ઘરની બહાર નીકળતા પહેલા અરીસો જોવો અનિવાર્ય હોય છે.

દરેક ઘરમાં અરીસાની જરૂર દરેક વ્યક્તિને પડે છે. ઘરની બહાર નીકળતા પહેલા અરીસો જોવો અનિવાર્ય હોય છે. એટલા માટે જ તો ઘરમાં જેટલા રુમ હોય તેટલા અરીસા પણ રાખવામાં આવે છે. જો કે હવે તો અરીસાને હોમ ડેકોરની વસ્તુ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને લોકો તેને ઘરના હોલમાં પણ સજાવટ માટે રાખે છે.

- Advertisement -

અરીસાની ઊર્જાનો પ્રભાવ ઘરમાં પણ પડે છે.

વ્યક્તિના પ્રતિબિંબને દર્શાવતો અરીસો વ્યક્તિના ભાગ્ય સાથે પણ સંબંધ ધરાવે છે. તમારા ઘરમાં કઈ દિશામાં, કેવા આકારનો અરિસો લગાવેલો છે તેનો સંબંધ ભાગ્ય સાથે પણ છે. અરીસાની ઊર્જાનો પ્રભાવ ઘરમાં પણ પડે છે. એટલા માટે જ વાસ્તુશાસ્ત્રમાં અરીસા સંબંધિત નિયમો દર્શાવાયા છે અને તેનું પાલન કરવાનો આગ્રહ પણ કરવામાં આવે છે. જો અરીસો ખોટી દિશામાં હોય તો તેનાથી કેટલાક પ્રભાવ જાતકો પર પડે છે.

  1. સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ કરવાની સાથે અરીસો નકારાત્મક ઊર્જામાં પણ વધારો કરે છે. ખોટી દિશામાં લગાવેલો અરીસો બરબાદીનું કારણ બને છે.
  2. કામમાં મન ન લાગવું, જરૂર હોય ત્યારે જ ધનનો અભાવ રહે તેવી અડચણો પણ ખોટી દિશામાં અરીસો હોય તો આવે છે.
  3. જો અરીસો ખોટી દિશામાં હોય તો ઘરમાંથી બહાર જઈ કામ કરવાનું મન નથી થતું. પ્રવેશ દ્વારની એકદમ સામે અરીસો હોય તો સકારાત્મક ઊર્જા નિષ્કાશિત થાય છે.
  4. જો અરીસો યોગ્ય દિશામાં હોય પરંતુ તેની પાસે એવી કોઈ વસ્તુ હોય જે નકારાત્મક પ્રભાવ પાડતી હોય તો પણ ખરાબ અસર જાતક પર થાય છે.
  5. અરીસાને સુવિધા અનુસાર નહીં વાસ્તુ અનુસાર લગાવવો જોઈએ.
  6. વાસ્તુ નિષ્ણાંતનો સંપર્ક કરી અને અરીસાની યોગ્ય દિશા વિશે જાણી લેવું અને પછી જ અરીસો લગાવવો. જેમ કે કયા રુમમાં કેવા આકારનો અને કઈ દિશામાં અરીસો લગાડવો.
  7. બેસવાનું સ્થાન બીમ નીચે હોય અથવા પીલર દિવાલમાંથી બહાર નીકળતું હોય તો નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
આ પણ વાંચો:-  ઘરમાં આવા શૉપીસ મુક્યા હોય તો કાઢી નાંખજો, વાસ્તુમાં મનાય છે અશુભ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.