મોડાસા,તા.25
આજે જિલ્લાભરમાં રાષ્ટ્રના ૭૩માં ગણતંત્ર દિનના રાષ્ટ્રિીય
પર્વની ઉજવણી જરૂરી તકેદારી સાથે ગૌરવભેર
રીતે ઉજવાશે. અરવલ્લી જિલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મોડાસા ખાતેની સરકારી
ઈજનેર કોલેજ ખાતેના હેલીપેડ મેદાનમાં યોજાનાર છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા
રાષ્ટ્ર ધ્વજને સલામતી આપી આ પર્વની ઉજવણી હાથ ધરાશે. જિલ્લાની જુદીજુદી સકારી
કચેરીઓ, શળાા, કોલેજ અને સ્થાનિક સ્વરાજયની
સંસ્થાઓમાં પણ આ પર્વ ગૌરવભેર ઉજવાશે.
જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ અગાઉ માલપુર ખાતે યોજાનાર
હતો. જરૂરી તૈયારીઓ પણ હાથ ધરાઈ હતી.પરંતુ રાજય સરકારની નવી ગાઈડ લાઈન હેઠળ આ
રાષ્ટ્રીય પર્વની ઉજવણી કોરોનાના સંક્રમણને લઈ માત્ર જિલ્લાકક્ષાએ યોજવાનું
ઠરાવાતાં હવે સ્થળ બદલાયું છે,અને આજે આ ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
મોડાસા ખાતેની સરકારી ઈજનેર કોલેજના હેલીપેડખાતે યોજાશે.
અરવલ્લી જિલ્લા
કલેકટર એવં જિલ્લા મેજીસ્ટ્રેટ ર્ડા.નરેન્દ્રકુમાર મીના રાષ્ટ્ર ધ્વજને ગૌરવભેર
સલામી આપશે અને રાષ્ટ્રગાન સાથે આ ઉજવણીનો આરંભ થશે.આ ઉજવણી કાર્યક્રમમાં સમારંભ
અધ્યક્ષ એવં કલેકટર પરેડ નિરીક્ષણ અને ત્યાર બાદ પ્રાસંગિક ઉદ્દબોધન કરશે. જયારે આ
પર્વે જિલ્લાના કોરોના વોરીયર્સ ને રસીનો પ્રીકોશન ડોઝ આપવામાં આવનાર છે.
કાર્યક્રમની પૂર્ણાહુતી વૃક્ષારોપણ બાદ કરાશે એમ જિલ્લાના અધિક નિવાસી કલેકટર
એન.ડી.પરમારે જણાવ્યું હતું. મોડાસા
નગરપાલિકા કક્ષાએ ધ્વજવંદન કાર્યક્રમ નગર સેવા સદન ખાતે પ્રમુખના અધ્યક્ષ સ્થાને
યોજાનાર છે.
રાષ્ટ્રીય પર્વે આ ખાંભીને પણ વંદન જરૂરી
અરવલ્લી જિલ્લાના પાલ-દઢવાવ ગામે ૧૭૦ વર્ષ અગાઉ અંગ્રેજો
દ્વારા કરાયેલ નરસંહારની કરૂણ ઘટના સર્જાઈ હતી. આ શહીદ સ્મારકના સન્માનને લઈ આજે
દિલ્હી ખાતેની પરેડમાં આ સ્થળનો ટેબલો પ્રદર્શિત કરવામાં આવનાર છે.
વણિક પરિવારના મોતીલાલ તેજાવત સહિત ૧૨ શહીદના સ્ટેચ્યુ રજૂ
કરાશે. ત્યારે આ રાષ્ટ્રીય પર્વે મોડાસાની સર્વોદય હાઈસ્કુલના મેદાનમાં આવેલ આ
ખાંભીને પણ વંદન કરવા જરૂરી મનાય છે.
તંત્રને સમય મળે તો
આ ખાંભીએ કંડારેલા સ્વતંત્ર્ય સંગ્રામના ૧૦ લડવૈયાઓના નામના સ્થળે પુષ્પાંજલી
અર્પવી ગૌરવભેર ગણાશે.
.