શરૂ થઇ જશે અને લગભગ 2.35 વાગ્યે પૂર્ણ થશે. આ ગ્રહણ મંદ હોવાના કારણે તેનું ધાર્મિક મહત્ત્વ રહેશે નહીં. તેનું સૂતક પણ લાગશે નહીં. આજે જેઠ મહિનાની પૂનમ છે અને આ તિથિ સાથે સંબંધિત પૂજા-પાઠ કરી શકાશે.

આ ગ્રહણમાં ચંદ્ર ઘટતો કે વધતો જોવા મળશે નહીં. પરંતુ ચંદ્રની ચમક ઘટતી જોવા મળે છે. એશિયાના થોડાં દેશ અને યૂએસમાં આ ગ્રહણ જોવા મળશે. આ ગ્રહણમાં ચંદ્ર આગળ ધૂળ જેવી છાયા જોવા મળશે. જેને સરળતાથી જોઇ શકાતું નથી. આ વર્ષે 10 જાન્યુઆરીએ પણ આવું જ ચંદ્રગ્રહણ થયું હતું. ત્યાર બાદ 5 જુલાઈ અને 30 નવેમ્બરે પણ મંદ ગ્રહણ રહેશે.

મંદ ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છેઃ-

જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક સીધી લાઇનમાં આવે છે. ત્યારે પૃથ્વીના કારણે ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી અને પૃથ્વીની છાયા સંપૂર્ણ રીતે ચંદ્ર ઉપર પડે છે. આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે મંદ ચંદ્રગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક એવી લાઇનમાં રહે છે, જ્યાંથી પૃથ્વીની હળવી છાયા ચંદ્ર ઉપર પડે છે. આ ત્રણેય ગ્રહ એક સીધી લાઇમાં રહેતાં નથી. આ કારણે મંદ ચંદ્રગ્રહણની સ્થિતિ બને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  25 જૂન : જાણો શું કહે છે આજના સિતારા તમારા માટે જુઓ આજ નું રાશિ ભવિષ્ય