ગુજરાત એટીએસએ દાઉદ અને છોટા રાજન સાથે સંડોવેયાલા ડી ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી. આરોપી વલસાડમા થયેલી સાત કરોડની લૂંટના મુખ્ય સુત્રધાર છે. 1993મા મુંબઈમા બીજેપીના ધારાસભ્યની હત્યા કરી હતી. એટીએસએ બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.

- Advertisement -

જાન્યુઆરી 2020મા વલસાડમા ઈન્ડિયા ઈન્ફોઈલાઈન લીમિટેડ કપંનીની ઓફીસમા રૂ 7 કરોડની લૂંટ કેસમા ગુજરાત એટીએસએ બે આરોપીની ધરપકડ કરી. આ બન્ને આરોપીઓ છોટા રાજનની ડી ગેંગ સાથે સંડોવાયેલા છે. જેમા સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના અને શરમત બેગ ઉર્ફે કાલુ હમામ ઝડપાયા છે. ડી ગેંગના સંતોષ અને શરમત પોતાના સાગરીતો સાથે વલસાડમા હથિયારો સાથે લૂંટ કરવા પહોચ્યા હતા. ફરિયાદી પર હુમલો કરીને તેને બંદી બનાવીને લૂંટને અંજામ આપ્યો. ગુજરાત એટીએસએ બાતમીના આધારે કર્ણાટકથી આરોપીની ધરપકડ કરી. લૂંટના 70 લાખ રૂપિયા આરોપી સંતોષ નાયકએ ઘરમાં છુપા ખાના બનાવીને છુપાયા હતા.

વલસાડ આઈઆઈએફએલમા 7 કરોડની લૂંટનો ભેદ ગુજરાત એટીએસએ ઉકેલીને મોટી સફળતા મેળવી. ડી ગેંગના સાગરીતોએ અસંખ્ય ગુના આચર્યા હોવાનુ ખુલ્યુ. એટીએસએ આરોપીનો કસ્ટીડી વલસાડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી. આ ઉપરાંત લૂંટના 7 કરોડમાંથી 70 લાખ જ મળી આવતા અન્ય લૂંટનો મુદ્દામાલ કયા છુપાયો છે. જયારે ગેંગના 6થી વધુ આરોપીઓ ફરાર હોવાથી તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:-  CMO સચિવે કહ્યું- રાજ્યમાં 40 હજાર ઉદ્યોગો શરૂ, સરકાર 50 લાખ લોકોને આપશે 500 કરોડ રૂપિયા!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here