Sunday, July 25, 2021
More

  Latest Posts

  AAPની ઓફિસમાં ઉજવણી, દિલ્હી બાદ દેશ નિર્માણના પોસ્ટર લાગ્યા; તમામ દિગ્ગજ નેતા પહોંચ્યા

  AAPની ઓફિસની બહાર તમામ ટીવી ચેનલોની ઓબી વાન હાજર, પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કર્યો

  નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી દિલ્હીમાં ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. AAPની ઓફિસની બહાર ભીડનો જમાવડો થયો છે. જેમાં મીડિયાની સંખ્યા સૌથી વધારે છે. કાર્યકર્તા જીતની ઉજવણી કરી રહ્યા છે. વાદળી અને સફેદ ફુગ્ગા ઘણા દુરથી જોવા મળતા હતા. શરૂઆતમાં ‘અચ્છે બીતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ’નારા વાળા પોસ્ટર હતા. જેમ જેમ રૂઝાનોની તસવીર સ્પષ્ટ થઈ તો સવારે લગભગ 11 વાગ્યે ‘દિલ્હી કે બાદ દેશ નિર્માણ’ના પોસ્ટર પણ જોવા મળ્યા હતા.

  દિગ્ગજ નેતા અંદર, મીડિયા બહાર
  અરવિંદ કેજરીવાલ સવારે લગભગ 9 વાગ્યે જ ઓફિસ પહોંચી ગયા હતા. તેમની સાથે મનીષ સિસોદિયા અને ગોપાલ રાય પણ હતા. સંજય સિંહ ટીવી ચેનલો પર જોવા મળે છે. જો કે, કોઈ નેતા બહાર આવ્યા ન હતા. ઓફિસની બહાર લોન અને રસ્તા પર મીડિયાનો જમાવડો હતો. પોલીસે કોઈ પણ પ્રકારની હેરાનગતિથી બચવા માટે ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો હતો. સવારે 11 વાગ્યે નવા પોસ્ટર લાગ્યા હતા. જેની પર લખવામાં આવ્યું હતું કે, ‘દિલ્હી કે બાદ દેશ નિર્માણ’કાર્યકર્તા‘લગે રહો કેજરીવાલ’થીમ સોન્ગ પર નાંચતા જોવા મળ્યા હતા.

  આ પણ વાંચો:-  ચોમાસું સત્ર વચ્ચે આજથી જંતર-મંતર ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

  પરિણામો બાદ જ મીડિયા સાથે વાતચીત
  AAP ઓફિસમાં માત્ર ગ્રાઉન્ડ ફ્લોર છે. તેના ઉપરના ભાગ એટલે કે છત પર મંડપ બાંધવામાં આવ્યો છે. અહીંયા સજાવટ પણ કરવામાં આવી છે. સફેદ અને વાદળી ફુગ્ગાઓ સાથે જ ફુલ પણ સજાવવામાં આવ્યા છે. પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવવામાં આવી છે પરંતુ અહીંયા ઘણા સમય સુધી ચુપ રહ્યા હતા. પોલીસકર્મી પગપાળા રેલી કાઢતા જોવા મળ્યા હતા. AAPના કાર્યકર્તાઓનું કહેવું હતું કે પરિણામોની તસવીર પુરી રીતે સ્પષ્ટ થયા બાદ જ પાર્ટી કોઈ સત્તાવાર જાહેરાત કરશે. ઘણા ઉત્સાહી કાર્યકર્તાઓ ફટાકડાં અને આતિશબાજીનો સામાન લઈને આવ્યા પરંતુ તેમને આવું કરવા માટે અટકાવાયા હતા. જેવા જ ટીવી ચેનલો પર સમાચાર આવ્યા કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીય પટપડગંજથી પાછળ ચાલી રહ્યા છે, ઘણી માયુસી જોવા મળી રહી છે. જો કે, કાર્યકર્તાઓનું કહેવું હતું કે અંતમાં સિસોદીયા જીતી જશે.

  આ પણ વાંચો:-  ચોમાસું સત્ર વચ્ચે આજથી જંતર-મંતર ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન