28 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો છે. બે કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને પુડુચેરીમાં પણ સીએમ છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં મુખ્યમંત્રી નથી. 30 મુખ્યમંત્રીઓના સોગંદનામાનું વિશ્લેષણ કર્યા બાદ ADRને જાણવા મળ્યું કે 29 એટલે કે 97 ટકા મુખ્યમંત્રીઓ કરોડપતિ છે. આ દરેક મુખ્યમંત્રીની સરેરાશ સંપત્તિ 33.96 કરોડ છે.
ADRના રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સૌથી અમીર છે. જગન મોહન પાસે 510 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બીજા નંબર પર અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ છે, જેમની પાસે 163 કરોડની સંપત્તિ છે. તે પછી 63 કરોડ સાથે ઓડિશાના સીએમ નવીન પટનાયકનો નંબર આવે છે. બિહારના સીએમ નીતિશ કુમાર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પાસે સમાન સંપત્તિ છે. બંને પાસે 3 કરોડની સંપત્તિ છે. તેના કેરળના સીએમ પિનરાઈ વિજયન અને હરિયાણાના મનોહર લાલ પાસે એક-એક કરોડની સંપત્તિ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ છે. ADRના રિપોર્ટ મુજબ મમતા બેનર્જીની સંપત્તિ 15 લાખ છે.
30 માંથી 13 સીએમ સામે ગંભીર કલમો હેઠળ ફોજદારી કેસ નોંધાયેલા છે.
30 સીએમમાંથી 13 એટલે કે 43 ટકા સામે ગંભીર કલમો હેઠળ ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને અપહરણ જેવા કેસનો પણ સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવાયું છે કે ગંભીર ફોજદારી કેસો બિનજામીનપાત્ર અપરાધો છે જેમાં પાંચ વર્ષથી વધુ જેલની સજા છે.