અંગત ડાયરી નું એક પાનું

વેદના… 

“હૈયા સરસી ચાંપી વેદનાને ઘણી
હવે કરવી છે રજુઆત બદલાવની
ઘૂંટયા શું કરવું આવા કાળ પ્રલયને
કરીએ શરૂઆત નવી ટોચ આંબવાની”

- Advertisement -

“પરિસ્થિતિના માર્ગ ને સમૃદ્વ કરવા જીવનના ઘા ને ડહાપણ તરફ લઇ જઈએ”.
આજે  આખુ વિશ્વ એક વેદનામાંથી પસાર થઇ રહ્યું છે.દ્રશ્ય બદલાય છે જીવનના સાથે વિકલ્પો પણ.

સ્વાસ્થ્ય,સંબધો, આર્થિક સદ્ધરતા, ભણતર અને બીજા ઘણા બધા પ્રશ્ન આખા વિશ્વને મુંજવી રહ્યા છે. જીવનમાં આવતા ઉતાર ચડાવની ઘટનાને એક બોધપાઠ સમજી ખરાબ બનાવ તરીકે કે પીડામય તરીકે મુલવવામાં દિવસો પસાર કરવાને બદલે સ્વીકારી લઈએ ઘટના ને અને નવા માર્ગ તરફ નીકળી પડીએ.

કારણ  હવે આનો સામનો સકારાત્મક રીતે કરવો જ  રહ્યો.
હવે પરિસ્થિતિનો સામનો કરવાનો સમય આવી ગયો છે.

એક બદલાવ સાથે પરિપૂર્ણ જીવન જીવવાની ટેવ હવે પાડવી જ પડશે.
ચાલો માસ્ક,સેનીટાઈઝર,સોશ્યિલ ડિસ્ટન્સીંગને આપણે રૂટિન આદતોમાં ઢાળી લઈએ અને જીવનની શરૂઆત એક બદલાવ સાથે કરીએ.

સમય, કાલ ચક્ર બદલાયા જ કરે છે, આસપાસનું વિશ્વ પણ સતત બદલાતું જ હોય છે.
અમુક પરિવર્તન, અમુક બંધન અને નજીવા  બદલાવ માટે પણ આપણું મન ઉત્સુક ક્યારેય હોતું નથી.

કોરોનાને અવગણીને નહીં પણ સકારાત્મક પગલાં લઇ, એના ગુલામ ન બનીને મુક્તપણે જીવવું શકય બનાવીએ.

આપણું મન પરંપરા, રૂઢિ, રીત રિવાજમાં જાણતા અજાણતા બંધાયેલું હોય છે.
પણ હવે જીવનને સામાન્ય રીતે,  રાબેતામુજબ કરવા માટે બધાજ નિયમોમાં ફેરફાર લાવવવો જ પડશે.
કોરોનાને અવગણીને નહીં પણ સકારાત્મક પગલાં લઇ, એના ગુલામ ન બનીને મુક્તપણે જીવવું શકય બનાવીએ.

પણ !શું આ શક્ય છે ખરું? આપણે નિયમો બદલાવી શકીશું, અપનાવી શકીશું.
પણ જો આવું થાય તો જ શક્ય બનશે પરિવર્તન ભર્યું જીવન.

આજનું દર્દ આવતીકાલ માટે કંઈક નવું સર્જન લાવી શકે છે આજની વેદના કે દર્દ આવનારી ભવિષ્યની નવી મુશ્કેલીઓ માટે નવી શક્તિ નવો  ઉમંગ આપણા જીવનમાં લાવી શકે છે આજની વેદના રાત જેવી લાગે છે અને એ જ આવતીકાલનો સૂર્યોદય બની જાય છે.

આ પણ વાંચો:-  નેપાળના થોરીમાં રામના જન્મના પુરાવા આપવા ખોદકામ કરવામાં આવશે

માટે જ કહું છું વેદના વિના જીવન ક્યારેય  શક્ય જ નથી,  માત્ર વેદના પ્રત્યેનો  અભિગમ બદલવાનો છે એ પસંદગી આપણે  કરવાની છે.

જીવન બહુ નાનું છે , સમય ઝડપથી સરકી રહ્યો છે .

વેદનાને દર્દ અગાધ અને અમાપ છે જીવનમાં. સાથે દરેક પળ કિંમતી છે , એટલે જ  આપણે વેદનાને શસ્ત્ર બનાવી  અંધકારમય જિંદગીમાં સુખનો સૂર્યોદય કરવાનો છે.

ખરેખર તો  આપણા મનને પોઝિટિવ રાખવું
એ જ સાચા સુખની પ્રક્રિયા છે, આપણે બસ  વિકાસ પામવું છે પણ હકીકત ઉપર ધ્યાન નથી દેવું. કોઈપણ ભોગે બસ બધું પામી લેવું છે, હાંસલ કરી લેવું છે.

ભવિષ્યના વિચારોમાં ડૂબેલા  રહેવાથી આપણે વર્તમાન ગુમાવી બેસીએ છીએ.
જિંદગીની ચાલ આપણે ક્યારેય જાણી શકવાના નથી. આ એક કડવા સત્યને જાણી લેવાની જરૂર છે.

વર્તમાનમાં જીવવા સિવાય અને પરિવર્તનને અપનાવ્યા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ ખરો? વિકલ્પ માત્ર એજ છે કે વર્તમાન ને સ્વીકારી લઈએ. એક સાહસ રૂપે.
સાહસ જન્મથી લઇ બધે જ કરવો પડે છે, સાઇકલ શીખવા, ઉપર ચડવા, રમત ગમતમાં, ભણતરમાં, નોકરી માં. બધે જ.
આવનારી પળો માં શું થવાનું છે, એ સરળ નહીં જ હોય, આપણે માત્ર સાવચેતી દાખવીને આગળ વધવાનું છે.

માણસ નું મન આખરે એક સ્થિર  કે જડ એકમ નથી  જ. બદલાવ લાવવાની  શક્યતાઓ આપણામાં  માં ક્યાંક ને છુપાયેલી જ હોય છે.  

મર્યાદિત કરી નાંખીએ જરૂરિયાતને અને આદન પ્રદાન કરીએ માનવતાના મૂલ્યનું.

ચાલો કરીએ કલ્પના એક નવા વિશ્વની  ચેતનજાગૃતિ પ્રકાશમાં લાવી ને.
મર્યાદિત કરી નાંખીએ જરૂરિયાતને અને આદન પ્રદાન કરીએ માનવતાના મૂલ્યનું.
નેતૃત્વ કરીએ ખુદ નું ખુદની સાથે.આસપાસ લોકો કેમ વર્તે છે એ જોયા કરતા આપણે આપણું વર્તન જોઈએ. આપોઆપ બધા અનુકરણ કરતા થઈ જશે.

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ ને ટેવ બનાવી દઈએ આપણી.
ઘણા લોકો સંજોગો સુધારવા માટે ચિંતીત હોય છે, પણ માત્ર ચર્ચા માં પાલન કરવા નહીં.

આ પણ વાંચો:-  આસ્વાદ ના ચુટેલા ફૂલો

ચાલો આયોજન બદ્ધ થઇ જઈએ, મર્યાદિત ટેવો શોધી નાખીએ, અને સુધારા તરફ પ્રતિબદ્ધ થઇ જઈએ.

સાહસ કરીએ, પરિવર્તનને અપનાવીએ કારણ  સુખમય જીવન આપણી રાહ જોઈ રહ્યું છે. ઝળહળવા દઈએ  કુદરતને અને પરિસ્થિતિ ને બદલાવ સાથે સ્વીકારી લઈએ.

લાગણીઓ ટોળે વળે
માનવ ભીડથી દૂર રહે
બસ!
સૌ જીવનનું મૂલ્ય સમજે.
પારુલ અમીત”પંખુડી”

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.