કપરા કોરોનાકાળમાં SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. પગાર કાપી લેવાતા નર્સિંગના 200 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં ભેગા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા જાણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ છે. 

- Advertisement -

મળતી માહિતી મુજબ 30 હજારના પગારદારને 22 હજાર અને 20 હજારના પગારદારને 14 હજાર જેટલો પગાર આપવામાં આવશે તેવી જાણ કરાતા નર્સિંગના કર્મચારીઓ નારાજ થયા છે. કર્મચારીઓએ વિરોધ કરતા ‘નોકરી કરવી હોય તો કરો’ એવું કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા કહેવામાં આવ્યું. આ ઉપરાંત તેમને એવું પણ કહેવાયું કે PPE કિટ, માસ્ક સહિતનો ખર્ચ થયો હોવાથી પગાર કાપવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે UDS નામની કંપની કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખે છે. દરરોજ નર્સિંગ અને હોસ્પિટલ સ્ટાફને પગાર સિવાય 150 રૂપિયા આપવાની વાત કહી હતી તે પૈસા પણ આપ્યા નથી એવું કહેવાય છે. નર્સિંગના કર્મચારીઓ હાલ રોડ પર ઉતરી આવ્યાં છે અને ધરણા પર બેઠા છે. મળતી માહિતી મુજબ સિક્યુરિટી અને નર્સિંગના સ્ટાફ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્યસભા ચૂંટણી પર રોક લગાવવાનો કર્યો ઇનકાર