શંકરસિંહ વાઘેલાને ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ગાળો આપવામાં આવી રહી હોવાના આક્ષેપો

એવું કહેવામાં આવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ભાજપના IT સેલના ખુબ જ વખાણ થતા હતા. પરંતુ હાલ IT સેલની કામગીરી પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે, ભાજપનું IT સેલ વિવાદોમાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલાં ભાજપના IT સેલના સભ્યો દ્વારા મીડિયાને ટાર્ગેટ કરીને કેટલીક પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે એક સમયના ભાજપના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર કહેવાતા એવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે પણ ભાજપના IT સેલ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. ભાજપના IT સેલ દ્વારા શંકરસિંહ વાઘેલાને ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ગાળો આપવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

ભાજપના IT સેલના કો-કન્વીનર પ્રિન્સ યાદવે શંકરસિંહ વાઘેલા સામે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ કરી હતી

રિપોર્ટ અનુસાર, ભાજપના IT સેલના કો-કન્વીનર પ્રિન્સ યાદવે શંકરસિંહ વાઘેલા સામે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ કરી હતી અને ભાજપના IT સેલ દ્વારા શંકરસિંહ વાઘેલાને ગાળો આપતા હોય તેવી પોસ્ટ અપલોડ કરાતા શંકરસિંહ વાઘેલાના સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેથી શંકરસિંહ વાઘેલા અને તેમના IT સેલ દ્વારા ભાજપના IT સેલને આ હલકી કક્ષાની પોસ્ટ હટાવી લેવા માટે જણાવ્યું હતું.

ભાજપ IT સેલ દ્વારા સોશિયલ મીડિયામાં કરેલી શંકરસિંહ વાઘેલા વિરુદ્ધની પોસ્ટ હટાવી લેવામાં આવી

પરંતુ ભાજપના IT સેલે પોસ્ટ નહીં હટાવતા શંકરસિંહ વાઘેલાની સુચનાથી ભાજપના નેતાઓને કહેવામાં આવ્યું હતું કે, આ કોમેન્ટોને ડીલીટ ન કરવી હોય અને માફી ન માગવી હોય તો અમે દંડાવાળી કરીશુ. તમે જે ભાષામાં સમજશો એ ભાષામાં હવે અમે તમને સમજાવીશું. જેના કારણે ભાજપ પ્રદેશ કક્ષાએથી સુચના મળતા ભાજપ IT સેલ દ્વારા સોશિયલ મીડિયામાં કરેલી શંકરસિંહ વાઘેલા વિરુદ્ધની પોસ્ટ હટાવી લેવામાં આવી હતી અને શંકરસિંહ વાઘેલાની માફી માંગવામાં આવી હતી.

આ પણ વાંચો:-  મુખ્યમંત્રીશ્રીનો તબીબો-આરોગ્ય કર્મીઓની આરોગ્ય રક્ષાનો મહત્વપૂર્ણ અભિગમ

શંકરસિંહ વાઘેલા અલગ-અલગ વિસ્તારના ગરીબ લોકોની મુલાકાત લઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયથી શંકરસિંહ વાઘેલા અલગ-અલગ વિસ્તારના ગરીબ લોકોની મુલાકાત લઈ રહ્યા છે અને તેમના પ્રશ્નો સાંભળી રહ્યા છે. આ ઉપરાંત તેઓ લોકોની મુલાકાત દરમિયાન તેમણે રાજ્ય સરકાર પણ ઘણા આક્ષેપો પણ કર્યા હતા. તો બીજી તરફ હવે શંકરસિંહ વાઘેલાએ પણ 2022 સુધી જે પણ ચૂંટણી આવે તેમાં પોતાના ઉમેદવારને ઊભા રાખવા બાબતે પણ જણાવ્યું છે, જેને લઇને પણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.